________________
શારદા શિરમણિ ]
[૯૭૧ બેનપણીએ બેનપણીને સાંભળેલે કરૂણ સાદઃ ધર્મેશે તે ઘરડી માતાને ઘરની બહાર કાઢી. ગંગામાં સામા ઓટલા પર જઈને બેઠા. બેઠા બેઠા ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે. મારી પાછલી જિંદગીમાં દીકરાએ મારી આ દશા કરી? ઘડપણમાં જવું ક્યાં ? તેના ઘરથી ત્રણ ચાર ઘર દૂર તેમની બેનપણીનું ઘર છે. બેનપણીએ ગંગામાનો રડવાનો અવાજ સાંભળ્યો. તેણે દીકરાને કહ્યું- તું જા. જે તે ખરે. આ તો તારા માસીને રડવાનો અવાજ લાગે છે. તરત છોકરો ત્યાં ગયા. જઈને કહ્યું માસી કેમ રડો છો ? આજે તમને શું થયું છે ? ગંગામાં શું બોલે ? ઘરની વાત કોને કહેવાય ? તેમણે વાત બદલીને કહ્યું – બેટા ! મને ઠીક નથી. અરે માસી ! તમે તમારા દીકરાને ડૉકટર બનાવ્યું છે. તમને ઠીક નથી તે દીકરો ઈલાજ કરતો નથી? બેટા ! હવે તેને માતાની જરૂર નથી. તે ઈલાજ શા માટે કરે ? ચાલે માસી, મારી બા તમને બોલાવે છે. ગંગામા કહે, મારે તારે ઘેર આવવું નથી. આ સમયે ધર્મેશ જમવા બેઠો હતો તેની નજર રડતી મા પર પડી. એક મિનિટ તો આંચકો લાગ્યો. તેના હાથમાંથી બટકું પડી ગયું. નીલા કહે-બહાર શું જુઓ છો? ધર્મેશે વાત છૂપાવી દીધી. તેના મનમાં થયું કે જે નીલા વાત જાણશે તે બરાબર આગ લાગી જશે. તેથી તેણે વાત ગોપવી દીધી.
સાચી બેન બનીને આપેલ આશ્વાસન : ગંગામાં બેનપણીને ઘેર જવા તૈયાર થયા. જતાં જતાં ઘર સામે અને દીકરા તરફ દૃષ્ટિ પડતાં તેમનું હૈયું ભરાઈ આવ્યું. અરેરે....જે દીકરાને મેં મારી જાત નીચવીને ભણાવ્યો, ડૉકટર બનાવ્યું, જે દીકરો તીર્થની જેમ મારી પૂજા કરતા હતા તે દીકરાએ મારી આ દશા કરી? જે ધરમાં મારી જિંદગી પૂરી થવા આવી એ જ ઘરમાંથી સગો દીકરે મને જાકારો દેશે એવી તે કલ્પના પણ ન હતી. કર્મરાજા ! તારી કેવી બલિહારી છે, છેવટે દુઃખિત હૈયે ગંગામા બેનપણીને ઘેર ગયા. બેનપણીએ પૂછયું- ગંગાબેન ! શું થયું ? આ બેનપણી સાચી બેન પણ હતી. દુઃખમાં ભાગ પડાવે એવી હતી. આજના મિત્રોને બેનપણીએ તે બધા કહેવાના. ખિસ્સા ભારે તે મિત્રો રહેવાના અને ખિસ્સા ખાલી તે મિત્રો નહિ. સાચા મિત્રો અને બહેનપણીઓ તે તે છે કે જે દુઃખમાં ભાગ પડાવે. આ બેનપણીએ પૂછયું- બેન! શું થયું? કાંઈ નહિ. બેન ! કાંઈ કારણ વિના એટલે બેસીને રડે ખરા ? બેન ! મારા પતિ તે નાનપણમાં ચાલ્યા ગયા. કાળી મહેનત કરીને પેટે પાટા બાંધીને દીકરાને ડેકટર બનાવ્યો. તે દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. બેનપણી કહે-બેન ! આ તે સંસાર છે. ચાલ્યા કરે. ધર્મેશે ભલે આજે ભૂલ કરી પણ કાલે તેને જરૂર ભૂલ સમજાશે. બધું સારું થશે. આ૫ મનમાં દુઃખ ન ધરશે. આ ઘર તમારું છે એમ માનીને મારા ઘેર રહો. બે ચાર દિવસ થયા છતાં દીકરાને એમ નથી થતું કે મારી બા કયાં ગઈ હશે ? એનું શું થયું હશે? આ તમારે સંસાર! તમે જેને મારા માનીને વળગી પડ્યા છે પણ કેણ કેવું છે?