________________
શારદા શિરમણિ ]
[ ૬૯ હોય તેટલા હજાર વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાળ પડે. અબાધાકાળ એટલે તેટલા સમય સુધીમાં તે કર્મ આપણને બાધા, પીડા ન ઉપજાવે. જે નિકાચિત કર્મ ન હોય તો તપ, ત્યાગ, ઉદીરણા આદિ કરીને તે કમેને દૂર કરી શકાય. કર્મ એટલી મહેર કરી છે કે અબાધાકાળ પૂરે ન થાય ત્યાં સુધી તે ઉદયમાં આવવાના નથી. ત્યાં સુધીમાં તારે દેણું ચૂકવવું હોય તે ચૂકવી દેજે. જેમ કેઈ માણસ બીજા પાસે પૈસા માંગતે હોય, તે માણસ બધી રકમ સાથે ભરપાઈ કરી શકે તેમ નથી તે હપ્તા પાડી આપે કે તું મહિને, બે મહિને આટલા આટલા ભરી જજે, તો તે વેપારીને ભારે ન પડે તેમ કએ આપણુ પર કૃપા કરી અબાધાકાળ પાડ્યો છે. ત્યાં સુધીમાં દેવું ચૂકવાય તો ચૂકવી દે, પછી તે કર્મો ઉદયમાં નહિ આવે. બાકી કર્મ ઉદયમાં આવે ત્યારે સુખ પણ દુઃખમાં પલટાઈ જાય છે. એક વાર જેની ખમ્મા ખમ્મા થતી હોય છે તેને પાપને ઉદય થતાં કઈ ખબર રાખનાર રહેતું નથી.
એક ગંગામા હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ ધર્મેશ હતું. તેમની સ્થિતિ સાવ સાધારણ હતી. ધર્મેશના પિતા સામાન્ય માંદગીમાં સ્વર્ગવાસ પામ્યા. જે થેડી મૂડી હતી તે પતિની માંદગીમાં ખર્ચાઈ ગઈ. ગંગામાને તો પતિ ગયા અને પૈસા પણ ગયા. તેમને ખૂબ આઘાત લાગ્યો. સગાવહાલાં બધા તેમને આશ્વાસન આપે છે. પાસે મૂડી નથી અને અનાજ પણ અઠવાડિયું ચાલે તેટલું માંડ છે. કેઈનું દળવાનું, સીવવાનું, ભરવાનું લાવીને પિતાની આજીવિકા ચલાવે છે. માતાના મનમાં તે ધર્મેશને ફેકટર બનાવવાના કેડ છે. તે માટે કાળી મજુરી કરીને દીકરાને ભણાવે છે, છેવટે માતાની આશા ફળી ને દીકરો ડૉકટર બન્યા. આટલી ગરીબાઈમાં દીકરાને ડોકટર બનાવતા માતાને કેટલી મહેનત પડી હશે? ધર્મેશ ડૉકટર થયે પણું માતાની સેવા ખૂબ કરે છે. માતાને પડ્યો બોલ ઝીલે છે ને તેના ચરણ ધોઈને પીવે છે. તે સમજે છે કે મારી માતાએ મને કઈ સ્થિતિમાં આટલી ઊંચી કક્ષા સુધી પહોંચાડયો છે. માતાના મનમાં હવે એક આશા છે કે દીકરે ડોકટર થઈ ગયે. હવે સારું કમાશે, સારા ઘરની વહુ આવશે ને મારી પાછલી જિંદગી આનંદમાં જશે.
સાસુની શિખામણ પણ વહુને મન કટકટ : ધર્મેશ ડોકટર થયે એટલે સારા ઘરની છોકરીઓના કહેણ આવવા લાગ્યા. ધર્મેશ કહે-બા ! મારી પ્રેકટીશ બરાબર જામે, આપણું ઘર સારી રીતે ચાલી શકે પછી હું લગ્ન કરીશ. માતાએ કહ્યું-બેટા ! મારા લગ્ન થયા ત્યારે તારા પિતા પાસે શું હતું? છતાં આટલે ઊંચે આવ્યું ને? માતાના કહેવાથી શ્રીમંત શેઠની ભણેલી છોકરી નીલા સાથે સગપણ કર્યું અને લગ્ન પણું થયા. ગંગામાં વહુને કંઈ સારી વાત કહે તે પણું વહને કટકટ લાગવા માંડી. લગ્ન પછી અઠવાડિયે કહ્યું-બેટા ! ચલે પંજીને સળગાવજે. નીલા ભણેલી હતી પણ ગણેલી ન હતી. તેનામાં આવું બધું જ્ઞાન ન હતું. પાણી ગળ્યા વિના વાપરે એટલે સાસુએ કહ્યું-બેટા ! તમારા પિતાનું ઘર તે ધમષ્ઠ અને સંસ્કારી છે.