________________
શારદા શિરોમણિ ]
[૯૬૭ ગૃહસ્થવાસમાં રહેતા જેને અવધિજ્ઞાન થાય ખરું? મેં કહ્યું – હા. તેમણે મને કહ્યું કે મને અવધિજ્ઞાન થયું છે ને હું આટલું ક્ષેત્ર જોઉં છું. મેં કહ્યું, શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આપ કહે છે તેટલું મોટું ન થાય. આ૫ અસત્ય બેલે છે માટે તેની આલેચના કરે ને પ્રાયશ્ચિત લે. તેમણે કહ્યું- હું અસત્ય બેલ નથી. જિન આગમમાં પ્રાયશ્ચિત સત્યનું હોય કે અસત્યનું ? મેં કહ્યું- અસત્યનું. ત્યારે તેમણે મને કહ્યું- પ્રાયશ્ચિત મને નથી આવતું પણ તમને આવે છે. આ વાતમાં મને શંકા થઈ છે તે હે પ્રભુ ! તે પાપની આલોચના મારે કરવી જોઈએ કે આનંદ શ્રાવકે કરવી જોઈએ ? જેમ નાનો બાળક પિતાની માતા પાસે સરળતાથી બધી વાત કરે તેમ ગૌતમસ્વામીએ બધી વાત ભગવાનને કરી. ગૌતમ સ્વામી ભગવાનના પટ્ટશિષ, પ્રથમ ગણધર અને ચૌદ હજાર સંતમાં સૌથી વડેરા સંત છે. આનંદ શ્રાવક ગમે તેમ તે ય સંસારી છે તે ભગવાન શું શિખ્ય પ્રત્યેના રાગ ભાવમાં તણાય ખરા ? ના....હે. જરાય નહિ. સાચા ગુરૂ તો શિષ્યને ભૂલ સમજાવી સાચા રાહે લઈ જાય પણ તેના પ્રત્યેના રાગમાં તણાય નહિ. આ જીવન નૈયા જે ભગવાનને કે ભગવાનની આજ્ઞાના આરાધક એવા ગુરૂના ચરણમાં સોંપીએ તે નૈિયા તરી જાય અને કુગુરૂને સોંપીએ તો નૈયા ડુબી જાય.
માની લે કે કોઈ એક માણસને મેટર મળી ગઈ. મેટર મળવી એ વિશેષ વાત નથી. વિશેષતા તે એ છે કે તેને ચલાવવી, તેની સંભાળ રાખવી અને ક્યારેક બગડી જાય સુધારવાની કુશળતા, નિપુણતા પ્રાપ્ત કરવી. મેટર મળી ગઈ પણ જે તેને બરાબર ચલાવતા નથી આવડતી તે તે મોટરને આડીઅવળી ચલાવીને તેનું મશીન તેડી નાંખશે, મોટર બગાડી નાખશે અને એકસીડન્ટ કરી દેશે. જેને મોટર ચલાવતા આવડે છે તેની પાસે કદાચ મેટર નહિ હોય તે પણ તે ડ્રાયવર બનીને મોટર ચલાવી પિતાની આજીવિકા ચલાવી શકે છે કારણ કે તેને મોટર ચલાવવાની, તેને સંભાળવાની અને બગડે તે સુધારવાની કળા આવડે છે.
માનવજીવન એક મેટર છે કે આ માનવજીવન એક કિંમતી મેટર સમાન છે. તમારી મેટરમાં ને આ મેટરમાં એટલી વિશેષતા છે કે તમારી મોટર ચલાવવા માટે ડ્રાયવર જોઈએ છે જ્યારે આ જીવન રૂપી મોટર ચલાવવાને માટે બીજા કોઈ ડ્રાયવરની જરૂર પડતી નથી. એને ચલાવવા માટે તે સ્વયં પિતાને ડ્રાયવર બનવું પડે છે. સૌ પ્રથમ આ જીવન રૂપી ગાડીની સારી રીતે તપાસ કરવાની જરૂર છે કે આ ગાડી કયાંય તૂટીફૂટી તો નથી ને ? બગડી ગઈ તે નથી ને કે જેથી રસ્તામાં અધવચ ભયમાં મૂકી દે. મોટરમાં ડીઝલ કે પેટ્રોલની જરૂર છે તેમ આ જીવન ગાડીને તપત્યાગ, સેવા, પરોપકાર અને પરમાર્થના કાર્યો કરવા માટે આહાર, પાણી આપવા એ અનિવાર્ય છે. સાથે સાથે એ ખ્યાલ રાખવાને છે કે આ જીવન રૂપી ગાડી વિધિપૂર્વક ચલાવતા આવડે છે કે નહિ. જે ચલાવવામાં બેદરકાર રહ્યા અથવા બરાબર વિધિથી ચલાવતા ન આવડે તે લાભને બદલે નુકશાન પણ થઈ જાય. સાથે એ જાણવું પણ