________________
શારદા શિરોમણિ ]
[ ૯૬૫
આપની ચરણરજ મસ્તકે ચઢાવું. કેટલી સરળતા ! કેટલા વિનય વિવેક ! આ રીતે કહેવામાં આનંદ શ્રાવકને થોડો સકોચ થતે હતા છતાં ગુરૂ પ્રત્યેને આદર અને ભક્તિ ભાવના કારણે આ પ્રમાણે કહ્યું. આનદ શ્રાવકના કહેવાથી ગૌતમસ્વામી ત્યાં ગયા. આનંદ શ્રાવકે વંદન કરી ચરણરજ મસ્તકે ચઢાવી. હવે આનંદ શ્રાવક ગૌતમસ્વામીને શું પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે, કારતક સુદ ૧૫ ને મગળવાર :
વ્યાખ્યાન ન. ૧૦૯ : તા. ૨૬-૧૧-૨૫
આજે ચાતુર્માસ પૂર્ણાહુતિના પવિત્ર દિવસ છે. આજે આપણા ચાલુ અધિકાર પણ પૂર્ણ કરવા છે. આપણા અધિકારના નાયક આનંદ શ્રાવકે સંથારે કર્યાં છે. ગૌતમ સ્વામી તેમની પાસે ગયા અને આનંદ શ્રાવકે તેમને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે વંદન નમસ્કાર કરી ચરણ સ્પર્શ કર્યાં, પછી પૂછ્યું-હે ગુરૂ ભગવ ́ત ! ગૃહસ્થપણામાં રહેતા સંસારી જીવાને અવિધજ્ઞાન થાય ખરું ? ગૌતમસ્વામીએ કહ્યું-હા. આનંદ ! આચાર વિચારની શુદ્ધિ હાય અને તેની આરાધના જોરદાર હાય તો અવધિજ્ઞાન થઇ શકે છે. આનંદ શ્રાવકે કહ્યું- ભગવાન ! જો ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે તે! મને પણ અવધિજ્ઞાન થયું છે. તે અવધિજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ૫૦૦ યેાજન સુધી લવણુ સમુદ્રમાં જોઉં છું. ઉત્તર દિશામાં ફૂલહિમવંત પર્યંત સુધી, ઊંચી દિશામાં પહેલા સુધાં દેવલેાક સુધી અને નીચે અાદિશામાં પહેલી નરકના લાલુપાચ્યુત નામના પાથડામાં રહેલા ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા નારકીઓને હું જોઉ ́ છું અને જાણું છું.
સત્યની સમસ્યા સામે દૃઢ નીડરતા : આનંદ શ્રાવકની અવિધજ્ઞાનની વાત સાંભળીને ગૌતમ સ્વામી તેા સજ્જડ થઈ ગયા. શુ' શ્રાવકને આટલું મેા અધિજ્ઞાન હાય ? તેમની ધારણા એવી હતી કે ગૃહસ્થને આટલું માટું અવિધજ્ઞાન ન થાય, તેથી તેમણે આનંદ શ્રાવકને કહ્યું હે દેવાનુપ્રિય ! ગૃહસ્થવાસમાં રહેતા જીવાને અધિજ્ઞાન તે ઉત્પન્ન થઈ શકે છે પણ તમે કહે છે તેટલા માટા, વિશાળ ક્ષેત્રનું નહિ. તમે અસત્ય ખેલે છે માટે તેની આલાચના કરે, પ્રાયશ્ચિત લે. આનંદ શ્રાવકને ભગવાનના પટ્ટ શિષ્ય, પ્રથમ ગણધર, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એવા ગૌતમ સ્વામીએ કહ્યું–છતાં મનમાં શંકા ન થઈ કે આવા વીર પુરૂષ મને કહે છે તે તેમનું સાચું હશે કે મારું સાચુ' હશે ? તેમણે ગૌતમ સ્વામીને કહ્યું-હે પ્રભુ ! શું જિન પ્રવચનમાં સત્ય, તાત્ત્વિક, તથ્ય અને સદ્ભૂત ભાવાને માટે પણ આલેચના કરવામાં આવે છે ? અર્થાત શું સત્ય વાત માટે પ્રાયશ્ચિત કે આલેચના હોય ખરી ? ગૌતમ સ્વામીએ કહ્યુ’-ના. આ અર્થ ખરાખર નથી. તેા હે પ્રભુ મે' અવધિજ્ઞાનમાં જેટલુ' જોયું છે તેટલું સત્ય આપની પાસે કહ્યું છે. જરા પણ વધુ કે ઓછું કહ્યું નથી, માટે ભગવાન ! આ વિષયમાં મને પ્રાયશ્ચિત નથી આવતું પણ આપને આવે છે. આપ આાચના કરો. આનંદ શ્રાવકની વાત સત્ય હતી એટલે આવા ઉત્તમ પુરૂષને કહેતા જરા પણ ભય ન લાગ્યા. ગણધર જેવા વીર પુરૂષ હતા છતાં આનંદ શ્રાવકે જેવું હતું તેવું નીડરતાથી