________________
[ શારદા શિરેમણિ तए ण से आणंदे समणोवासए भगवं गोयम एज्जमाणं पासइ पासित्ता हठूत जाव हियए भगवं गोयमं वंदइ नमसइ ।..
આનંદ શ્રાવકે ગૌતમ સ્વામીને આવતા જોયા ત્યાં તેમના સાડા ત્રણ કોડ મરાય ઉલસી ગયા. તે ખૂબ હર્ષિત અને પ્રસન્ન બની ગયા. અહે ! મારા જ્ઞાનદાતા, મને મોક્ષનો માર્ગ બતાવનારા મારા ભગવાનના અંતેવાસી ગૌતમસ્વામી પધાર્યા ! આજે હું દર્શન કરીને કૃતાર્થ બનીશ. મારું જીવન ધન્ય બની જશે. આનંદ શ્રાવકના હૈયામાં ઉલ્લાસ સમાતો નથી.
બધી મિલ્કત તને ધરું તો પણ તારી કરૂણાની તોલે ના આવે, જિંદગીભર તને ભજુ તે પણ તારા ઉપકારની તોલે ના આવે
હે પ્રભુ ! મારું સર્વસ્વ તારા ચરણે ધરું તે પણ તમારી કરૂણાની તે કઈ ન આવે. આ રીતે ગૌતમસ્વામીને જોતાં આનંદ શ્રાવકના આનંદનો પાર ન રહ્યો. તેમાં બેઠા બેઠા ત્રણ વાર તિકખુત્તોને પાઠ ભણી ગૌતમસ્વામીને વંદન નમસ્કાર કર્યા, પછી કહ્યું હે ગુરૂ ભગવંત ! હું આપના ચરણમાં મારું મસ્તક નમાવું છું. મારું શરીર સાવ કૃશ થઈ ગયું છે. હું એકદમ અશકત બની ગયો છું. હું મારા આસન પરથી ઉઠીને આપની પાસે આવીને વંદન નમસ્કાર કરું એટલી મારી શક્તિ નથી. દેવાનુપ્રિયે! વિચાર કરો કે તેમનું શરીર કેટલું કૃશ બની ગયું હશે કે આસન પરથી ઉઠવાની શકિ પણ રહી નથી, છતાં જરા પણ અભિમાન નથી. કેટલી નમ્રતાથી બેલે છે ! ભાષા માં કેટલી મીઠાશ અને મધુરતા છે ! જે ભાષામાં મીઠાશ ન હોય તો શાંત માનવને અશાંત બનાવી દે. એવી ભાષા કર્મબંધનનું કારણ બને છે. મીઠી ભાષા કર્મની નિર્જરા કરાવે છે
એક વાર એક છોકરે બીજા છોકરાને કહે છે કે મારી મમ્મી તો એવી હોંશિયાર છે કે એને ઈ સામાન્ય નિમિત્ત મળી જાય તો કલાકો સુધી એનું લેકચર ચલાવે રાખે. બીજે છોકરો કહે તારી મમ્મી તે નિમિત્ત મળે ત્યારે બેલે પણ મારી મમ્મી તો એવી હોંશિયાર છે કે એને તે નિમિત્ત ન મળે તે પણ કલાકો સુધી બેલ્યા કરે. જે કાલની વાત કરું. મારા પપ્પા દુકાનેથી થાકીને આવ્યા હતા એટલે કંઈ બોલ્યા વગર શાંતિથી બેઠા હતા. ત્યાં મારી મમ્મીએ કહ્યું–કેમ શાંત બેસી રહ્યા છે ? કાંઈ બોલતા કેમ નથી ? શું તમને જીભને લકવો થઈ ગયે છે ? બસ, પછી તેનું લેકચર સાડા ચાર કલાક ચાલ્યું. બોલ હવે તારી મમ્મી કરતાં મારી મમ્મી વધુ હોંશિયાર ખરી કે નહિ? હવે પેલે કરો શું બોલે ? વચનશક્તિને કે ભયંકર દુરૂપયેગ ? વચન બોલતા પહેલા ખૂબ તોલે ને પછી બોલે.
આનંદ શ્રાવકે મીઠા શબ્દોથી ગૌતમ સ્વામીને કહ્યું- હે ભગવંત ! મારા શરીરની અશક્તિના કારણે હું આપની પાસે આવીને ત્રણ વાર વંદન નમસ્કાર કરીને આપની ચરણરજ લેવા માટે અસમર્થ છું માટે આપ મારી પાસે પધારે તે હું વંદન કરી