________________
શારદા શિમણિ ]
[૯૬૩ મુક્તિની મનીષા વિના મંજિલ દૂર ઃ ગુરૂએ કહ્યું–હે વહાલા શિષ્ય ! તારે પ્રશ્ન સાચો છે, પણ મોક્ષ ગમે છે જેને ? મેક્ષમાં જાય કેણુ? ઇલેકટ્રીક કરંટ લાગે ત્યારે કેવી ઝણઝણાટી થાય છે? જ્યારે એને એવો કરંટ લાગે કે હું અનંતકાળથી રખડી રહ્યો છું. હવે મારી સંસારથી મુક્તિ કયારે થશે ? સેટ લાગે તે તરત ઉપચાર કરીએ છીએ, તેમ જે મેક્ષ મેળવવાને સોટ લાગ્યું હોય તે તે માટે ગુરૂદેવ કહે તેમ કરવું પડશે. તો પછી મોક્ષમાં જવાનું અઘરું નથી પણ સહેલું છે. મેક્ષની લગની લાગશે ત્યારે જડ પુદ્ગલો તરફની દોટ ઓછી થઈ જશે. ગુરૂ કહે છે હે શિષ્ય ! તું પૂછે છે કે મોક્ષમાં જવાને અધિકાર બધાને મળે છે છતાં જો સંસારમાં કેમ રખડે છે ? પણ મોક્ષ જોઈએ છે જ કેને? એક વાર તું આ ગામમાં જઈને બધાને પૂછી આવ કે તમારે શું જોઈએ છે ? શિષ્ય તો ગામમાં ગયે. પહેલા શ્રીમંતને ઘેર જઈને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? તમારે મેક્ષમાં જવું છે? ના ભાઈ મારે મોક્ષમાં જવું નથી. તો તમારે શું જોઈએ છે? ભાઈ ! મારે ત્યાં પૈસે ઘણે છે પણ પારણે ઝૂલનાર કેઈ નથી. બીજાને ઘેર ગયો તે કહે બધું સારું છે પણ પત્ની સારી જોઈએ છે. કેઈ કહે મારે બધું સારું છે પણ શરીરની તંદુરસ્તી જોઈએ છે, તે કઈ કહે કે મારે મનની મસ્તી જોઈએ છે. સાંજ સુધીમાં આ શિષ્ય ૨૦૦ થી ૩૦૦ ઘર ફર્યો પણ કોઈ એવું કહેનાર ન મળ્યું કે મારે મોક્ષ જોઈએ છે. શિષ્ય સાંજે પાછા આવ્યા. ગુરૂ કહે વહાલા શિષ્ય! તું બધાને પૂછી આવ્યો ? હા, ગુરૂ ભગવંત હું ઘણું ઘર ફર્યો. મેં બધાને પૂછ્યુંતમારે શું જોઈએ છે? એક પણ માણસ એ ન નીકળ્યો કે જેણે એમ કહ્યું હોય કે મારે મેક્ષ જોઈએ છે. કેઈને પૈસા, કેઈને પત્ની, કેઈને છોકરા, કેઈને મોટર, કોઈને તંદુરસ્તી તે કેઈને મનની મસ્તી જોઈએ છે. બસ, મોક્ષને છોડીને બધું જોઈએ છે. શિષ્ય ! હવે તને સમજાયું ને કે બધા જેને મોક્ષમાં જવાનો અધિકાર હોવા છતાં સંસારમાં કેમ રખડે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તેઓને હજુ મોક્ષ જોઇતું નથી. તેમની તૃષ્ણાઓનો અંત આવતા નથી.
જેમની રગેરગમાં મોક્ષની લગની લાગી છે એવા ગૌતમસ્વામીએ લેકે ના મુખે સાંભળ્યું કે પ્રભુના અંતેવાસી આનંદ શ્રાવકે જીવનની, મરણની કે માન સન્માનની કોઈ જાતની આકાંક્ષા રહિત સંથારો કર્યો છે તો હું પણ તેમની પાસે જાઉં અને આનંદશ્રાવકને જોઉં. આનંદ શ્રાવક પાસે જવાની તેમને તીવ્ર ઉત્કંઠા થઈ. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામી કેટલાક સંનિવેશમાં પૌષધશાળામાં જ્યાં આનંદ શ્રાવક હતા ત્યાં ગયા. આનંદ શ્રાવકના કેટલા ભાગ્યોદય કહેવાય કે પોતે સંથારો કર્યો છે તે જ નગરમાં તેમના ધર્મોપદેશક, પરમોપકારી તીર્થકર ભગવંત મહાવીર સ્વામી પધાર્યા છે અને તેમના અંતેવાસી પ્રથમ શિષ્ય, ઉગ્ર તપસ્વી, મહાજ્ઞાની, વિનય વિવેકની અજોડ મૂર્તિ એવા ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને સંથારામાં દર્શન દેવા માટે આવ્યા. બડા ભાગ્ય હોય ત્યારે આવા સમયે ગુરૂદેવના દર્શન મળે. ગૌતમસ્વામી આનંદ શ્રાવક પાસે ગયા. ૬૨