________________
શારદા શિરોમણિ ]
[ ૯૬૧ (૨) અસત્ય બોલવાથી, (૩) તથારૂપ શ્રમણ, માહણને અસૂઝતા આહાર પાણી વહેરાવવાથી. આ ત્રણ કારણથી ટૂંકું આયુષ્ય બંધાય છે. જે આત્મા ની દયા પાળે છે, સત્ય બેલે છે ને સૂઝતા આહારપાણી વહોરાવે છે તે લાંબુ આયુષ્ય બાંધે છે.
ગૌતમ સ્વામી શુદ્ધ આહારની ગષણા કરતા કરતા તેમની ગૌચરી પૂરી થઈ ગઈ ત્યારે તે વાણિજ્ય ગામની બહાર નીકળી જ્યાં કલાક સંનિવેશ છે ત્યાં આવે છે ત્યારે ઘણા માણસો વાત કરે છે અને બોલે છે તે સાંભળ્યું. સમાસ માવો મહાવીર अंतेवासी आणंदे नाम समणोवासए पोसहसालाए अपच्छिम जाव अणवंकख माणे विहरइ । શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અંતેવાસી આનંદ નામના શ્રમણોપાસક છે. આનંદ શ્રાવકને ભગવાન પ્રત્યે કેટલે સદ્દભાવ, કેટલી ભક્તિભાવના હશે ત્યારે એક શ્રાવક માટે અંતેવાસી શબ્દ વપરાયે હશે ! શિષ્ય માટે તે અંતેવાસી શબ્દ વપરાય પણ શ્રાવક માટે અંતેવાસી શબ્દ વપરાય ત્યારે સમજવું કે તેમની ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ હશે કે ભગવાનના હૃદયમાં તેમનું સ્થાન હશે ! ગૌતમ સ્વામીએ લોકેના મુખેથી સાંભળ્યું કે ભગવાનના અંતેવાસી દઢવી, પ્રિયધમી આનંદ શ્રાવકે પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંથારો કરે છે. તે સંથારો પણ કેવો ? મૃત્યુની આકાંક્ષા વગર, મને જલદી મૃત્યુ આવે તે સારું, એવી કઈ પણ જાતની ભાવના વગર સંથારો કર્યો છે, તેમનું શરીર કેવું કૃશ થઈ ગયું છે તે વાત આગળ આવશે. આનંદ શ્રાવકે પ્રભુ મહાવીર સ્વામીનું શરણું લઈને સંથારો કર્યો છે, એટલે તેમને બળ અને શક્તિ મળ્યા હતા. જેણે ત્રિલેકીનાથ પ્રભુનું શરણું લીધું હોય તેને શી ચિંતા હોય !
અશરણમાં વિશ્વાસ અને શરણમાં વિશ્વાસ નહિ!: આપણે આત્મા અનંતકાળથી આ સંસાર સાગરમાં ઝોલા ખાઈ રહ્યો છે. તેનું કારણ એક જ છે કે પ્રભુના શરણની અપેક્ષા રાખી નથી પણ તેની ઉપેક્ષા કરી છે અને સંસારભાવની અપેક્ષા રાખી છે. એટલું નહિ પણ ત્યાં દઢ શ્રદ્ધા પણ રાખી છે. માની લો કે તમારે બે પાંચ લાખનું જોખમ લઈને દુકાનેથી ઘેર જવું છે. તો તમે ચાલીને જશે કે ટેકસી કરશો? કઈ એ મૂર્ખ ન હોય કે જોખમ લઈને ચાલીને જાય. કઈ પણ જાતની ઓળખાણ વિના ટેકસી ડ્રાઈવર પર વિશ્વાસ રાખીને ટેકસીમાં બેસીને જશે. ત્યાં તમે અજાણયા ટેકસી ડ્રાઈવર પર કેટલે વિશ્વાસ રાખે ? વાળ કપાવવા માટે તમે હેરકટીંગ સલૂનમાં જાવ ત્યારે હજામ જે પ્રમાણે કહે તે રીતે માથું રાખવા તૈયાર થાવ છો. ત્યાં શ્રદ્ધા છે કે હજામ ધારદાર અસ્ત્રો મને વગાડશે નહિ; પણ હું તમને કહું છું કે તમે જે ટેકસી ડ્રાયવર પર વિશ્વાસ રાખીને બેઠા તે ડ્રાયવરે કંઈકના એકસીડન્ટ કર્યા છે અને તે ટેકસીમાં બેસનારના ધનમાલ અને જાન લૂંટી લીધા છે. ઘણા હજામે વાળ ક્યાવનારને લેહી કાવ્યા છે છતાં તમને તેમના પર વિશ્વાસ. મને તે તમારી દયા આવે છે. તમને ડ્રાયવર, હજામ, ડૉકટર, વકીલ, વેપારી, ઘાટી, કર આ બધામાં વિશ્વાસ અને ભગવાનના