________________
૯૬૦ ]
[ શારદા શિરમણિ તે પણ આવા રાજા બનવાનું પસંદ નહિ કરે ઠાઠમાઠ ભલે રાજશાહી મળે પણ જેની સત્તા બિલકુલ ચાલે નહિ, કોઈ આજ્ઞા માને નહિ, માન-સન્માનને બદલે અપમાન મળે તે તેવી પદવીને કોણ સમજુ હોંશિયાર માણસ સ્વીકાર કરે ? આ માનવજીવનની શોભા પિૌગલિક સંપત્તિના ઠઠારાથી નથી પણ આત્મિક વૈભવ પ્રાપ્ત કરવાથી છે.
ઈન્દ્રિયના ગુલામ નહિ બનતા ઈન્દ્રિયોને ગુલામ બનાવો ? આ ન્યાય આપણું જીવન સાથે ઘટાવવો છે. તમે પિતે તમારા જીવનના સમ્રાટ રાજા છે. આત્મા રૂપી રાજાને પાંચ ઈયેિ, મન, બુદ્ધિ, હાથપગ રૂપી રાજવૈભવ મળ્યો છે. આત્માએ આટલું સામ્રાજ્ય મેળવ્યું છે છતાં તેનું સંચાલન બરાબર ન કરી શકે, તેને ઉપયોગ કેવી રીતે કરાય તે ન સમજે. ઈન્દ્રિયે, મન તેની સત્તામાં હોવા છતાં તેનાથી ભયભીત રહે, મનને અને ઇન્દ્રિયને શુભ અધ્યવસાયમાં, આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જોડવા ઈચ્છે છે છતાં તે જોડી ન શકે અને આત્મા રૂપી રાજાની વાત સાંભળી ન સાંભળી કરીને વિષયો તરફ દોડે તો આત્માની સ્થિતિ પિતે સમ્રાટ રાજા હોવા છતાં ભિખારી જેવી જ કહેવાય ને? ભિખારી રાજા હોવા છતાં બધાથી ડર હતો કારણ કે રાજા બનવા છતાં ભિખારી વૃત્તિ તેમના મનમાંથી ગઈ ન હતી. રાજાની પદવી મળવા છતાં તેને ઉપયોગ કેવી રીતે કરે તે સમજણ ન હતી, તેથી તેના જીવનમાં રાજા બનવા છતાં રાજાને આનંદ મેળવી શક્યો નહિ પણ દુઃખી છે. આ રીતે જે આત્મા ઇન્દ્રિય અને મનથી દબાયેલું રહે છે તે પિતાના જીવનને વાસ્તવિક સમ્રાટ નથી. ખૂબ ઊંડાણથી વિચારીશું તે લાગશે કે આત્મા પોતે પિતાને ભૂલી ગયા છે. તેને પિતાની ઓળખાણ નથી તેથી મન અને ઇન્દ્રિએ તેને ગુલામ બનાવે છે. જ્યારે આત્માની ઓળખાણ થશે ત્યારે તેને પિતાની અનંત શક્તિનું ભાન થશે એટલે તે ઈન્દ્રિયોને ગુલામ નહિ બને પણ ઇન્દ્રિયોને ગુલામ બનાવશે.
જેમણે ઇન્દ્રિયોને ગુલામ બનાવી છે અને જીવનના સમ્રાટ બન્યા છે એવા ગૌતમસ્વામી વાણિજ્ય ગામમાં ગૌચરી માટે ફરી રહ્યા છે. છઠ્ઠનું પારણું છે છતાં જરા પણ ઉતાવળ નથી. નિર્દોષ ગૌચરીની ગવેષણ કરી રહ્યા છે. સુપાત્ર દાન એવું છે કે લેનાર અને દેનાર બંનેના કર્મોની નિર્જરા કરાવે છે. અસૂઝતા આહારપાણી વહોરાવવાથી જીવ ટૂકું આયુષ્ય બાંધે છે. ઠાણુગ સૂત્રમાં ત્રીજે ઠાણે બતાવ્યું છે કે ત્રણે કારણે જીવ ફૂંકું આયુષ્ય બાંધે છે. (૧) પાળે રૂવાડ્રા મા (૨) મુાં વરૂ भवइ (3) तहारुव समणं वा, माहणं वा, अफासुएणं अणेसणिज्जेणं असणं पाणं खाइम સારૂ પઢિમિત્તા મવડું | જીવહિંસા કરવાથી. ઘરમાં કીડી, મંકોડા, માંકડ થયા હેય ને દવા છંટાવે તે કેટલા ઓની હિંસા થઈ જાય. કંઈક શોખીન જીવડા ઘરના કંપાઉન્ડમાં બગીચા બનાવે, તેમાં જે લીલી વનસ્પતિ ઉગી હોય તેને સરખી રાખવા રોજ મશીન ફેરવાવે અને માને કે હવે કેવું સરસ દેખાય છે. જાણે જાજમ પાથરી ન હોય ! પણ તેને ખબર નથી કે આવા પાપ કરીને હું ક્યાં જઈશ? આવા પાપ કરવાથી તેમજ પંચેન્દ્રિય આદિ જેની હિંસા કરવાથી અલ્પ આયુષ્યને બંધ પાડે.