________________
૫૮ ]
[ શારદા શિરેમણિ बिभेषि यदि संसारात् मोक्ष प्राप्ति च कांक्षसि ।
तदिन्द्रिय जयं कर्तु, स्फोरय स्फार पौरुषम् ।। હે આત્મા ! જે તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા (ઈરછા) રાખે છે તે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવા માટે તારું પરાક્રમ ફેરવ. -
જ્ઞાની ભગવંત કહે છે કે હે આત્માઓ ! તમને સંસારનો ભય લાગે છે ? ચાર ગતિમાં થતી ભયંકર વિટંબણાઓથી હવે ત્રાસી ગયા છે ? આવા બિહામણ સંસારમાંથી મુક્ત થવાની ભાવના જાગી છે ? પાંજરામાં પૂરાયેલા સિંહને પિંજરામાંથી મુક્ત થવાની ભાવના અને એના ધમપછાડા જોયા છે ? તે છૂટવા માટે રાતદિવસ પ્રયત્ન કરે છે. સિંહની જેમ સંસારના પિંજરામાંથી મુક્ત થઈને મોક્ષમાં જવું છે?મેક્ષની અનંત ગુણ સમૃદ્ધિ, અનંત જ્ઞાન અને અનંતદર્શન મેળવવાની તમન્ના જાગી હોય તે મહાન પુરૂષાર્થ ખેડ પડશે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી કે કાળના બહાનો કાઢવાથી નહિ મળે. એ માટે આરામને હરામ કરે પડશે ને મન વચન કાયાથી પુરૂષાર્થ કરે પડશે. પાંચ ઈદ્રિ પર નિયંત્રણ કરવું પડશે.
સંસારથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય વિજયને પુરૂષાર્થ અનિવાર્ય છે. જીવ જેમ જેમ ઈન્દ્રિયને મનગમતા વિષય આપીને પિષે છે તેમ આત્મામાં દુષ્ટ-મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારે પુષ્ટ થતા જાય છે તેમ તેમ જીવ પર મેડની પકડ દઢ થતી જાય છે. પરિણામે તે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિને ભેગ બની જાય છે અને નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. ગંગા જમના જેવી હજાર નદીએ માગરમાં ઠલવાય છે છતાં સાગરને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. તે કયારે પણ કહેતો નથી કે હવે મારે જરૂર નથી, તેમ ઈન્દ્રિયો રૂપ સાગરનું તળિયું ખૂબ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવ પિતાની ઇન્દ્રિયને તૃપ્ત કરવા પગલિક વિષયો આપતે આવે છે, છતાં ઇનિદ્રએ કયારે પણ તેને ઈન્કાર કર્યો નથી. એને જેમ જેમ અનુકૂળ વિષય મળતા જાય તેમ તેમ વિષયેની અધિક ઈચ્છા કરતી રહે છે. આ ઇદ્રિને તમે કઈ સામાન્ય વસ્તુ ન સમજતાં. એ દેખાવમાં ભલે સીધીસાદી લાગતી હોય પણ એ તમને વફાદાર નથી. મેહ સમ્રાટની એ આજ્ઞાંક્તિ સેવિકાઓ છે. મેહ સમ્રાટ આ કુશળ વફાદાર સેવિકાઓ દ્વારા અનંતા જીવે પર પિતાની સત્તા ચલાવી રહ્યો છે. આત્મા પિતે સમ્રાટ હોવા છતાં ઇન્દ્રિયને ગુલામ બની ગયો છે. ઇન્દ્રિએ આત્મા પર આધિપત્યપણું જમાવી દીધું છે તેથી આત્મા સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકતું નથી. આત્મા પિતે સમ્રાટ હોવા છતાં જે ઈન્દ્રિયને ગુલામ બનીને રહે તો આનંદ કેવી રીતે મેળવી શકશે ? એક ન્યાયથી સમજીએ.
રંકમાંથી બનેલો રાજા : એક ગરીબ ભિખારી ગલીઓમાં ભીખ માંગી રહ્યો હતો. બિચારે માબાપ ! એક રોટી આપો. એમ બધાને કરગરતે હતે. પાપને ઉદય હોય ત્યારે ભીખ માંગતા બટકું રોટલે ય ન મળે. પાપના અંધકારમાં ક્યારે પુણ્યને