________________
શારદા શિરોમણિ ]
[૯૫૭ થઈ જશે. ગુરૂકૃપાને પાત્ર બની ચૂકેલા આત્માનું જીવન સુગંધથી સુવાસિત હેય. એ
જ્યાં જ્યાં વિચરે ત્યાં એના ગુણોની સુવાસ મૂકો જાય. એની સૌમ્યતા, સફળતા, કોમળતા, પ્રેમાળ મીઠા વચન બધાને આકર્ષણ કરે. બધાને અવશ્ય ગમી જાય તેવું તેનું સુમધુર આકર્ષક વ્યક્તિત્વ હેય. એ બધાનો લાડકવા બને. તે અજાતશત્રુનું જીવન જીવતા હોય. ધર્મ રહે છે ગુરૂ ભક્તના અંતરમાં, એ ફાલેફુલે છે ને ખીલે છે ગુરૂભક્તની અંતરના ઉપવનમાં, માટે આત્મસાત્ કરે ગુરૂભક્તિના ગુણને, જીવનસાત કરે ? બહુમાનના શ્વાસને, પછી ધૂલિસાત થઈ જશે અવગુણોના પહાડ, ગુરૂકૃપા વિનાનો ધર્મ એકડા વિનાના મીંડા જેવું છે, માટે જીવનમાં મેળવવા જેવું કંઈ હોય તે ગુરૂકૃપા .
પરમ ઉપકારી પૂ. ગુરૂદેવની કૃપાથી અને તેમની અમીદ્રષ્ટિથી અમારી સંયમની નાવડી સડસડાટ ચાલી રહી છે. ગુરૂદેવની કૃપા વિના જીવનમાં કાંઈ કરી શકવાની અમારામાં શક્તિ નથી. ભલે, આજે ગુરૂદેવ હાજર નથી પણ તેમના સગુણોની સુવાસથી તે તેઓ અમર છે. પૂ. ગુરૂદેવે ચીધેલા માર્ગે આગળ આગળ પ્રગતિ કરતા રહીએ. તેમના જીવનમાં જે અમૂલ્ય ગુણોનો ભંડાર હતે તે ગુણોમાંથી યત્કિંચિત ગુણેને જીવનમાં અપનાવીએ. તેમના આપેલા સદુધને જીવનમાં જડી, મનમાં મઢી, સ્વભાવમાં સજી, વિભાવને વમી જીવનમાં વણવા સભાગી બનીએ તે સાચી જન્મ શતાબ્દી ઉજવી સાર્થક ગણાય. આજે આપણે એ પરમ સૌભાગ્ય છે કે પૂ. ગુરૂદેવની જન્મ શતાબ્દી ઉજવવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું.
આ જન્મ શતાબ્દીના મંગલ પ્રસંગે આપણે ત્યાં અખંડ અઠ્ઠમની આરાધને ! કરાવી છે. ઘણું મેની સંખ્યામાં ભાઈબેને અંતરના ઉમળકાથી તે તપમાં જોડાયા છે. તપ કરનારે ઉત્સાહથી તપ કર્યા, જેનાથી તપ નથી થઈ શકે તે બધાએ તપસ્વીનું બહુમાન કરવામાં ઉદાર દિલે ધનને સદુપયોગ કર્યો છે. આ બતાવે છે કે પૂ. ગુરૂદેવના જીવનનો પ્રભાવ એ અદ્દભૂત પડે છે કે બધાને દાન કરવાનું, તપ કરવાનું મન થયું. જન્મ શતાબ્દી નિમિત્તે ૧૦૦ લોગસ્સનો કાઉસગ પણ રાખ્યો છે. તેમજ રોજ વ્રતનિયમ, જાપ આદિ ધર્મ પાનથી ત્રણ દિવસ ગાજતા રહ્યા છે. અંતમાં પૂ. ગુરૂદેવના ગુણો તે અનંતા છે. આ લેખનથી લખી શકાય નહિ. જહુવાથી બોલી શકાય નહિ. તેમને ગુણેને જીવનમાં અપનાવી તેમના ચીધેલા રાહે ચાલીએ તે સાચી જન્મ શતાબ્દી ઉજવી કહેવાય અનંત ઉપકારી સ્વ. આચાર્ય બા. બ્ર. પૂ. ગુરૂદેવના ચરણકમળમાં
કોટી કોટી વંદન. કારતક સુદ ૧૩ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૮ : તા. ૨૪-૧૧-૮૫
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! રાગદ્વેષના વિજેતા મોક્ષમાર્ગના પ્રણેતા ભગવાન ફરમાવે છે કે