________________
૫૬ ]
[ શારદા શિરમણિ પ્રભાવ જેના પર પડે તેને અપૂર્વ શાંતિ અને શીતળતાને અનુભવ થતો હતો.
પૂ. ગુરૂદેવે મને સંયમ માર્ગનું જે સચોટ, સરળ અને સચ કેટિનું જે માર્ગદર્શન આપ્યું છે તે ભભવ ભૂલી શકાય તેમ નથી. પૂ. ગુરૂદેવનો જન્મ તે ગુજરાતના નાનકડા ગામ ગલિયાણામાં થયે હતો. જન્મ થયો ત્યારે કેને ખબર હતી કે આ ચીંથરે બાંધેલું રત્ન હશે ! ક્ષત્રિય જાતિ, સ્વામીનારાયણ ધર્મ, જૈન સંતોથી સાવ અજાણ છતાં તેમની ભવિતવ્યતા જાગવાની હશે એટલે વટામણમાં ધંધા માટે આવવાનું બન્યું. વૈરાગ્ય રસથી ભરપૂર, આત્માના ભાવને જગાડતું પૂ. મહાસતીજીનું ભાવવાહી ગીત સાંભળ્યું. ખરેખર એક ગીતે તેમના આત્મામાં વૈરાગ્ય ભાવની ગૂંથણી કરી, સંયમી જીવનનો આનંદ લૂંટવાની મસ્તી પેદા કરી, તેમની અંતરવીણાના તાર ઝણઝણી ઉઠયા. છેવટે ૧૪ વર્ષની છેટી ઉંમરે પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ પાસે પ્રવર્જિત બન્યા. ભાવિના ભીતરમાં આ રત્ન જૈન શાસનમાં અને ખા તેજ પાથરવાના હશે એટલે ગુરૂદેવે તેમનું નામ બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાડયું.
* પૂ. ગુરૂદેવના જીવનમાં ક્ષપા, સરળતા, વિનય, વિવેક, નમ્રતા, ગુરૂભક્તિ, ગુરૂચરણમાં અર્પણતા આ ગુણોને તે અખૂટ ખજાને હતું. જે ગુરૂદેવ મળ્યા ન હોત તો આ જીવનનૈયા આ ભીષણ સંસારમાં ક્યાંય અથડાતી હોત. આ સંસારમાંથી ડૂબતી નૈયાને બહાર કાઢી સંયમી જીવનની અણમોલ ભેટ આપનાર, કરમાતી જીવનવાડીને અમી વર્ષોના સિંચનથી નવપલ્લવિત કરનાર, અજ્ઞાનની આલમમાં અટવાતા જીવનને જ્ઞાનનો પ્રકાશ આપનાર, મિથ્યાત્વના મહાવનમાં ભટકતી અબૂધ બાળાને સાચું માર્ગદર્શન આપનાર, સંસારના વાઘા ઉતારી સંયમના સાજ સજાવી સિદ્ધિ માર્ગના સોપાને ચઢાવનાર અનંત અનંત ઉપકારી ગુણનિધિ પૂ. ગુરુદેવના ઉપકારને કેવી રીતે ભૂલાય? આજે અરિહંત પ્રભુની ગેરહાજરીમાં ગુરૂ એ જીવનના આધાર છે.
गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः ।
गुरु साक्षात् परब्रह्म, तस्में श्री गुरवे नमः ॥ ગુરૂ એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે તેથી ગુરૂદેવને કોટી કોટી નમસ્કાર છે. ગુરૂ દ્વારા પરમ ગુરૂ એવા પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરૂની ઉપેક્ષા કરનાર ગમે તેટલી મહેનત કરે તો ય મોક્ષ મહેલમાં પ્રવેશ ન કરી શકે. સાધના ગમે તેટલી કરો પણ કેન્દ્રમાં સદ્દગુરૂ હશે તે સાધના સફળ. પૂ. ગુરૂદેવના ઉપકારોને જે સ્મરણમાં લાવીએ તે એ ઉપકાર એટલે બધો છે કે તેને બદલે કરડે ભવે પણ વાળી શકાય તેમ નથી. આટલી બધી ગુરૂની મહત્તા કેમ ગાઈ હશે તેને શાંત ચિત્તે વિચાર કરો. તેમના દિલની કૃપા મેળવવા કેટલે ભોગ આપ પડે તે સમજાવવું નહિ પડે.
જે ગુરૂદેવની કૃપાને પામે છે તેને સ્વાધ્યાય કરતા શબ્દોના અર્થો ઉકેલવા નહિ પડે. શબ્દોની પાછળ રહેલા અર્થના પ્રકાશને સાગર આપે આપ દેખાશે. બંધ આંખે પણ એ પ્રકાશ તમારા અંતરમાં એવા સીધા લીટા પાડશે કે આત્મામાં ઉઘાડ ઉધાડ