________________
૯૧૨ ]
[ શારદા શિરમણિ કરે. જેણે જીવનમાં આવી અદ્ભૂત સાધના સાધી છે તેની બીજી ગતિ પણ સુખમય બનવાની છે. મૃત્યુ આવે ત્યારે એ આત્મા, પ્રસન્નતાથી, આમા મસ્તીથી જતો હોય છે. મહાપુરૂષ અનેક ન્યાય આપીને આપણને સમજાવે છે. એક વિચારકે એક વાત રજુ કરી.
એક મકાનમાં છોકરી જેરશેરથી રડતું હતું, ચીસો પાડતે હતે. બચાવે. બચાની બૂમ પાડતે હતો. વિચારકના મનમાં વિચાર થયે કે છોકરો આટલો બધે કેમ રડતે હશે ને બૂમો પાડતો થશે ? વિચારક ત્યાં જોવા ગયા. તેમણે જોયું તો એક ગુંડા જેવો માણસ ૮-૧૦ વર્ષના છોકરાને મારીને કપડા ઉતરાવી રહ્યો હતો. છોકરે રડતે રડતે કહેતો હતો કે મારા કપડા ન ઉતરવો, છતાં મુંડા આગળ બિચારા કુલ જેવા બાળકનું શું ચાલે? ગુંડાએ તેને લૂંટ તે લૂંટ પણ એટલે સુધી કે તેના બધા કપડા ઉતારી નિર્વસ્ત્ર કરી નાંખ્યો, પછી છોકરાને ધક્કો મારીને કાઢી મૂક્યો. આ દશ્ય જોતાં વિચારકનું દિલ દ્રવી ગયું. થોડી વાર થઈ ત્યાં બીજા મકાનમાં વિચારકની નજર પડી. ત્યાં એક છોકરે હોશે હોશે કપડા ઉતારી રહ્યો હતો. કપડા ઉતારતા એ રડતો ન હતો પણ તેના મુખ ઉપર પ્રસન્નતા હતી. આ દશ્ય જોતાં તેમના મનમાં થયું કે એક છોકરી કપડા ઉતારતાં રડતે હતો જ્યારે બીજે છેક હસતા હસતા કપડા ઉતારે છે, શાથી આમ બન્યું ? બીજા છોકરાએ કપડા ઉતાર્યા પણ તેને નવા કપડા પહેરવા મળ્યા. એ નવા કપડા ખૂબ હોંશથી તેણે પહેર્યા અને હસતે હસતે તે બહાર નીકળે
હસતા હસતા કેણ જાય ? આ વાત તે નાના બાળક સમજે એવી છે પણ આપણે આ વાતમાંથી કંઈક સમજવું છે. બંને બાળકોએ કપડા ઉતાર્યા પણ ઉતારવામાં ફરક હતો. એકના કપડા ઉતારી લીધા, ઉતારવા પડયા માટે ઉતાર્યા જ્યારે બીજાએ હશે હોંશે ઉતાર્યા અને નવા વસ્ત્રો પહેરી લીધા. મહાપુરૂષે આપણને અહીં એ સમજાવે છે કે આ દુનિયામાંથી વિદાય થનારા જીવ પણ બે પ્રકારના છે. જેનો જન્મ છે તે બધાને વિદાય તે થવાનું છે. કેટલાકને વિદાય થવું પડતું હોય છે જ્યારે કેટલાક વિદાય થતા હોય છે. જેને વિદાય થવું પડતું હોય છે તે રડતા રડતા જતા હોય છે અને જે વિદાય થતા હોય છે તે હસતા હસતા જતા હોય છે. જેમણે પોતાના જીવનમાં ખૂબ સાધના, આરાધના કરીને આત્મગુણેની ખીલવણી કરી છે, બીજા ના સુખ શાંતિ માટે પિતાના સુખને ત્યાગ કર્યો છે, જડ પુદ્ગલેની બોલબાલા કરતાં જિનેશ્વરની આજ્ઞાને પ્રધાનતા આપી છે તેવા છે દુનિયામાંથી હસતા હસતા વિદાય લે છે કારણ કે તેમને જુના વો ઉતાર્યા પછી નવા વો પહેરવા મળવાના છે. આ ગતિ કરતાં બીજી સારી ગતિ મળવાની છે. તેવા આત્માને છેલ્લા સમયે ડોકટર કહે કે ભાઈ ! તું બે પાંચ મિનિટને મહેમાન છે. ભગવાનનું નામ લઈ લે, ત્યારે તે કહેશે કે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારથી મહેમાન છું. જેટલું આયુષ્ય હશે ત્યાં સુધી મહેમાન રૂપે રહેવાનું છે પછી બીજી ગતિમાં જવાનું છે, જન્મ છે તેનું મૃત્યુ તે અવશ્ય છે.