________________
[ શારદા શિરેમણિ આવવાનું બન્યું ? ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મારા જ્ઞાનદાતા ગુરૂના પગલા થયા. મારા લાયક જે સેવા હોય તે ફરમાવે.
ટીચરે વિદ્યાર્થી પાસે કરેલી રજૂઆત ટીચરે કહ્યું-નીલેશ! મારે તારું ખાસ કામ પડ્યું છે. બે મિનિટ મારે તારી સાથે વાત કરવી છે. બેલે ને સાહેબ ! જે હોય તે કહો. ભાઈ! મારી દીકરી મટી થઈ છે. તેના લગ્ન કરવા છે. તે માટે મારે પ૦૦૦ રૂા. જોઈએ છે. નીલેશ પાસે પૈસો ઘણો હતો પણ લેભય હતું, પણ ટીચરને એ તો કેવી રીતે પડાય ? એટલે સહેજ વાર વિચાર કરીને કહ્યું–સાહેબ કાલે આવજે. ભલે. તને ઠીક લાગે ને બીજાને વાત કરવી હોય તો કરજે. ટીચર તે ઘેર ગયા. નીલેશ તેની સાથે ભણતા મિનેષને ત્યાં ગયો. જઈને વાત કરી કે આપણું ટીચરની આવી દિથતિ છે. તેમણે આપણને સંસ્કાર આપ્યા છે, જ્ઞાનદાન આપ્યું છે અને સદાચારી બનાવ્યા છે માટે તેમના બાણમાંથી મુક્ત થવા માટે તેમને આવી સ્થિતિમાં મદદ તે કરવી જોઈએ તેમને ૫૦૦૦ રૂા. ની જરૂર છે. હું ૨૫૦૦ આપું અને તું ૨૫૦૦ આપે તે બંને ભેગા થઈને પ૦૦૦ રૂા. આપી શકીએ. મીનેશે કહ્યું –ભલે. આપણા ટીચર ખૂબ પ્રમાણિક છે. આપણે તેમની પાસે જ્ઞાનધન પ્રાપ્ત કર્યું છે તે હું જરૂર આપીશ. બંનેએ મળીને ટીચરને ૫૦૦૦ રૂ. આપ્યા. ટીચરે કહ્યું-લગ્ન પતી જશે અને મને મળશે ત્યારે પાછા આપી દઈશ. નિલેશ કાંઈ બોલ્યો નહિ. માસ્તરે ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા. દીકરી પરણીને સાસરે ગઈ. સાસરે બે મહિના રહીને પાછી પિયર આવી.
લોભવૃત્તિ શું નથી કરતી? : નીલેશના મનમાં થયું કે બે અઢી મહિના થયા છતાં સાહેબ તે દેખાતા નથી. પૈસા દેવા માટે એમની દાનત સારી લાગતી નથી. તે હવે તેમની પાસે જઈને વાત કરું. નીલેશ બહાર જતો હતો ત્યાં રસ્તામાં ટીચર મળી ગયા. તેમણે કહ્યું–નીલેશ ! તમારા પૈસા મારા ધ્યાનમાં છે. હું થોડા સમયમાં તને જરૂર આપી જઈશ. નીલેશ કહે-ભલે, પણ આપ ઉતાવળ રાખજે. બેટા ! મારે રાખવા નથી. તે મારો પ્રસંગ પતા તે બદલ આભાર. મનેષ તો આ બાબતમાં કોઈ વિચાર પણ કરતો નથી. પૈસાને યાદ કરતા નથી. એક મહિને થયો એટલે નીલેશને થયું કે હજુ ટીચર તે પૈસા દેવા આવ્યા નહિ, લાવ, હું તેમને ઘેર જાઉં. નીલેશને પૈસાનો કયાં તૂટો હતો છતાં લેભવૃત્તિ શું કરે છે ? તે તે સાહેબને ઘેર ગયે. જીવણભાઈ સમજી ગયા કે આ ઉઘરાણી કરવા આવ્યો છે. તેમણે કહ્યું –ભાઈ ! મારી પાસે પૈસા નથી પણ મારી પાસે એક પ્લેટ છે તે તેને લખી આપું છું ને તને છૂટો કરું છું. લેટ તો ઘણો મોટો હતે. તેની કિંમત તે ઘણી થતી હતી, છતાં કોઈ વિચાર કર્યા વિના લેટ લખી દીધે. નીલેશે એ પ્લેટ વેચી નાંખ્યો. તેને ૪૦ હજાર રૂપિયા આવ્યા. નીલેશે ટીચરને તો માત્ર ૨૫૦૦ રૂપિયા આપ્યા હતા, તેના બદલે એ લેટના તેને ૮૦ હજાર રૂ. મળ્યા. તેના મનમાં તે આનંદ છે, હર્ષને પાર નથી પણ એમ નથી થતું કે મારા ટીચરની સ્થિતિ ૫૦૦૦ રૂ. આપી શકે તેવી નથી તો હું મારા પૈસા