________________
શારદા શિરોમણિ ]
[ ૯૪૩
વનવગડામાં ફળફ્રૂટ જે કાંઈ મળે તે ખાઈને જીવન નભાવતા, છેવટમાં સ’ન્યાસી સંત દિવસમાં એક વાર ખાઈને પ્રભુ ભજનમાં લીન ખની જતા.
ત્યાગના પ્રભાવે મળેલી દિવ્ય વસ્તુઓનું દાન : રાજાના આવે ત્યાગ જોઈને દેવના મનમાં થયુ` કે રાજાનો કેટલે ત્યાગ છે! તે પ્રભુભક્તિમાં કેટલા મસ્ત છે કે તેમને ભૂખ તરસ પણ યાદ નથી આવતા. ખાવાપીવાની પણ મમતા નથી. નથી ખાવાપીવા માટે કોઈ વાસણ કે નથી સૂવા માટે કઇ વસ્ર. દેવે તેના અનુચરને હુકમ કર્યાં કે તે જે જગ્યામાં રહે છે તે જગ્યા તું સાફ્ કરી આવ. અનુચર દેવ આવીને આ સન્યાસી બેઠા છે તે જગ્યા સાફ કરે છે. ત્યાં રાજાએ ધ્યાન પાળ્યું. તેમણે કહ્યુંભાઈ! તું શા માટે આ કામ કરે છે ? દેવ કહે, મને મારા માટા દેવની આજ્ઞા છે તેથી સાફ કરવા આન્યા છું. સંન્યાસીએ કહ્યું-આપ મારા માટે ન કરશે।. મારે કોઇની સેવાની જરૂર નથી. મારું કામ હું જાતે કરીશ. આપ આવતા નહિ. દેવ તા ચાલ્યા ગયા. બીજે દિવસે દેવ ચાંદીની થાળીમાં સારા સુગંધિત સ્વાદિષ્ટ લેાજન લઇને રાજાને આપવા માટે આવ્યા. રાજા કહે–હું તે। ત્યાગી છું. મારે આવા ભાજન ન ખપે. હું તે લૂખા સૂકા આહાર કરુ., ફળફ્રૂટ જે મળે તે ખાઈને જીવન નભાવવાનું. આપ એ ભેાજત ગરીમાને ખવડાવી દો. આ રીતે રાજ સુગધિત ભાજનની થાળી આવે પણ આ સંન્યાસી લેતા નથી. રાજ ગરીને વહેંચાવી દે. આ રીતે રાજ થાળી આવે ને ગરીબેને સુગંધથી મ્હેંકતુ. ભાજન મળે. ધીમે ધીમે આ સ`ન્યાસીની પ્રશ'સા ખૂબ થવા લાગી. સંન્યાસીને મઘમઘતુ ભેાજન મળે છે છતાં પોતે ખાતા નથી ને ગરીબેને વહેંચાવી દે છે. શુ' એ ભેાજનના સ્વાદ છે! શું એની મ્હેંક છે !
સ્વાદિષ્ટ ભોજન માટે સંસાર ત્યાગ : આ ભેાજનના સ્વાદ ચાખ્યા પછી એક ખેડૂતના મનમાં થયું કે આ સંન્યાસી તા આ ભેજન ખાતા નથી, ગરીમાને વહેંચી દે છે, તે હું આ સ`ન્યાસી જેવા ત્યાગી મની જા" તે મને આ ભાજન ખાવા મળે. ભેાજનની લાલચે ત્યાગી બનવાનું મન થયું. ઘેર જઇને પટલાણીને વાત કરી કે મારે તે ત્યાગી બનવુ છે પણ જતાં પહેલાં સારામાં સારુ ભેાજન બનાવીને જમાડ. પટલાણીએ પટેલને સારું ભાવતું ભોજન બનાવીને જમાડયુ, પછી પટેલ તે ત્યાગી રાજા પાસે જઇને બેસી ગયા. બીજે દિવસે અનુચર દેવ થાળી લઈને આયેા. થાળી ત્યાગી પાસે મૂકી. ખેડૂતને ઊંડે ઊંડે એ આશા હતી કે આ ત્યાગીની જેમ મારા માટે પણ ભાતભાતના ભાજન આવશે પણ દેવે તેની પાસે ભોજનના થાળ મૂક્રયા નહિ. એટલે તેણે કહ્યું, તમે જેમ આ ત્યાગીને આપે છે તેમ મને પણ આપે ને હું પણુ ત્યાગી બન્યો છું. દેવ કહે આ તારા માટે નથી. તારા માટે તે રોટલા ને મરચુ' છે. હું તેા સેવક છું. મારા માલિક ઇન્દ્ર દેવ મને કહેશે તે હું તારા માટે સારું ભેજન લઇ આવીશ. બીજે દિવસે પણ ખેડૂત માટે તેા રોટલા ને મરચુ આવ્યુ.. ખેડૂતે તે ખાવાની ના પાડી. તેણે કહ્યુ -મે' પણ આ રાજાની જેમ બધા ત્યાગ કરીને સંન્યાસ