________________
શારદા શિરામણ ]
[ ૯૪૧
સાંજે હલવા ખાવા મળશે. પેટમાં તે જરાય ભૂખ નથી હુલવે ભાવે છે ખૂબ પણ પેટમાં સમાય એમ નથી, મડ઼ેમાનને સાંજે ખાવાનું જરાય મન ન હતું પણ હલવા સાંભળીને ખાવાનું મન થયું'. એ તેા ઉઠયા. માં ધેયુ' ને પછી વેપારીને કહ્યું-હું એ કલાક ગામમાં ફરીને આવુ છુ. થેડુ' ફરી આવું તે ખાધુ' પચે ને સાંજે હલવા ખવાય. એ ભાવથી ફરવા ગયા. પેટમાં જગ્યા થાય તા હલવા ખાવાની મઝા આવે ને
શે! દોઢ બે કલાક ફરીને આવ્યા પછી સાંજે જમવા બેઠા. ભાણામાં તે। દાળ, ભાત ને પૂરી આવ્યા. મહેમાન તા કઈ ખાતા નથી. આ ખાઉં તેા પછી હલવા ન ખવાય. તેમના મનમાં એમ કે હમણાં હુલવેા આવશે પણ હલવા બન્યા જ હતા કયાં કે એમના ભાણામાં આવે ! મને હલવા આપે। એમ તે કહેવાય નહિ, દાળ, ભાત બધુ... આવી ગયું પણ હલવા ન આન્યા. હવે તે જમીને ઉભા થવાનું હતું. હલવા ખાવાની લાલચમાં ખીજું પણ ન જમ્યા. રાત્રે વાતવાતમાં ખબર પડી કે હલવા એટલે સવારની રસોઈ ખૂબ વધી છે તે સાંજે હલાવી દે એટલે ચલાવે! કાઠીયાવાડી ભાષામાં ચલાવા ને બદલે હલાવેા કહે. કલ્પનાના હલવાએ દાળ ભાતની મઝા મારી નાંખી, કલ્પનાના નફાએ વેપારીને રડાવ્યે. આ બધામાં જે સુખ હોય તે! દુઃખ કયારેય આવે નહિ પણ આ સુખની પાછળ દુઃખ ઊભુ` છે. આત્માએ બાહ્ય પદાર્થાંમાં રસ ઘણા કેળવ્યેા છે. નથી મેળવ્યે આત્મસાધનાના રસ.
ભોગ અને ભોજન મળ્યા ભવેાભવમાં, ત્યાગ અને સયમ મળ્યા આ ભવમાં; મનને મનાવીને હવે તૈયાર કરી લે, ભવપાર કરી લે,
મુક્તિ તણાં સ્વપ્ના જોયા ઘણા ભવમાં, હવે આ ભવે સ્વપ્ના સાકાર કરી લે.
ભાગ અને ભાજન તે જીવ જ્યાં ગયા ત્યાં મેળવ્યા હતા. ત્યાગ અને સંયમ તે આ ભવમાં મળ્યા છે, માટે આરાધના કરી લે. આનંદ શ્રાવકે કેટલી આરાધના કરી. અદ્ભૂત આરાધનાના બળે એમને અવિધજ્ઞાન થયું. તે તે આત્મમસ્તીમાં ઝુલી રહ્યા છે. તે સમયે કેવા સપ્ટેાગ મળ્યા ! તે કાળ અને તે સમયે એટલે ચાથા આરામાં વાણિજય ગામમાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયુ' છે તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા ધર્મદેશના આપતા આપતા વાણિય ગામની બહાર વ્રુતિપલાશ ઉદ્યાનમાં પધાર્યાં. જ્યાં તીર્થંકર ભગવાનના પુનિત પગલા થાય ત્યાં શું આકી રહે ? ગામની જનતાને ભગવાન પધાર્યાંના સમાચાર મળ્યા એટલે ખવા ભગવાનના દન કરવા અને તેમની દ્વિશ્ય દેશના સાંભળવા ગયા. જીવના મહાન અહેાભાગ્ય હોય ત્યારે તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા મળે. ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને
અનુલક્ષીને દેશના આપી. તીર્થંકર ભગવાનની દેશનાના પ્રભાવ એવા છે કે જીવા કઇક ને કંઇક પામીને જાય. કાઈ સવિરતિ ખને, કોઈ દેશવિરતિ અને, કોઈ સમકિતી અને પણ કંઈક મેળવીને જાય. જેટલા અને તેટલા ત્યાગમાં આવે. ત્યાગ વિના ભવસાગર તરાય નહિં. ત્યાગ વિના ત્રિકાળી ખનાય નહિ. જીવનમાં ત્યાગની અવશ્ય જરૂર છે.