________________
૯૫૦ |
[ શારદા શિરમણિ जो पुनरत्तावरत्त काले, संपिक्खए अप्पगमप्पएणं । "किं में कडं ? किं च मे किच्वसेस ? किं सक्कणिज्जं न समायरामि ॥
ગુલિકા વર્ગ-૨ ગા.૧૨ સાધક રાત્રીના પહેલા પ્રહરમાં અને પાછલા પ્રહરમાં ધ્યાન કરીને એ વિચારણું કરે કે મેં આજે શું કર્યું છે ? મારે શું કરવાનું બાકી છે ? મારાથી થઈ શકે તેવું હોવા છતાં મેં શું નથી આચર્યું ? આ રીતે આત્મનિરીક્ષણ કરે. આ વિચારણા સંસારની નથી કરવાની પણ આત્મા માટે કરવાની છે. અનાદિકાળથી જીવે પરની વિચારણા કરી છે. પર પદાર્થોની પળોજણમાં આત્મા પિતાને ભૂલી ગયો છે.
ગૌતમ સ્વામીએ બીજા પ્રહરે પાન કર્યું. “અતુ, ” શીવ્રતારહિત એટલે ઉતાવળથી નહિ પણ ધૈર્યતાપૂર્વક, ચપળતા રહિત, શાંત ચિત્તથી મુખવસ્ત્રિકા, પાત્રો અને વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું. અહીં શાસ્ત્રકાર એ બતાવે છે કે ગૌતમ સ્વામી છઠ્ઠ છઠ્ઠુંના પારણા કરતા હતા છતાં સંયમી જીવનની દૈનિક કિયા સ્થિરતા અને વૈર્યતાપૂર્વક કરતા હતા. તેમાં જરા પણ ઉતાવળ કરતા નહિ. ચપળતા અને ગભરાટ વિના શાંત ચિત્ત બધું કરતા હતા. પારાયું હોવા છતાં આહાર કરવાની ઉતાવળ નહિ. ભગવાને સાધકને કહ્યું છે કે હું મારા સાધકો ! વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ આદિનું પ્રતિલેખન ખૂબ જતનાપૂર્વક કરજે. પડિલેહણ કરતા પહેલા ગુરૂદેવની ડેરાની આજ્ઞા લઈને પછી કરવાનું. પડિલેહણ કરતાં બોલાય નહિ. જે ભગવાનની આજ્ઞા પ્રમાણે આત્મા તે તે કલ્યાણ દૂર નથી. જતના પૂર્વક પડિલેહણ કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોને ખપાવે છે. પડિલેહણ કર્યા બાદ ગૌતમ સ્વામીને ત્રીજા પ્રહરે ગૌચરી જવું છે તેથી હવે ભગવાન પાસે આજ્ઞા લેવા જશે ને શું બનશે તે અવસરે. કારતક સુદ ૧૧ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૦૭ : તા. ૨૨-૧૧-૮૫ સ્વ. આચાર્ય. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની
જન્મ શતાબ્દી દિન.” અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત, આગમ વચનની શક્તિ અલૌકિક છે. દષ્ટિમાંથી વિષને લાવારસ એકતા ચંડકૌશિકને શાંત કેણે બનાવે ? અભિમાનના આભલે ચઢેલા ઈ-દ્રભૂતિને પરમ વિનયી અને દ્વાદશાંગીના પ્રણેતા કોણે બનાવ્યા ? અહીં જરૂર કહેવું પડશે કે આગમના વચને. આત્માને મહાત્મા અને પરમાત્મા બનાવનાર જિનવચન છે. અંધકારભર્યા માર્ગમાં મુસાફરી કરનાર માનવી બેટરી સાથે રાખે છે કારણ કે પગમાં કાંટો વાગવાને કે ખાડામાં પડવાને ભય દૂર કરવા તે બેટરીને ખૂબ મહત્વનું સાધન સમજે છે. તે રીતે આગમ જ્ઞાનની બેટરીની જરૂર છે. જે આ બેટરી પાસે ન હોય તો અજ્ઞાનના ખાડામાં પગ પડી જાય, રાગના કાંટા પગને આરપાર વીંધી નાખે, મિથ્યાત્વના પથ્થર સાથે અથડાઈ ન જવાય માટે