________________
શારદા શિરામણ ]
[૫૩
તેા તેની આંખ ખુલી ગઈ. તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. તે નારદમુનિના શિષ્ય બની ગયા. સમય જતાં તે વાલ્મિકી ઋષિ બની ગયા. આ બધા પ્રતાપ ગુરૂદેવ નારદ ઋષિના હતા. પરદેશી રાજાનું જીવન કેટલુ અસ'સ્કારી, અણુધડ અને હિંસામય હતું! એક વાર ગુરૂ કેશીસ્વામીનેા સમાગમ થયો તે તેમનુ પાપમય જીવન પવિત્ર અની ગયું. ગુરૂદેવે તેમને સંસ્કારી બનાવ્યા. તેમનું ઘડતર એવુ' ઘડયું કે પેાતાની પત્નીએ પેાતાને ઝેર આપ્યું છતાં તેના પર રોષ કે ક્રોધ ન કર્યાં. તેના દોષ ન જોયા પણ કર્માંના ઉદય માનીને કેવી અપૂર્વ ક્ષમા રાખી શકયા ! ગુરૂદેવ શિષ્યના જીવનની કાયાપલટ કરે છે.
સાચા ગુરૂ તે છે કે જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે. કયારેક શિષ્ય ભૂલ કરે તા ગુરૂ તેને પ્રાયશ્ચિત આપી તેને સાચું સમજાવી તેના આત્માની શુદ્ધિ કરાવે છે. પરદેશી રાજા ત્રીજુ નમાથુણું ખોલતાં શુ કહે છે અહે। હે ગુરૂ ભગવંત ! આપ જો મને મળ્યા ન હેાત તે! મારી કઈ ગતિ થાત ? આજે આ ઉપસમાં પણ મને જે ક્ષમા રહી છે તે મારી નથી પણ તમારી છે ! આ પાવર તમારે છે. તમારા ઘરમાં જે લાઈટ ઝળહળે છે તે શાથી ? પાવર હાઉસ સાથે કનેકશન જોડેલુ તા ગમે તેટલા દૂર હશેા તેા પણ લાઈટ ઝળહળી ઉઠશે, અને પાવર હાઉસની બાજુમાં ઝૂંપડી હશે પણ કનેકશન જોડેલું નહિ હાય તે। બાજુમાં વસવા છતાં અંધારું રહેવાનુ છે, તેમ પૂ. ગુરૂદેવની આજ્ઞા, તેમની શિખામણુ સાથે જ કનેકશન જોયુ હશે તે આપણું જીવન ઝળહળી ઉઠશે. અને કનેકશન જોયું નહિ હાય તેા તેમની સાનિધ્યમાં વસવા છતાં આ જીવન રૂપી ઝૂંપડીમાં અંધારું રહેવાનું છે. આવા ગુરૂદેવના અનંત અનંત ઉપકારો છે. અનંત અન ́ત ઉપકાર હૈ ગુરૂજી તુમ્હારા, હૈ। ગુરૂજી તુમ્હારા.... દીભ્રમ હાકર ભટક રહી થી પાયા શરણુ તુમ્હારા....અનંત
જે ગુરૂદેવે અમારી સંસારમાં ડૂબતી નૈયાને કિનારે લાવી સયમના સાગરમાં તરતી કરી છે તે ગુરૂદેવના ઉપકારાને કેવી રીતે ભૂલાય ? માતાપિતાના, શેઠના ઉપકાર આ ભવ પૂરતા છે પણ ગુરૂદેવના ઉપકાર તા ભવેાભવ પૂરા છે. માતાપિતા તે માત્ર જીવન આપે છે જ્યારે ગુરૂદેવ તેા સુંદર રીતથી જીવન જીવવાની કળા શીખવાડે છે. પણ આ બધા ભાવ જીવનમાં આવે કયારે ? શિષ્યમાં વિનય ગુણુ હાય તેા. જે શિષ્યમાં વિનયના ગુણ પ્રધાન છે તેનામાં નિરહંકારતા, નમ્રતા, મૃદુતા, સરળતા, સેવાભક્તિ અને સમર્પણુભાવ આવે છે. વિનયથી પ્રીતિ, શાસ્ત્રજ્ઞાન અને જલ્દીથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. વિનય એ શિષ્યના જીવન મહેલના પાયા છે. જો તેના જીવન મહેલના વિનયના પાયા મજબૂત છે તે તેનામાં સેવા, દયા, ક્ષમા, સમતા આદિ સદ્ગુણા આવવાના છે. કહ્યું છે કે “ વિજ્ઞચાયતષ ગુળઃ સર્વે' સમસ્ત ગુણા વિનયને આધીન છે. વિનયથી માનવી સંસારમાં પણ લેાકપ્રિય બની જાય છે. વિનયનું મહત્ત્વ બતાવતા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે