________________
શારદા શિરમણિ ]
[૯૫૧ જ્ઞાનને દીપક સાથે રાખો. આત્મા પર પથરાયેલી અનંતકર્મોની જાળની રચના જાણ્યા વિના કર્મના બંધનો કેવી રીતે તેડી શકશે ? જે સમ્યક જ્ઞાનનો દીપક પાસે નહિ હોય તે કર્મની જાળમાં અટવાઈ જશો, માટે આગમાનની ખૂબ આવશ્યકતા છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આગામે આપણને માર્ગદર્શન આપ્યું છે. આધ્યાત્મિક નાની મોટી બધી પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે વાત આગામે આપણને સ્પષ્ટ અને સુંદર બતાવી છે.
આપણા અધિકારમાં ગૌતમ સ્વામીની વાત ચાલે છે. ગૌતમસ્વામીએ છના પારણાના દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય પછી બીજા પ્રહરે ધ્યાન કર્યું. ત્યાર બાદ પાત્રનું અને વસ્ત્રોનું પડિલેહણ કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા. જઈને ત્રણ વાર તિકખુતોને પાઠ ભણી વંદન નમસ્કાર કર્યા. ગૌતમ સ્વામીમાં વિનયન ગુણ કેટલે અદ્દભૂત ને અજોડ છે. કહ્યું છે કે “સારણ રોહા વિકg gવત્તિ” શિષ્યની શોભા વિનય પ્રવૃત્તિમાં છે. ગુરૂની આજ્ઞાનું શ્રદ્ધા, ભક્તિ અને વિનયની સાથે પાલન કરવું એ શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. ગુરૂ શિષ્યની ઉન્નતિ, હિત અને તેના કર્તવ્યનું ખૂબ ધ્યાન રાખે છે. ગુરૂના દિલમાં શિષ્ય માટે ઉચ્ચ ભાવના, ઉચ્ચ આશય અને તેના જીવન નિર્માણની તમન્ના હોય છે. જીવનમાં ગુરૂનું સ્થાન બહુ મહત્ત્વનું છે.
રામાયણમાં એક વાત આવે છે. મહારાજા દશરથના મનમાં એ ઈચ્છા થઈ કે હું મારા મોટા પુત્ર રામને રાજગાદી સંપીને મારું જીવન તપ અને સંયમની સાધનામાં વીતાવું. તેમની આ ભાવના ખૂબ પવિત્ર હતી પણ કુળપરંપરા એ હતી કે રાજાના મૃત્યુ બાદ તેમના મોટા પુત્રનો રાજ્યાભિષેક કરીને તેને રાજા બનાવાય. આ કુળ પરંપરામાં પરિવર્તન તેમના કુળગુરૂની રજા વિના થાય નહિ. તેમના કુળગુરૂ વશિષ્ઠ ઋષિ હતા. દશરથ રાજાએ કુળગુરૂ વશિષ્ઠને બોલાવી તેમની આ સમસ્યા રજુ કરી. કેટલો વિચાર કર્યા બાદ વશિષ્ઠ ઋષિએ કહ્યું-કે ચાર વર્ણ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, મુદ્ર અને પાંચમા બ્રાહ્મણ ગુરૂવર્ગને જો આ વાત સારી લાગે તે આપ રામને રાજતિલક કરીને રાજા બનાવી શકે છે. દરેક ધર્મમાં ગુરૂનું સ્થાન તો આગળ છે. અહીં આ વાતમાં એ બતાવે છે કે જે ગુરૂને આ વાત ગમે તે પછી કાર્ય કરવામાં વાંધો નહિ. ગુરૂ જે કહે તે બધે આગળ પાછળનો વિચાર કરીને કહે.
આજનો દિવસ પણ અમારા પરમ ઉપકારી, જીવન રથના સારથી શાસનના ચમકતા સિતારા રૂ. આચાર્ય બ્રા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ગુણગાથા ગાવાને પવિત્ર દિવસ છે. પૂ. ગુરૂદેવને જન્મ થયા આજે સે વર્ષો પૂરા થયા એટલે જન્મ શતાબ્દી મહાન દિવસ છે. આ પૃથ્વીના પટ ઉપર અનેક જીવે જન્મે છે ને મરે છે પણ દુનિયા તેમને યાદ કરે છે, તેમના ગુણ ગાય છે કે જેમને જીવન જીવતાં આવડયું છે. તેઓ જીવન જીવી ગયા અને આપણને જીવન જીવવાની કળા શીખવાડતા ગયા તે તેમના ગુણેની સૌરભ આજે પણ મહેકી રહી છે. આજે અમે પૂ. ગુરૂદેવને યાદ કરી તેમના ગુણોનું સમરણ કરીએ છીએ કારણ કે તેમને મારા