________________
૯૪૦ ]
[ શારદા શિરેમણિ નથી પણ ચેતન આત્માને છે. જેમ કાચના ટુકડા પર સૂર્યના કિરણો પડે ત્યારે એ ખૂબ ઝગમગે છે પણ સૂર્ય આથમી જાય પછી એ ટુકડાને અંધારામાં મૂકો તે નહિ. ચમકે, કારણ કે એને પ્રકાશ પિતાને નથી પણ બહારથી આવેલો છે હીરા અને મણિને પ્રકાશ પિતાને છે. તે તે રાતમાં પણ ચમકે છે. તમારે આનંદ પરપ્રકાશિત છે કે સ્વપ્રકાશિત? તમારો આનંદ કાચના ટુકડા જે ક્ષણિક તો નથી ને? સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણી ક્યાં ને ક્યાં સુધી પથરાએલું દેખાય છે પણ એ પાણીને વિસ્તાર અલ્પ સમય પૂરત હોય છે. થોડી વાર પહેલાં જ્યાં પાણી દેખાતું હતું ત્યાં થોડી વાર પછી રેતી દેખાવા લાગે છે તેમ તમારો આનંદ, પ્રસન્નતા ક્ષણિક છે. જ્યારે વીતરાગી સંતેનો આનંદ, પ્રસન્નતા ચિરસ્થાયી છે. તેમના મુખ પર જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા દેખાય.
પહેલા જૂનું એક ગીત બેલાતું હતું તેમાં બધા બેલતા હતા કે “સાધુ તે સુખિયા ઘણું, દુખિયા નહિ લવલેશ.” સાધુ તે સદાય સુખી હોય છે. તેમને દુઃખને અંશ પણ નથી. સંતે સુખી શાથી છે? તમે જેમાં સુખ માને છે એ બાહ્ય સમૃદ્ધિ, બધી ઉપાધિઓ તેમણે છેડી દીધી છે, માટે તેઓ સુખી છે. આ વાત તમને બરાબર લાગે છે? બાહ્ય સમૃદ્ધિ તમને ઉપાધિ રૂપ લાગે છે કે સુખરૂપ લાગે છે? બાહ્ય સમૃદ્ધિથી મળતા આનંદ ક્ષણિક છે. એ આનંદ ક્યારે શેકમાં ફેરવાઈ જશે તની ખબર નથી. માની લે કે કઈ વેપારીએ ઓછા ભાવે માલ લીધે, પછી ભાવ ખૂબ વધ્યો એટલે માલ વેચી દીધે ને સારે નફે મેળવ્યો. એને તે ખૂબ આનંદ
. થોડા દિવસ પછી જે ભાવે માલ વે એના ડબલ ભાવ થઈ ગયા, તેથી વેપારીનું મુખ ઉદાસ થઈ ગયું. કેમ? કલ્પનાને નફે એને દુઃખી કરી રહ્યો છે.
એક વેપારીને ત્યાં મહેમાન આવ્યા. તેમની સારી રીતે આગતાસ્વાગતા કરી સારા સારા મિષ્ટાન્ન બનાવી પ્રેમથી ખૂબ આગ્રહ કરીને જમાડયા. મિષ્ટાન્ન જમે એટલે ઊંધ આવે. હલકે ખેરાક માપસર ખાધે હોય તે સ્વાધ્યાય, ધ્યાન, કામકાજ કરવામાં તિ રહે. મહેમાન જમીને ઊંઘી ગયા. બે કલાક થયા તે ય પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. માદક આહાર જીવને પ્રમાદી બનાવે છે. પ્રમાદ આવે એટલે પતન કરાવે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કેટલીવાર ટકેર કરી. “સમયે ગેમ મા પમાયએ. ” હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કરીશ. આ સૂત્રથી આપણે બધાએ પ્રમાદ દૂર કરીને જાગૃત બનવાનું છે.
કપનાને હલવો : પેલા મહેમાન તે પલંગમાં સૂતા છે. ત્યાં શેઠાણી શેઠને પૂછવા આવ્યા કે મહેમાન રહેવાના હોય તે સાંજે શું રસોઈ બનાવીએ ? શેઠાણીએ ધીમે રહીને કહ્યું-દૂધપાક, પુરી, દાળ, ભાત બધું ઘણું વધ્યું છે. દાળ-ભાત ગરમ કરી દઈશું પણ બીજું શું કરીએ? શેઠે કહ્યું-હલ. બીજી કોઈ જરૂર નથી. મહેમાને સૂતા સૂતા હલ શબ્દ સાંભળ્યો. સાંભળીને તે ખુશ ખુશ થઈ ગયા. વાહ...વાહ! આજે