________________
શારદા શિરમણિ ]
[૯૪૭ તે પાપ કરવા જવાના નથી. જેટલી વાર સામાયિકમાં બેસે તેટલી વાર પાપની ક્રિયા તે અટકી ગઈ. જેમ જેમ સમજણ આવશે તેમ તેમ તે દોષ ઓછા લગાડશે. દીપક પવનથી બૂઝાઈ ન જાય માટે તેને પવનથી દૂર રાખે છે પણ એ દીપકને પવનથી કયાં સુધી સાચવ પડે છે ? જ્યાં સુધી એ પ્રચંડ અગ્નિના રૂપમાં પ્રગટ થતું નથી. જેવું અગ્નિએ પ્રચંડ રૂપ ધારણ કર્યું પછી તે પવન તે શું કે વંટોળિયો ફૂંકાય, તે પણ એ અગ્નિને બૂઝવી શકતો નથી. બૂઝવવાની વાત તો બાજુમાં રહી પણ એ પવન અગ્નિને વધુ ને વધુ પ્રજ્વલિત કરે છે.
આ રીતે હજુ જેની આરાધના દીપક સમાન છે તેને પવન સમાન સામાન્ય નિમિત્ત મળતાં અથવા કઈ છડાઈભર્યા શબ્દો કહે અને આરાધના કરતા તેને તોડી પાડવાના શબ્દ બોલે તે એને આરાધનાને દીપક બુઝાઈ જાય છે. જેમ કેઈ દાન દેતા હોય તે તેને કહે કે દાન દઈને શું કરવું છે? તેને દાન દેતા કે તો પછી દાન દેનાર દાન દેતા અટકી જાય. જે જીવને આરાધના પિતાના જીવન ધન સમાન વહાલી છે તેની રગેરગમાં આરાધના પ્રત્યે શ્રદ્ધા છે. જેની આરાધના દીપકમાંથી પ્રચંડ અગ્નિ સમાન આગળ વધી છે તેની પાસે વંટોળ સમાન કેઈ કઠોર કે કડક ખરાબ શબ્દો બોલે, કષ્ટ આપે તે પણ તેની શ્રદ્ધા તૂટતી નથી પણ વધુ ને વધુ મજબૂત થાય છે અને આરાધનામાં આગળ વધે છે પણ જેની આટલી શ્રદ્ધા નથી તે તે સામાન્ય અશુભ નિમિત્ત મળતાં આરાધનામાં આગળ વધવાને બદલે કયારેક આરાધનાને છોડી દે છે, માટે સામી વ્યક્તિની આરાધનામાં જેમ આવે, આગળ પ્રગતિ થાય તેવું બેલને પણ આરાધનાથી પીછેહઠ થાય એવું કયારે પણ ન બેલશે. કોઈ પણ ધર્મ ક્રિયામાં ઉત્કૃષ્ટ ભાવે, ઊંચા વિચાર રાખજે તમારી નજર સામે બે ભય રાખજે. એક ભવને ભય અને બીજે પાપનો ભય. જેને ભવને ભય લાગે તેને પાપને ભય લાગે પણ હજુ જીવને ભવને ભય લાગે નથી. તમે ૫૦, હજારનું જોખમ લઈને ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે રાતને સમય હોય છતાં ઝોકા કે ઊંઘ આવે ખરી ? ના..ના ત્યાં તે ઊંઘ ઊડી જાય અને દિવસે માળા ગણતાં ઝોકા કેમ આવે ? ધન વહાલું છે એટલે ધર્મ વહાલે લાગ્યો નથી.
ધનની સુરક્ષા માટે દિનભર ખેડેલે પગપાળા પ્રવાસ: જે જમાનામાં વાહનવ્યવહાર ન હતા તે સમયની વાત છે. બે મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલમાં ચેર લૂટારાને ભય ઘણે હતે. જંગલ ખૂબ લાંબુ હતું. બંને પૂર ઝડપે ચાલી રહ્યા હતા. સવારથી સાંજ સુધી ચાલ્યા. રાત પડી ગઈ પાસે જોખમ ઘણું હતું. રાતના એક ઝાડ નીચે સૂતા. બંનેએ નકકી કર્યું કે આપણે વારાફરતી જાગવું ને જેમની રક્ષા કરવી. આ રીતે બંનેએ રાત પસાર કરી. સવાર પડતાં ચાલવાનું શરૂ કર્યું. આ વિસ્તારમાં ચેરને ભય વધુ હતું એટલે ખૂબ ઝડપથી ચાલવા લાગ્યા. બંનેની પાસે નાસ્તાને ડબ્બા સાથે હતે છતાં ખાધા પીધા વિના ભૂખ્યા ને તરસ્યા ચાલ ચાલ કર્યું ! શું તેમને ભૂખ-તરસ લાગી નહિ હોય ? લાગે પણ પાછળ લૂંટાવાને ભય છે.