________________
૯૪૬ ]
[ શારદા શિરેમણિ આ બોકસર જીત્યા છે તેને ૩ લાખ રૂ. નું ઈનામ લાગ્યું છે આ બોકસરના ખૂબ સન્માન થયા. તેના પર ચારે બાજુથી અભિનંદનના તાર આવવા લાગ્યા. એક ભાઈએ પિપરમાં આ સમાચાર વાંચ્યા કે બેકસરને ૩ લાખનું ઈનામ લાગ્યું છે તેથી તે કસર પાસે ગયે. જઈને તેમને કહ્યું- સાહેબ! મારે તમને મળવું છે. બેકરે કહ્યું- ભાઈ! તારે શું કામ છે ? મેં આજે છાપામાં આપને ફેટો જોયો અને વાંચ્યું કે આપને ૩ લાખ રૂ. નું ઈનામ લાગ્યું છે, તેથી હું આપની પાસે એક નાનકડી માંગણી કરવા આવ્યું છું. મારે એક જ દીકરી છે. તેને કેન્સર થયું છે. તે મરવાની અણી પર છે. ડોકટરે કહ્યું કે જે આ છોકરીને તરત ટીમેન્ટ મળે તે બચી જાય તેમ છે પણ તે માટે રૂ. ૩૦૦૦ જોઈશે. ભાઈ મારી પાસે તે દવા લાવવાના પૈસા નથી, આપને ઈનામમાં ૩ લાખ રૂ. મળ્યા છે તે મને ૩૦૦૦ રૂ આપ તે મારી દીકરી બચી જાય. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની છે. આપ કૃપા કરીને મને ૩૦૦૦ રૂ. આપે.
મારા પૈસા પડી ગયા નથી પણ સફળ થયા છે : બોકસરને વિચાર થયે કે મને ૩ લાખ રૂ. મળ્યા છે, આ ભાઈ બિચારો રડે છે. તેને ૩૦૦૦ રૂ આપવાથી જે છોકરી બચી જતી હોય તે મને મહાન લાભ થશે. બોકસરે તેને ૩૦૦૦ રૂ. આપી દીધા. ત્યાં ઊભેલા બધા માણસોએ આ જોયું કે પેલે ભાઈ ૩૦૦૦ રૂ. લઈ ગયો. બીજે દિવસે ખબર પડી કે પિલે માણસ બનાવટી ઢંગી હતે. છેકરીને કેન્સર થયું નથી. તે બનાવટ કરીને પૈસા લઈ ગયે છે. એક માણસે કહ્યું- સાહેબ ! તમે છેતરાઈ ગયા. તમારા પૈસા પડી ગયા. ભાઈ ! પડી ગયા એટલે શું ? બનાવટી માણસ આવીને તમને લૂંટી ગયે. તેની છોકરીને કેન્સર નથી. આ વાત સાંભળી છતાં બોકસરને જરા પણ દુઃખ ન થયું કે ખેદ ન થયું. તેમણે કહ્યું- મારા પૈસા પડી ગયા નથી. તમે એમ માને છે કે એ છોકરીને જે કેન્સર હેત તે મારા પૈસા સફળ થાત ? મેં તે ભાઈને ૩૦૦૦ રૂ. આપ્યા; કદાચ છોકરીને કેન્સર હેત તે જીવત કે ન જીવત તેને વિમે હતે પણ તેને કેન્સર નથી. આ સમાચાર સાંભળીને મને અપૂર્વ આનંદ થયે છે. ૩૦૦૦ રૂ. તે કદાચ આપેલા પાછા આવી શકત પણ એની છોકરીને જે કેન્સર હેત અને મરી ગઈ હોત તે તેણી તેને પાછી કયાં મળવાની હતી ? તેથી ભાઈ ! મારા પૈસા પડી ગયા નથી પણ સફળ થયા છે. હવે કહેવા આવનાર ભાઈ શું બોલે ? બેકસરના દિલમાં બીજા પ્રત્યે કેટલી કમળતા, સહાનુભૂતિ હશે ત્યારે આવા શબ્દો બોલાયા હશે ! જેનું દિલ સાવ તુરછ અને શુદ્ર હોય તેને આવા ભાવ આવે નહિ.
આરાધના એટલે પ્રચંડ અગ્નિની જવલંત ત ઃ જ્ઞાની કહે છે કે જી આરાધના ઘણી કરે છે પણ કંઈક છે બોલે છે કે આરાધના કરી પણ પડી ગઈ. સામાયિક, પૌષધ આદિ ધર્મક્રિયાઓ કરીએ પણ ચિત્ત સ્થિર રહેતું નથી તેથી બધું નિષ્ફળ જાય. દેવાનુપ્રિયે ! એ વિચાર ન કરશે. માને કે તમે સામાયિક કરી. સામાયિક ૩૨ દોષ ટાળીને કરવી જોઈએ છતાં કદાચ કોઈ દોષ લાગે તે પણ કાયાથી