________________
૯૪૪]
[ શારદા શિરમણિ લીધે છે માટે મને પણ આ ત્યાગીની જેમ બધું જાતજાતનું સુગંધિત ભેજન મળવું જોઈએ. દેવે કહ્યું–જેનો જેવો ત્યાગ હેય તેવું ફળ મળે છે. રાજાએ જે ત્યાગ કર્યો છે તે માત્ર આત્મકલ્યાણ માટે કર્યો છે અને અત્યારે છોડ્યા પછી જે મળે છે એને પણ ત્યાગ કરે છે, જ્યારે તમે સુગંધથી મઘમઘતા ભેજન માટે, ખાવાની લાલચે બધું છેડયું છે. જ્યાં વાસ્તવિક ત્યાગ હોય, સાચે વૈરાગ્ય હોય એની સામે આવી બનાવટ શા કામની? રાજા સંપત્તિ વૈભવના ખડકલા પર બેઠા હતા છતાં જીવનમાં ત્યાગ માર્ગ અપનાવ્યું. તે સાચા ત્યાગી બની ગયા.
ભગવાનની દેશના સાંભળી બધાને અપૂર્વ આનંદ થયે. યથાશક્તિ વ્રત નિયમ આદર્યા, પછી જેવી રીતે પરિષદ આવી હતી તેવી રીતે પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સૌથી વડેરા શિષ્ય ગૌતમસ્વામી ઇન્દ્રભૂતિ નામના અણુગાર ભગવાનની સાથે વિચરી રહ્યા હતા. ગૌતમસ્વામી ભગવાનના પ્રથમ ગણધર અને ૧૪૦૦૦ શિષોમાં સૌથી વડેરા સંત હતા. તેમનામાં વિનય, સરળતા, અર્પણતા આદિ ગુણે અજોડ હતા. ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર હોવા છતાં હંમેશા નાના બાળકની જેમ ભગવાનને પ્રશ્નો પૂછતા પણ કયારેય પિતે ઉપયોગ મૂકતા નહિ. આવા ગૌતમ સ્વામી કેવા હતા તેનું શાસ્ત્રકાર વર્ણન કરતાં કહે છે કે તેમના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. તેમનું નામ ઈદ્રભૂતિ હતું પણ તેમનું ગોત્ર ગૌતમ હતું એટલે ગોત્રના નામથી ગૌતમ નામ પ્રસિદ્ધ થયું છે. ભગવાને પણ તેમને હું ગૌતમ, એ શબ્દ દ્વારા સંબોધન કર્યું છે ગૌતમસ્વામીને છ સંઘયણમાં સર્વ શ્રેષ્ઠ વાષભનારા સંઘયણું હતું. સંઘયણ એટલે શરીરની મજબૂતાઈ. છ સંઠણમાં સર્વશ્રેષ્ઠ સમચરિસ સંઠાણ હતું. સંડાણ એટલે શરીરની રચના. સમચઉરસ સંસ્થાન એટલે માથાથી લઈને પગ સુધી સમસ્ત અંગે એકબીજાને અનુરૂપ અને સુંદર હોય. હજુ ગૌતમ સ્વામીને આમાં કેવા ગુણેથી સુશોભિત હવે તે ભાવ અવસરે. કારતક સુદ ૧૦ ને ગુરૂવાર : વ્યાખ્યાન - ૧૦૬ : તા, ૨૧-૧૧-૮૫
અવનીના અણગાર, શાસનના શણગાર એવા જિનેશ્વર ભગવંતે ઉપાસકદશાંગમાં આનંદ શ્રાવકના અધિકારનું નિરૂપણ કર્યું. તેમાં આપણે ગૌતમ સ્વામી કેવા હતા, તેમનામાં ગુણે કેવા હતા તે બતાવતાં શાસ્ત્રકાર બતાવે છે કે જuોરે તેમનું શરીર કસોટી પર ચઢાવેલા સેનાની જેમ તેજસ્વી હતું અને તેમના શરીરને વર્ણ કમલ સમાન ગૌર અને વિશિષ્ટ સૌદર્યથી યુક્ત હતો. આ તે તેમના શરીરની વાત કરી પણું શરીર જેવું સૌંદર્યવાન હતું એ તેમને આત્મા પણ મહા તેજસ્વી અને સૌંદર્યયુક્ત હતા. તેમના આત્માના ગુણેની પ્રશંસા કરતા બતાવે છે કે તેઓ રવે, વિરત, ઘોરતે માત હતા. તેઓ કેવા તપસ્વી હતા, તે માટે શાસ્ત્રકાર બતાવે છે. તેઓ ઉગતવે એટલે કઠોર તપસ્વી હતા. તેઓ ઘોર તપસ્વી હતા. “ઘર” ને અર્થ પણ કઠોર થાય છે. અહીં ઘોર તપસ્વી લખવાનું પ્રયોજન એ છે કે તેઓ ઉગ્ર તપ