________________
શારદા શિરોમણિ ]
[૯૩૭ લઈને બાકીના તે તેમને આપી દઉં. લેભ બહુ ભયંકર છે.
નીલેશને ઠપકો આપતી પત્ની : નીલેશના મુખ પર આનંદ જોઈને તેની પત્ની પૂછે છે કે આજે આપના મુખ પર ખૂબ આનંદ દેખાય છે તો આજે શું છે? નીલેશે વાત કરી. હું ટીચર પાસે પાંચ હજાર માંગતો હતો. હું ઉઘરાણી કરવા ગયે ત્યારે તેમણે મને લોટ લખી દીધે. તે પ્લેટ મેં વેચી દીધું. તેના મને ૪૦ હજાર રૂ. મળ્યા. પત્ની કહે તમે આમાં હોંશિયારી માને છે પણ તેમની આંતરડી કેટલી દુભાણી હશે. જેની ૫૦૦૦ રૂ. આપવાની શક્તિ નથી તેને પ્લેટ આપતા કેવું થયું હશે! આ અણહકકના પૈસા મારે નથી જોઈતા. જાવ, આપ તેમને પાછા આપી આવે. તમે આ પૈસા ઘરમાં રાખવા ઈચ્છો છો પણ હું તમને નહિ રાખવા દઉં. કાં તો પૈસાને છેડે, કાં તે મને છોડે. પત્ની આવું કહે પછી ભાઈ સાહેબ સીધા દોર થઈ જાય, પત્ની કહે છતાં તમારે લેવા હોય તે તમારા ૨૫૦૦ લઈ લો અને ૩૭૫૦૦ રૂા. પાછા આપી આવે.
મિનેષની ઉચ્ચ ભાવના : નીલેશ તે ત્યાંથી મિનેષ પાસે ગયા. ત્યાં જઈને મિનેષને કહ્યું-હું ટીચર પાસે આપણું પૈસાની ઉઘરાણું કરવા ગયો હતો. તેમણે મને પ્લેટ લખી દીધે. તે પ્લેટને મેં વેચ્યો તે રૂ. ૪૦ હજાર આવ્યા. તારા હક્કના ૨૫૦૦ રૂ. લઈ લે. મિનેષ કહે ભાઈ ! મારે તે એક પાઈ પણ જોઈતી નથી. જે ટીચરે આપણને ભણાવ્યા, જ્ઞાન આપ્યું. તેમને જરૂર પડી ને આપણે કંઈક આપ્યું તે પાછું લેવાય ખરું ? જેમણે આપણને આટલા દરજજે પહોંચાડવા તેમને ઉપકાર તું ભૂલી ગયે ? તેમના દુઃખમાં સહભાગી થવું એ તે આપણું પરમ સૌભાગ્ય છે. મને વિદ્યા દેનારા ગુરૂને મેં શું આપ્યું ? દક્ષિણે દેવાનું યાદ નથી રાખ્યું, કદી ભેટે થઈ જતાં હું મોં સંતાડું છું, ઉપકાર કર્યા એના ગુણ હું વિચારું છું
તને ઉપકારી ગુરૂ પાસે ૫૦૦૦ રૂ.ની ઉઘરાણી કરવા જતાં વિચાર ન થયું ? તે ૫૦૦૦ આપી શકે એવી શક્તિ નહિ હોય ત્યારે આ પલેટ લખી દીધું હશે ને? તેમની આંતરડી કેવી કકળી હશે ? તેમની આંખમાંથી આંસુ કેવા આવ્યા હશે ? તે આવું પાપ કર્યું અને હવે મને તે પાપ વળગાડવા આવ્યું છે ? આપણે એક પૈસો લેવાનું નથી. આપણાથી બને તે ટીચરને કંઈક આપીને આપણે ઊંચા લાવવા જોઈએ તેના બદલે તું લેવાની વાત કરે છે ? છતાં તારે રાખવા હોય તે તારા ૨૫૦૦ લઈ લે અને ૩૭૫૦૦ રહ્યા તે તું પાછો આપી આવ. મિનેષે નિલેશની એવી ઝાટકણી કાઢી કે નિલેશ ત્યાંથી સીધે ટીચરના ઘેર ગયે. ટીચર કહે કેમ ભાઈ ! મારું શું કામ પડયું ? સાહેબ ! આપે મને જે પ્લોટ આપે તેને મેં વેચી દીધું. તેના ૪૦ હજાર રૂ. આવ્યા છે. મિનેષ તે તેના ૨૫૦૦ રૂ. લેવાની ના પાડે છે. મેં મારા ૨૫૦૦ લઈ લીધા અને ૩૭૫૦૦ રૂ. તમારા છે તે તમને આપવા માટે આવ્યો છું.