________________
૯૩૪]
[ શારદા શિરમણિ આ સંસારમાં જેટલા અવિદ્યાવાળા, અજ્ઞાની આત્મા છે તે બધા દુઃખ ભોગવવાવાળા છે, હિતાહિતના વિવેકથી રહિત અજ્ઞાની જીવે અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને દુખોથી પીડિત થાય છે. અજ્ઞાનને કારણે વિનશ્વર ચીજોને શાશ્વત માની છે. એને સાચવવા, રક્ષણ કરવા શાશ્વત એવા આત્માને જ્ઞાનાદિ અનંત ગુણોની ઉપેક્ષા કરી છે અને એ ઉપેક્ષા કરવાથી પ-૨૫ વાર નહિ પણ અનંતીવાર જીવ મૃત્યુને ભેટ છે અને દુર્ગતિના દુઃખે ભેગવવા ગયા છે. આત્માએ મોટી ભૂલ કયાં કરી છે? જે જે પદાર્થોને ઉન્નતિના સાધન રૂપ માન્યા હતા એ બધા પદાર્થો નીચે પાડનારા હતા. પણ મેહના, અજ્ઞાનના ગાઢ અંધકારે એ સત્ય વાત સમજવા દીધી નથી. એ પદાર્થો નાશવંત તે છે એટલું નહિ પણ તેના પર આસક્તિ કરી તે આત્માના ભાવપ્રાણની કતલ થવાની છે. અજ્ઞાનના અંધકારમાં જીવ અટવાઈ ગયું છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવા ફાંફા માર્યા છે. “વળમિત્ત સુરવા વદુરઢિ ફુલા” જ્યાં ક્ષણ માત્રના સુખની પાછળ અનંતકાળનું દુ:ખ ઊભું છે. જેને સુખના સાધન માન્યા છે તેમાંથી સુખ તો ન મળ્યું પણ દુઃખ મળ્યું છે.
નાશવંત પદાર્થોના રાગે છ ખંડના માલિક એવા ચક્રવતીઓને નરકમાં મોકલ્યા છે. શતકેવલી તરીકે એક વાર ખ્યાતિ પામેલ ચૌદ પૂર્વમાં ઉણુ એવા ને નિગોદમાં ધકેલી દીધા છે. મેહના ગાઢ અંધકારના કારણે જીવને સત્ય વાત સમજાતી નથી અને અજ્ઞાનના કારણે તે વિનશ્વર પદાર્થો પ્રત્યે રાગ કરે છે ને તેમાં સુખ માને છે. જ્યાં ખારે દરિયે છે ત્યાં અમૃત કયાંથી મળવાનું છે? પેલા યુવકે ઈલેકટ્રીક વાયર અજાણતાં પકડો છતાં તેની સજામાં તેના જીવનની સમાપ્તિ થઈ. ત્યારે અજ્ઞાન દશાથી જીવ જે ભૂલ કરી રહ્યો છે તેની સજામાં અનંતા જન્મ મરણની સજા મળી છે. હજુ પણ જે એ રસ્તેથી પાછા નહિ વળો તે ભાવિ ભયંકર સર્જાશે.
જ્ઞાનદૃષ્ટિથી દુઃખ દૂર અને આ સુખના પૂર? આપણા શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું. ત્યારે તે અજ્ઞાન દશા હતી. જ્ઞાન ન હતું પણ દેખો, અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ પણ ભોગવ્યા વિના છૂટકો નથી. કર્મને કાયદો અટલ છે. જ્ઞાનદશામાં કર્મ કર્યા હોય કે અજ્ઞાન દશામાં કર્મો કર્યા હોય પણ તે તે તેને બદલો લેવાન. અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ ભગવાન મહાવીર સ્વામીના ભાવમાં ઉદયમાં આવ્યું. ભગવાનના કાનમાં ખીલા ઠોકાણ ત્યારે પ્રભુએ એ વિચાર કર્યો કે અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ જ્ઞાનદશામાં ભેગવવાનું આવ્યું છે. તેમણે જે જ્ઞાનદષ્ટિ કેળવી તે ભયંકર ઉપસર્ગોમાં સમતા રાખી શક્યા. કર્મ એવો વિચાર નહિ કરે કે આ જીવે અજ્ઞાન દશામાં કર્મ બાંધ્યું છે માટે એને માફ કરું. જેમની સેવામાં કરોડે દેવે હાજર હતા, તીર્થકર નામકર્મને ભોગવટો થઈ રહ્યો હતો છતાં જે કર્મો બાંધ્યા હોય તે ભેગવ્યા વિના છૂટકારે નહિ થાય. રેતીનો ઢગલે હોય તો જોરદાર વંટોળ આવતાં ઘડી વારમાં સાફ થઈ જાય છે તેમ આ