________________
[ ૯૩૩
શારદા શિરોમણિ ] છતાં આટલું બધું રડવાનું કારણ શું ? ત્યારે તે છોકરાએ રડતા રડતા કહ્યું-ભાઈ ! મારા મિત્રનું મૃત્યુ થયું છે. તેને મને ખૂબ આઘાત છે. તે ભાઈએ કહ્યું છેકરા ! જેને જન્મ છે તે બધાને મૃત્યુ તે એક દિવસ આવવાનું નિશ્ચિત છે. મોડા કે વહેલા સૌને જવાનું છે.
છોકરાએ કહ્યું–તે મારો જિગરજાન દોસ્ત હતું. બે દિવસ પહેલા અમે બંને એક મિત્રને મળવા જતા હતાં. તે મિત્રનું મકાન ત્રીજે માળે હતું. બે માળ અમે ચઢી ગયા ને એક માળ બાકી હતો ત્યાં એકાએક લાઈટ જતી રહી. ઘનઘોર અંધારું થઈ ગયું. દાદર તે દેખાય નહિ. થોડી વાર અમે ઉભા રહ્યા પણ લાઈટ તે ન આવી. દાદર ગોળ વાંકોચૂક હતા. ત્યાં અંધારામાં સહેજ આભાસમાં દોરડા જેવું લટકતું જોયું. અમે વિચાર કર્યો કે દેરડું પકડીને ઉપર ચઢી જશું, વધે નહિ આવે. મારો મિત્ર દેરડું પકડીને ચઢવા ગયે પણ કોણ જાણે શું થયું કે જેવું દોરડું પકડયું તેવી તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ અને ભેંય પડી ગયે. બરાબર તે સમયે લાઈટ આવી ગઈ. હું જોવા ગયો કે મારા મિત્રને શું થયું ? પાસે જઈને જોયું તે તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
આ દશ્ય જોતાં હું તો હેબકાઈ ગયા કે બે મિનિટમાં મારા મિત્રને શું થયું? આમ કેમ બની ગયું ? વિચાર કરતાં નજર દોરડા પર પડી કે જે દેરડાને મારા મિત્રે ઉપર જવા માટે પકડયું હતું, પણ ખરેખર તે દોરડું ન હતું, સાપ ન હતું પણ ઈલેકટ્રીક વાયરનું દેરડું હતું. એમાંથી વાયરો છૂટા પડી ગયા હતા. દાદરની ભીંત પર મોટા અક્ષરે લખ્યું હતું કે અહીં ઈલેકટ્રીક વાયરો તૂટી ગયેલા છે. તેને કોઈએ હાથ લગાડ નહિ. તેને અડવામાં જાનનું જોખમ છે. ઘનઘોર અંધારામાં આ લખેલું દેખાયું નહિ, તેથી તેને દેરડું માની લીધું. તે ઈલેકટ્રીક દેરડાને અડતા તેને સોટ લાગી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થવાનું કારણ ઈલેકટ્રીકના દોરડાને કાથીનું દોરડું માન્યું. મારા મિત્રે તે અંધારામાં પકડયું અને પરિણામે તેનું મૃત્યુ થયું. અત્યારે મને એ દશ્ય યાદ આવે છે, તેથી હું રડી રહ્યો છું. મિત્રના વિયોગને કારમો ઘા મારા દિલમાંથી જતો નથી. શું મારે મિત્ર આ રીતે ચાલ્યો ગયે! તેને આશ્વાસન આપીને તે ભાઈ તે ચાલ્યા ગયે.
આ વાતમાંથી આપણને ઘણું સમજવા ને જાણવા મળે છે. પેલા મિત્રને તે અંધારામાં ખબર પડી નહિ કે કાથીનું દોરડું નથી પણ ઈલેકટ્રીક વાયરોનું દોરડું છે. સોટ લાગતા પ્રાણપંખેરું ઉડી ગયું. તે તો એક વાર મૃત્યુને ભેટયો પણ આપણે તે અનંત વાર મૃત્યુને ભેટયા છીએ તેનું કારણ અજ્ઞાન છે. ભગવાન બેલ્યા છે
जावन्तऽविज्जा पुरिसा, सव्वे ते दुक्ख संभवा । સુતિ દુશો મૂઢા, સંસાનિ બળતણ / ઉત્ત. અ. દ.ગા.૧