________________
૯૧૦ ]
[ શારદા શિરેમણિ કાઉસગ્ગ, ધ્યાન, વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત એ આત્યંતર તપ છે. કર્મબંધન તેડવાનું અપૂર્વ સાધન તપ છે. કર્મોને ક્ષય કરવા માટે તપશ્ચર્યા કરવાની છે. “જર્મનાં તાપના તાઃ” કર્મોને તપાવે તે તપ તપાવે એટલે નાશ કરે, ક્ષય કરે, કર્મોને ક્ષય કરવા માટે અત્યંતર તપની અવશ્ય જરૂર છે, તેથી તમે એમ નહિ માની લેતા કે બાહ્ય તપની જરૂર નથી. આત્યંતર તપ આવે ત્યાં બાહ્ય તપ આવવાને છે. છ પ્રકારના આત્યંતર તપમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ બતાવ્યું છે કારણ કે સ્વાધ્યાયથી વિપુલ કર્મોને ક્ષય થાય છે. સ્વાધ્યાય કરો તે ચિત્તની એકાગ્રતા તે જોઈએ. સ્વાધ્યાય કરતાં તે ગાથાઓની અનુપ્રેક્ષા કરતાં તેમાં સ્થિર બની જવાય. સ્વાધ્યાય કરવાથી જીવ નાણા જિજ્ઞ જ વરૂ . જ્ઞાનાવરણીય કર્મોને અપાવે છે.
સ્વાધ્યાય કરવા માટે આહાર પર કંટ્રલ આવે, જે વધુ પડતું ખાવામાં આવે તો સ્વાધ્યાય સારી રીતે થઈ શકે નહિ. આહાર પર કંટ્રલ આવ્યા એટલે વૃત્તિક્ષેપ તપ થયે. ઓછી વસ્તુઓ ખાવાથી, સ્વાદને ત્યાગ કરવાથી, કાયાને કષ્ટ આપવાથી, એક સ્થાને સ્થિર બેસવાથી આત્યંતર તપમાં વેગ આવે છે. ઉપવાસ કરવાથી સ્વાધ્યાયમાં પ્રગતિ થતી હોય તે ઉપવાસ કરે જોઈએ. આત્યંતર તપમાં જે આગળ વધારે, પ્રગતિ કરાવે તે બાહ્ય તપ તે સાથે કરે જરૂરી છે. ઉપવાસ આદિ બાહ્ય તપ કરવાની શક્તિ ન હોય તે આત્યંતર તપ દ્વારા કર્મો ક્ષય કરી શકાય છે. જ્યાં સુધી કર્મોને ફાય કરી આત્મસ્વરૂપને નહિ પ્રગટાવીએ ત્યાં સુધી દુખને અંત નહિ આવે. કર્મોને અંત થાય તે દુઃખને અંત થાય. આનંદ શ્રાવકે આત્યંતર તપ કાઉસગ્ગ, ધ્યાન, દવાધ્યાય આદિ કરતાં સાથે બાહ્ય તપનું પાલન કરતાં બીજી વ્રત પડિમા આદરી. હવે ત્રીજી પઢિમામાં શું આવશે તેના ભાવ અવસરે.
આસો વદ ૧૧ ને શુકવાર :
વ્યાખ્યાન નં. ૧૦૧
: તા. ૮-૧૧-૮૫
આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. આનંદ શ્રાવકે બે પડિમા આદરી. બીજને ચંદ્ર દિવસે દિવસે તેની કળામાં વધારે કરતે જાય છે તેમ આનંદ શ્રાવક પણ આત્મસાધનામાં આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યા છે. તેમની દરેક કિયા
મકિત સહિતની છે. મહાપુરૂષે કહે છે કે શ્રાવક જીવનની અને સાધુ જીવનની પવિત્ર કિયાઓ ઉત્તમ ભેજન છે, પરંતુ એ ભજન કરતા પહેલા આત્મા રૂપી થાળીમાં પડેલી પાકિયાઓના એંઠવાડને સાફ કરી નાંખે જોઈએ. અર્થાત પાકિયાઓને ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવામાં આવે તે તેના અપૂર્વ સ્વાદને અનુભવ થાય. તમે ભેજન કરે પછી મુખવાસ ખાવ છે ને ? તેમ સુંદર સાધના, આરાધનાના અમૃત ભજન જમ્યા પછી સમતા એ મુખવાસ છે. આરાધનાઓ, ધર્મકિયાએ સુંદર હોય પણ જે સમતાને મુખવાસ નહિ હોય તે તૃપ્તિને ઓડકાર નહિ આવે.