________________
૯૧૮ ]
[ શારદા શિરમણિ ગબંધીઓનો રાગ સર્વથા છૂટ નથી એટલા માટે તેઓ જ્ઞાતિના લોકોના ઘરમાં ગૌચરી કરવા જાય. તે ચાલે તે સાધુની જેમ દૂસરા પ્રમાણે જોઈને જતનપૂર્વક ચાલે. તેમનો સાધુ જેવો વેશ જોઈને કઈ પૂછે કે આપ કેણ છે? ત્યારે તે કહે કે હું પડિમાધારી શ્રમણે પાસક છું. ત્યારે વાત ગોપવે નહિ કે અસત્ય બોલે નહિ. આ રીતે આનંદ શ્રાવકે ૧૧ પડિમાઓનું વિધવિધાન સહિત સુંદર રીતે પાલન કર્યું. આ કાળમાં પડિમાઓ વહન કરવી મુશ્કેલ છે, છતાં તેને સ્વાદ ચાખવા એકાદ દિવસ તે દશમું વ્રત કરી ઘરઘરમાં ગૌચરી જાવ તે કયારેક સાધુપણાના ભાવ આવશે. આનંદ શ્રાવકે આ પ્રમાણે કષ્ટદાયક પ્રયત્ન કરીને તથા કઠીન તપ કરીને “તો મેળે સુનાવ ત્તેિ ઘનિરંતર જ્ઞા” શરીરને સુકકેભૂકકે કરી નાંખ્યું. તેમના શરીરની બધી નસેનસો દેખાવા લાગી. આનંદ શ્રાવકે શરીર તો કૃશ કર્યું પણ સાથે કોધાદિ ચારે કષા, રાગ-દ્વેષ બધું કૃશ કરી દીધું. કષાયે સાવ મંદ પડી ગઈ. તે ક્ષમાના સાગર બની ગયા. આનંદ શ્રાવકનું શરીર સુકેભૂકકે થઈ ગયું. આનંદ શ્રાવકે કેવી જમ્બર સાધના કરી! તેમના શરીરમાંથી લેહી માંસ સૂકાઈ ગયા. ન દેખાવા લાગી. સંસારમાં રહીને પણ કેવી અઘેર સાધના કરી ! અનંતા કર્મોની ભેખડે તેડી નાંખી. તેમને એક લગની છે કે સંસારની જડ કેમ ઉખડી જાય? મારે જલદી મારા શાશ્વતા ઘર મેક્ષમાં જવું છે. કર્મના બંધન તેડવા છે. કર્મ છે ત્યાં સુધી સંસાર છે.
બંધુઓ! પૂર્વના શુભાશુભ કર્મના ગે જીવનમાં સુખદુઃખના ચકો સદાય ગતિમાન રહે છે, છતાં જેઓ પિતાના પાપના ઉદયે દુઃખને ભગવટો કરતી વખતે અદીન બનીને જાગૃતિપૂર્વક તેને સહી લે છે અને સુખમાં લીન બન્યા વિના જેઓ પુણ્યના ઉદયને ભગવે છે તે આત્માઓ સંસારને તરી જાય છે પણ દુઃખની વેદનાઓ ભોગવ્યા પછી સુખના સમયે જે પિતાના ભૂતકાલીન જીવનને ભૂલી ઉન્મત્ત બની બીજાઓને તુચ્છકારે છે, દુઃખી કરે છે તે જરૂર અધઃપતનના માર્ગે જાય છે. કર્મો જીવને કેવા નાચ નચાવે છે. આજે સંસાર તરફ દષ્ટિ કરીએ તે દેખાય છે કે કંઈક જગ્યાએ માતાપિતા દુઃખી છે. કંઈક જગ્યાએ સંતાને દુઃખી છે. તેમાં જેના માબાપ નથી તેવા સંતાનને એવું દુઃખ હોય છે કે તે દુઃખ જોતાં આપણું હૃદય રડી જાય. તેમનું દુઃખ જોયું જતું નથી. મને અહીં એક કહાની યાદ આવે છે.
માતાપિતાને એક દીકરો હતે. છેકરાને જન્મ બીજના દિવસે થયો હતો અને ચંદ્ર જે દેદિપ્યમાન હતું એટલે માબાપે તેનું નામ ચંદ્રકાંત પાડ્યું. તે બહુ શ્રીમંત ધનાઢય ન હતા પણ આનંદથી તેમનું જીવન નભાવતા હતા. ચંદ્રકાંત બીજના ચંદ્રની કળાની જેમ દિવસે દિવસે વધતે ગયે હજુ છ સાત વર્ષનો થયે ત્યાં તેના માતાપિતા એક અઠવાડિયાના અંતરે કાળના કારમા મુખમાં ધકેલાઈ ગયા. ચંદ્રકાંત બિચારે નિરાધાર થઈ ગયે. તે ખૂબ રડે છે. સાત વર્ષને છે એટલે સમજણવાળે છે. તેને ખૂબ આઘાત લાગે. હે ભગવાન ! હવે હું મમ્મી, પપ્પા કોને કહીશ ? બહારથી આવું