________________
૯૨૬ ]
[ શારદા શિરમણિ
માતાને પણ લઈ ગયા. મરૂદેવી માતા હાથીની અંબાડીએ કેવળજ્ઞાન પામ્યા ને મેક્ષે ગયા. એ બધી વાત આપ જાણે છે. કંઈક છે બોલે છે કે મરૂદેવા માતાને હાથીની અંબાડીએ અને ભરત મહારાજાને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું તો અમને પણ એવી રીતે થઈ જશે. દેવાનુપ્રિયે! આ આત્માઓ પૂર્વ જન્મમાં કેવી જમ્બર સાધના કરીને આવ્યા છે ત્યારે આ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એમ જ થયું નથી સાધના વગર સિદ્ધિ નથી.
આપણું ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકે ૧૧ પડિમાઓનું વહન કર્યું. બાહ્ય અને આત્યંતર તપ સાધના કેટલી કરી! શરીર કૃશ થઈ ગયું સાથે કષાયોને પણ કુશ કરી દીધી. જેટલી કષાયો મંદ પડે તેટલી આત્મજાગૃતિ વધતી જાય. જાગૃતિ આવે એટલે જીવનમાં પ્રકાશ થાય. રાત્રે ઊંઘ આવે ન આવે છતાં તમારી જેમ ગળી ખાવાનો વિચાર ન કર્યો પણ ધર્મ જાઝિકા કરી. રાત્રે સૂતા સૂતા ધર્મમંથન, ચિંતન કરતાં (૨) વિચાર આવ્યો કે તપશ્ચર્યાના કારણે મારું શરીર સાવે કૃશ થઈ ગયું છે. શરીરમાં નસે નસો દેખાવા લાગી છે. છતાં હજુ ઉત્થાન, બળ, વીર્ય, કર્મ, પુરૂષાર્થ, શ્રદ્ધા, ધૃતિ, અને સંવેગ વિદ્યમાન છે એટલે હજુ મારામાં ઉત્થાન છે, શક્તિબળ છે તે તેને ગોપવવા નહિ. તેમણે એ વિચાર ન કર્યો કે શરીર સાવ અશક્ત કૃશ થઈ ગયું છે તે હવે હું ઘેર જઈને માલમલીદા ખાઈને શરીરને સારું બનાવુ. ના. હે. એ વિચાર આવે કયાંથી ? તેમને તે એક જ લગની છે કે કર્મના બંધનથી મુક્ત થવું છે, તેથી શું વિચાર કર્યો ? “મે ધમરણ ધોવાણ મળે માવે મહાવીરે ઉકળ સુથી વિરૂ, ताव ता में सेयं कल्ल जाव जलंते अपच्छिम मारणांतिय संलेहणा झुसणा झुसियस्स । "
જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર રાગદ્વેષ રહિત થઈને સુહસ્તિની જેમ વિચારે છે ત્યાં સુધી હું અંતિમ મારણાંતિક સંલેખના અંગીકાર કરું એ જ મારા માટે શ્રેયકર છે. તેમણે ભગવાન વિચરે છે ત્યાં સુધી સંથારો કરવાને વિચાર કર્યો. તેનું કારણ એ છે કે ધર્માનુષ્ઠાનને માટે ગુરૂદેવની ઉપસ્થિતિ હોવી અત્યંત ઉપયોગી છે તેથી ઉત્સાહ વધે છે અને કેઈ પ્રકારને સંશય કે મુશ્કેલી ઉત્પન્ન થાય તે તેનું નિવારણ થઈ જાય છે. તેમણે એક વિચાર કર્યો કે આ જીવન એક સાધન છે. સાધ્ય નથી. આ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરવાની છે. જ્યાં સુધી આ સાધન સાધ્ય પ્રાપ્તિમાં સહાયક બને ત્યાં સુધી એને સાચવવાનું. જ્યારે આ સાધન સાધ્ય પ્રાપ્તિમાં બાધા કરે, સહાયભૂત ન બને ત્યારે એને છોડી દેવું ગ્ય છે. રોગ, અશક્તિ, અથવા બીજા કારણેથી જ્યારે એમ લાગે કે હવે આ શરીર વિકાસને બદલે પતન તરફ લઈ જશે, મનમાં ઉત્સાહ ન રહે, ભાવના મલીન બને, અનેક ચિંતાઓ સતાવે, આવી સ્થિતિ આવતા પહેલાં શરીરનો ત્યાગ કર, સંથાર કરે એ છે. આનંદ શ્રમણોપાસકે પણ આ નિશ્ચય કર્યો. જ્યાં સુધી મારામાં થેલી શક્તિ છે ત્યાં સુધી હું