________________
૯૩૦ ]
[ શારદા શિરમણિ કારતક સુદ ૫ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૪ : તા. ૧૭-૧૧-૮૫
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે જ્ઞાન પંચમીને પવિત્ર દિવસ છે. અનંતજ્ઞાની ભગવંતોએ જ્ઞાનની મહત્તા ખૂબ ગાઈ છે. જ્ઞાનને જેટલી ઉપમાઓ, જેટલા વિશેષણો આપીએ તેટલા ઓછા છે, આચાર્યો ફરમાવે છે
पीयूषम् समुद्रोत्थं, रसायन मनौषधम् ।
अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुमेनीषिणे ॥ સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું છતાં એવું જ્ઞાન અમૃત છે. ઔષધિઓના પ્રગથી નહિ બનેલું છતાં જ્ઞાન એ રસાયણ છે અને અન્યની અપેક્ષાવાળું નહિ છતાં જ્ઞાન એ એશ્વર્યા છે.
- જ્ઞાની કહે છે કે જ્ઞાન એ અમૃત છે. દુનિયા જેમ માને છે કે અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે તેવી રીતે ઉત્પન્ન થયેલું આ અમૃત નથી. આ તે સ્વતઃ અમૃત છે. રસાયણ ઔષધેથી ઉત્પન્ન થાય છે પણ આ જ્ઞાનને તે ઔષધની જરૂર નથી. દુનિયાનું એશ્વર્ય બીજી સામગ્રીઓમાં છે પણ આ જ્ઞાનને બીજી સામગ્રીની જરૂર નથી. એટલે કે વતઃ અધર્યું છે. પ્રભુના શાસનમાં જ્ઞાની કેણ અને અજ્ઞાની કોણ ? જેણે ઘણાં પુસ્તકો વાંચ્યા હોય, દુનિયામાં મોટો વિદ્વાન ગણતા હેય, ઘણી ડીગ્રી મેળવી હોય છતાં જેનું ધ્યેય મોક્ષનું નથી એને જૈનદર્શન જ્ઞાની તરીકે સ્વીકારવાની ના પાડે છે અને જેનામાં મોટા મોટા પુસ્તકો ભણવાની, વાંચવાની કે સમજાવવાની શક્તિ ન હેય છતાં જેનું ધ્યેય માત્ર મુક્તિની સાધના છે તે જ્ઞાની છે. મારો આત્મા મોક્ષને ક્યારે મેળવશે ? કઈ રીતની મારી પ્રવૃત્તિ હોય તે મોક્ષ પમાય, એ જાતની ભાવનાને જૈન દર્શન ઉત્કૃષ્ટ જ્ઞાન કહે છે. જ્ઞાની તે છે કે જેને સંસાર પ્રત્યે અરૂચી અને મોક્ષ પ્રત્યે રૂચી પેદા થઈ હોય. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પણ જે રાગાદિ શત્રુઓ વધતા રહે અને કષાયે ઘટતી ન હોય તે તે જ્ઞાન સાચું જ્ઞાન નથી. સૂર્ય ઉદયમાન થવા છતાં જે અંધકાર રહે તે કહેવું પડે કે હજુ સૂર્ય ઉગ્યા નથી તેમ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે કહેવાય કે રાગાદિ શત્રુઓ અને ક્રોધાદિ દુર્ગુણો રૂપી અંધકારને નાશ થત જાય, માટે જૈન દર્શન કહે છે કે મુક્તિપદની ભાવના તે સમ્યગ જ્ઞાન અને એ ભાવના જેનામાં હેય તે જ્ઞાની. “જ્ઞાનનું દાન પામેલા આત્માઓને સંસારને સંનિપાત ન હોય, તુચ્છ પદાર્થોની ખેંચતાણ ન હેય.” આવા સમ્યક જ્ઞાનથી આત્માને શું લાભ થાય ?
ज्ञानदानेन जानाति, जन्तुस्तस्य हिताहितम् ।
वेत्ति जीवादितत्त्वानि, विरति य समश्नुते ॥ જ્ઞાનદાનથી આમ તેના હિતાહિતને જાણે છે. જીવાદિ તને જાણે છે અને વિરતિને પામે છે. જ્ઞાનથી જીવ કલ્યાણના માર્ગને અને પાપના માર્ગને જાણે છે. પછી