________________
શારદા શિરમણિ ]
[ ૯૨૭ અંતિમ સંલેખણ અંગીકાર કર્યું. આ રીતે વિચાર કરીને બીજે દિવસે સવારે તેમણે સંલેખણને સ્વીકાર કર્યો.
સંથારો એ જીવનનું અંતિમ વ્રત છે. જીવનનું માપયંત્ર છે. સંથારો કર્યા પછી મંકોડા, કીડી કે કોઈ જીવજંતુ આવીને શરીર પર ચઢી જાય તે હાયય ન કરે કે રાડો ન પાડે. પહેલા મહાપુરૂષે પર્વત પર જઈને સંથારા કરતા હતા. આનંદ શ્રાવકને દેહાધ્યાસ છૂટી ગયે, તેથી છેલ્લા શ્વાસોચ્છવાસ ચાલે ત્યાં સુધી શરીરને વેસરાવી દીધું અને નવકેટીએ પચ્ચકખાણ કર્યા. મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા શાંત ચિત્તથી ચિંતન, મનનમાં પિતાને અંતિમ સમય વ્યતીત કરવા લાગ્યા. માત્ર આત્મ ચિંતનમાં લીન બની ગયા. જેવી રીતે જીવવાની આકાંક્ષા છોડી તેવી રીતે મરવાની ઈચ્છાને પણ ત્યાગ કર્યો. અર્થાત તેમણે એવું પણ ન વિચાર્યું કે ભૂખ તરસના કારણે કષ્ટ થાય, દુઃખ થાય છે તેથી મૃત્યુ જલદી આવે તે સારું એવો પણ વિચાર ન કર્યો. જીવન, મરણ, યશ, કીતિ આ લેકના સુખ કે પરલેકના સુખ આદિ બધા ઈચ્છાઓથી નિવૃત્ત થઈને માત્ર આત્મચિંતનમાં મસ્ત બની ગયા.
આ દિવાળીના દિવસોમાં ચૌદશ અને અમાસના ભગવાનની દેશના સાંભળવા માટે નવમલી અને નવ લચ્છી ૧૮ દેશના રાજાઓ છઠ્ઠ પૌષધ કરીને આત્મમસ્તી સહિત બેસી ગયા. તેમના દિલમાં એ આઘાત હતો કે હવે આપણે પ્રભુ મેક્ષે પધારશે. આપણું મનમાં સંશયનું સમાધાન કોણ કરશે ? આ ભરતક્ષેત્રમાં અરિહંત ભગવાનને આપણને વિયોગ પડશે. આ દિવસોમાં જૈનદર્શનમાં એટલે મડુત્વ છે કે ભગવાન શાસનપતિ મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. તમે તેલના કેડિયા પ્રગટાવે છે તેમાં કેટલા છની હિંસા થાય છે. ગૌતમ સ્વામીએ જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. જે દીપકને પ્રકાશ કયારે ય ઝાંખો થાય નહિ ને બૂઝાય નહિ.
દિવાળી કેવી ઉજવશે?? આ દિવાળીમાં વહેપારીઓ વર્ષભરની આવક જાવકના હિસાબ ચોખ્ખા કરે છે. બેસતા વર્ષથી નવા હિસાબ લખાય છે. દિવાળી એ શ્રી પ્રભુ મહાવીર દેવના નિર્વાણનું પર્વ છે-વહેપારના સરવૈયા ઘણું કાઢયા હવે આ દિવસોમાં આત્માનું સાચું સરવૈયું કાઢે. બાર મહિનામાં આત્મા ચઢ કેટલે? અથવા ચઢયો કે પાછો પડ્યો. ? કામનું સ્થાન સંયમ, ક્રોધનું સ્થાન પ્રેમ, લેભનું સ્થાન ઉદારતાએ, મેહનું સ્થાન અનાસક્તિઓ અને અભિમાનનું સ્થાન નમ્રતાએ લીધું ખરું? વર્ષભરમાં આપણું રાગદ્વેષ વધ્યા કે ઘટયા?? સ્વાથી બન્યા કે પરમાથી ? સંકુચિત બન્યા કે વિશાળ ? આખા વર્ષમાં આત્મગુણની પ્રાપ્તિ થઈ કે હાનિ થઈ? ઉદારતા, સદાચાર, સહનશીલતા, વિવેક, કરૂણા અને સહિષ્ણુતા આદિ ગુણે વધ્યા કે ઘટયા? આ મેળ કાઢયે છે ખરા ? વેપારીઓ પડાની ચિંતા કરે તો આપણે આ દિવસે જીવનને હિસાબ તપાસવાની ચિંતા કરવી જોઈએ. પ્રકાશના આ મહાન પર્વમાં આપણામાં અવગુણ રૂપી અંધારું થંક છુપાઈને પડયું રહે તે કેમ ચાલે ? બાહ્ય જગતમાં ઘર