________________
૯૨૦ ]
[ શારદા શિનામણિ વાત કરે. મામી મને બહુ મારે છે. ત્યારે મામા કહેતા બેટા ! તું મોટો થાય એટલે તને સ્વતંત્ર દુકાન કરી આપીશ. હવે પાંચ વર્ષની વાર છે. મામાના આટલા શબ્દોથી તેને થોડું આશ્વાસન મળતું, પણ મામી રેજ મામાને ચંદ્રકાંતની બાબતમાં બેટી કાનભંભેરણી કરતી, તેથી મામા પણ બગડયા. મામાને પ્રેમ હવે રેષના સ્વરૂપમાં ફેરવાઈ ગયે. મામાનું કેમળ હૃદય નિપુર ને નિર્દય બની ગયું. હવે મામા, મામી બંનેને ત્રાસ થવા લાગ્યા. ચંદ્રકાંત બિચારો એકલે પડી ગયો.
નિરાધાર ચંદ્રકાંત માટે આંસુ સિવાય શું ? : આખા ઘરમાં ચંદ્રકાંતને દિલાસો આપનાર કે ભૂખ્યા તરસ્યાની સંભાળ લેનાર કેઈ ન હતું. બધા જમ્યા પછી વધ્યું ઘટયું તેને ખાવા મળતું. કેઈ વાર ન પણ મળે. હજુ તે સવારે કામ કરીને ચા પીવા પણ ન મળી હોય ત્યાં તે મામીના વચનને પ્રહાર શરૂ થઈ જતો. આ શાહજાદાને કહીએ ત્યારે ઉઠીને કામ કરે. આવા અનેક વચન સવારમાં ચંદ્રકાંતને સાંભળવા પડતા છતાં નિઃસહાય ચંદ્રકાંત બધું મૂંગે મોઢે સહન કરી લેતો. મામા મામીના અસહ્ય જુલમથી ચંદ્રકાંત ખૂબ મૂંઝાવા લાગ્યું. જ્યારે એકલે પડે ત્યારે માતાપિતાના વાત્સલ્યને, નેહને યાદ કરીને ખૂબ રડતે પણ અત્યારે તેના માટે આંસુ સિવાય શું ?
તાવની ભઠ્ઠીમાં શેકાતા ચંદ્રકાંત ઉપર લાકડીના પ્રહારે એક દિવસ ચંદ્રકાંતને ઠંડી વાઈને ખૂબ તાવ આવ્યો તેથી સવારમાં ઉઠી ન શકો. ત્યાં મામી તાડૂકી, ભાન છે કે નહિ ? ઉઠવાનો સમય થયો છતાં ઉઠતે નથી. બિચારે તરત ઉઠી ગયો. ઠંડીથી શરીર ધ્રુજે છે છતાં કામ કર્યા વિના ચાલે તેમ ન હતું. લાકડી પર કપડું બાંધીને બધું ઝાપટતે હતે. શરીર ધ્રુજવાના કારણે લાકડી તેના હાથમાંથી પડી ગઈ અને મામીના પગમાં જરા અથડાઈ. બસ, હવે તે પૂછવાનું શું ? એ જ લાકડી લઈને મામી ચંદ્રકાંત પર તૂટી પડી. કમભાગી ! લાકડીને ઘા કરે છે? એ તે જેમ તેમ બેલતી જાય ને માર મારતી જાય. તાવ ખૂબ હતે. ભૂખ-તરસનું દુઃખ તે હતું. મામીને અતિ પડતા મારથી ચંદ્રકાંત બેભાન થઈ ગયે. બેભાન થતાં પહેલા તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. કેણું એની ચીસ સાંભળે? નિર્દય મામી તે ત્યાંથી ચાલી ગઈ. ચીસ સાંભળીને આડોશી પાડોશી દેડી આવ્યા. ચંદ્રકાંતની આવી કફોડી સ્થિતિ જોતાં બધાની આંખમાં આંસુ આવી ગયા. બિચારે આખો દિવસ કામ કરે છે છતાં તેની આ દશા ! આપણુથી આ દુઃખ જોવાતું નથી. બધું જાય તે ભલે જાય પણ કોઈના માબાપ ન જશે.
બાલવયમાં કેઇના મા-બાપ મરશે નહિ,
માબાપ વિનાના બાળકને દુઃખને પાર નહિ. આડોશી પાડોશીના મનમાં ખૂબ દુઃખ થયું પણ થાય શું ? થેડી વારે ભાનમાં આવ્યો ત્યારે એકાંતમાં જઈને ખૂબ રડે. નિરાધાર, નિર્દોષ બાળકનું રૂદન જોઈને જાણે