________________
૯૨૨ ]
[ શારદા શિરમણિ નકકી નથી. કર્મ જ્યાં લઈ જાય ત્યાં જવું છે. પાસે ટિકિટ લેવાના પૈસા નથી છતાં ટિકિટ વગર ગાડીમાં બેસી ગયે. એના હૈયામાં કંઈક ઠંડક વળી પણ કર્મ કયાં એની ઠંડકને ટકવા દે તેમ હતા.
ટિકિટ ચેકરને ત્રાસ ટિકિટચેકર ટિકિટ ચેક કરવા આવ્યા. બિચારા ચંદ્રકાંતનું હૈયું ધ્રુજવા લાગ્યું, હવે શું કરીશ ? ત્યાં ચેકરે કહ્યું-મિસ્ટર ! તમારી ટિકિટ બતાવે પણ ટિકિટ બતાવે કયાંથી? ચેકરને ખબર પડી કે એની પાસે ટિકિટ નથી એટલે તેણે ગુસ્સે થઈને કહ્યું –ઉતરી જાવ. ટિકિટ વિના મુસાફરી ન થાય. બિચારે નાને ચંદ્રકાંત શું સમજે ? એને શી ખબર કે હજુ પિતાને માથે કેવા દુખે પડવાના છે. અડધી રાત્રે નાના ગામમાં ચંદ્રકાંતને ઉતારી મૂકો. કર્મરાજા કેવા કેવા ખેલ કરાવે છે? જ્ઞાની કહે છે કે અનુકૂળ સંગ છે. આરાધના કરવાની તક છે અને પુણ્યને ઉદય છે ત્યાં સુધી આરાધના કરી લે. અંદગીને વ્યર્થ ન ગુમાવે. કમરાજા ક્યારે કઈ સ્થિતિમાં મૂકી દેશે તેની ખબર નથી, માટે મળેલી અમૂલ્ય ઘડીને વધાવી લે.
ઘર અટવીમાં નિઃસહાય ચંદ્રકાંત : ચંદ્રકાંતને નાના સ્ટેશન પર ઉતારી દીધો. ઘનઘોર અંધારું છે. ગાડી તે ઉપડી ગઈ. એકલો અટૂલે, નિઃસહાય દશા, ભયંકર રાત્રી, જંગલ જેવું ભયાનક સ્ટેશન, તેથી નાનો બાળ ધ્રુજી રહ્યો હતે. કયાં જાઉં ? શું કરું? ચાલતાં ચાલતાં થાંભલા સાથે અથડાયે. માથામાં જોરદાર વાગતાં લેહીની ધાર થવા લાગી. બેભાન થઈને પડયો છે. અહીં તેની સંભાળ લેનાર કે નથી. કોણ તેને પૂછે કે બેટા ! તને શું થયું ? તે શું ખાધું પીધું? જીવ તિર્યંચના ભવમાં ગયો ત્યારે તે તે શું ખાધું પીધું ? એટલું પૂછનાર કોઈ ન હતું પણ આ તે મનુષ્યભવમાં પણ ચંદ્રકાંતને કમેં એવી સજા ફટકારી કે કઈ તેની સંભાળ લેનાર નથી. કેટલું દુઃખ ભોગવે છે ? જે સાંભળતા આપણું હૈયું કંપી જાય. ગાડી તો ગઈ પછી એક કલાકે ચંદ્રકાંતને ભાન આવ્યું. ધીમે ધીમે ઉઠીને બાકડા પર બેઠે. | માની હતી “હાશ અને મળી “હાય” : ગાડી આવવાનો ટાઈમ થયો એટલે બધા માણસે આવ્યા. બાકડા પર આ છોકરાને બેઠેલે છે. તેમણે પૂછયુંબેટા ! તું એકલો અહીં કેમ બેઠો છે? તારા સગાવહાલા કેઈ નથી ? ભાઈ ! મારા માતાપિતા નાનપણમાં ગુજરી ગયા છે. મારું કઈ નથી. હું નિરાધાર છું. એક ભાઈને થયું કે હું આ છોકરાને મારે ઘેર લઈ જાઉં પછી તેને વેચું તે મને સારા પૈસા મળશે. એમ માનીને તેને ઘેર લઈ ગયો. થાર દિવસ સારી રીતે ખવડાવ્યું, પીવડાવ્યું. ચંદ્રકાંતના મનમાં થયું કે હાશ, અહીં મને જરા શાંતિ મળી. સારી રીતે ખાવાપીવા આપે છે પણ કર્મ કયાં તેને શાંતિથી બેસવા દે તેમ છે. આ ભાઈએ ચંદ્રકાંતને પૈસા લઈને વેચ્યો. તે જેને ત્યાં વેચાય ત્યાં તે દુઃખ પડવાનું શરૂ થયું. કહેવત છે કે
ઘરના ઉઠયા વનમાં ગયા તે વનમાં લાગી આગ.” ઘરમાંથી છૂટવા વનમાં ગયા તે વનમાં આગ લાગી, પછી કયાં જવું? તેમ ચંદ્રકાંત બિચારે દુઃખથી છૂટવા