________________
શારદા શિરોમણિ ]
[૯૨૩ ઈચ્છે છે પણ જ્યાં જાય ત્યાં તેના લમણે દુઃખ ઝીંકાયેલું છે. જેણે ચંદ્રકાંતને વેચાત લીધે તે તો સવારથી સાંજ સુધી તેની પાસે કાળી મજુરી કરાવે છે. ચંદ્રકાંતને બળદીયાની જેમ ખેતરમાં કામ કરવાનું. હવે તેની ઉંમર ૧૩ વર્ષની થઈ છે એટલે તેનામાં શેડી હિંમત આવી છે. આખો દિવસ મજુરી કરાવે ત્યારે માત્ર ચાર આના આપે છે. ચાર આનામાં જે મળે તે લાવીને ખાઈ લેતે અને પેટ ભરતે. તેને વેચાતો લીધો છે એટલે પૈસા તે વસૂલ કરવા જોઈએ ને ? તેથી કાળી મહેનત કરે છે.
ચંદ્રકાંતને સંતની મળેલી શીતળ છાંયડી : એક વાર તેને ખબર પડી કે આ ગામમાં જૈનના સંત પધાર્યા છે પણ જાય કેવી રીતે ? નોકરીમાંથી છૂટી મળે ત્યારે જઈ શકે ને? એક દિવસ તે શાકભાજી લેવા ગયે હતું. ત્યાંથી સીધે ઉપાશ્રય ગયે. ગુરૂને વંદન કરી ત્યાં બેઠો. ચંદ્રકાંતના મુખ પરથી દેખાઈ આવ્યું કે આ છોકરો છે સારો પણ દુઃખી હોય તેવું દેખાય છે, એટલે પૂછયું- ભાઈ ! તું કોણ છે? કયાં રહે છે ? ગુરૂદેવ ! હું એક દુઃખીયારે છોકરો છું. મારા પાપ કર્મોથી હું દુઃખ ભોગવી રહ્યો છું. હું છ વર્ષનો હતો ત્યારે એક અઠવાડિયામાં મારા મા-બાપ બંને મને નિરાધાર રડતું મૂકીને ચાલ્યા ગયા, પછી મારા મામા મામી મને લઈ ગયા. તેમણે મને આ રીતે દુઃખી કર્યો. તેણે પિતાના દુઃખની બધી વાત કરી. ચંદ્રકાંતની કરૂણ કથની સાંભળતાં સંતને પણ દુઃખ થયું, જૈનકુળમાં જન્મેલા છોકરાની કમેં આ દશા કરી ? કમેં તેને કેવા નાચ નચાવ્યા. ગુરૂદેવે કહ્યું -ભાઈ! સુખ-દુઃખ મળવા એ શુભાશુભ કર્મોનું ફળ છે. તું રોજ શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્ર ગણજે. અમે આ ગામમાં ચાતુર્માસ આવીશું પછી તારી ખબર લઈશું. તને આ બંધનમાંથી છોડાવીશ. સંતના મીઠા મધુરા શબ્દો સાંભળતા તેના હૈયામાં શાંતિ થઈ. જાણે આજે તેને માબાપ ન મળ્યા હોય ! એ અપૂર્વ આનંદ થયે. પછી ચંદ્રકાંત તે ઘેર ગયો. કામ કરે છે. ને મનમાં નવકારમંત્રનો જાપ કરે છે.
બે ત્રણ માસ વીત્યા બાદ સંત ચાતુર્માસ આવ્યા. તે સંઘને બોલાવીને કહ્યુંભાઈએ ! અમુક ભાઈએ એક છેકસને વેચાતે લીધે છે તે તેને છોડાવી આવે અને તેને સ્થાનકીયા તરીકે રાખે. સંતે તે છોકરાની બધી કહાની કહી એટલે બધાને દયા આવી અને પૈસા આપીને છોકરાને ત્યાંથી છોડાવી લીધું. ચંદ્રકાંત આવીને ગુરૂના ચરણમાં પડે ને કહ્યું- ગુરૂદેવ ! આપનું સારું થજે, આપે મને બંધનમાંથી છોડા એમ કહેતા ખૂબ રડે. તેને સ્થાનકીયા તરીકે ત્યાં નેકરી અપાવી. ઉપાશ્રયનું કામકાજ કરે અને ગુરૂદેવ પાસે સામાયિક પ્રતિક્રમણ શીખે. સંતની સાથે ગૌચરી જાય અને શ્રાવકોને ઘેર જમે. ચંદ્રકાંતને તે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય તેવો આનંદ થયે. તે સંતની ખૂબ સેવાભકિત કરે. દિવસે ટાઈમ મળે ત્યારે સામાયિક લઈને બેસી જાય. કયારેક પૌષધ પણ કરે. તે ખૂબ આરાધનામાં જોડાઈ ગયે.
ધર્મથી પામ્ય મહાસુખ : એક વાર દાનવીર સજજન શેઠના મનમાં વિચાર