________________
શારદા શિરમણિ ]
[૯૧૯ ત્યારે મારી મમ્મી આ બેટા ! કહીને વહાલથી ખોળામાં બેસાડતી હતી હવે મને કેણ વહાલભર્યા શબ્દોથી આવકારશે ? ભલે સ્થિતિ સાધારણ હતી પણ માતાપિતાને પ્રેમ અને વાત્સલ્ય તે હતું ને ! ચંદ્રકાંતના મામા દયાળુ હતા. તે કહે મારા બેન બનેવી ચાલ્યા ગયા. મારા ભાણીયાને હું મારા ઘેર લઈ જઈશ. મામા તેને લઈ ગયા. મામાની તેના પર ખૂબ રહેમ દષ્ટિ હતી. ચંદ્રકાંતને પોતાના દીકરાની જેમ રાખે છે. ચંદ્રકાંત ત્યાં આનંદથી રહે છે. મામાએ તેને સ્કૂલમાં ભણવા મૂકો. બેટા ! તું ખાજે, પીજે, રહેજે ને આનંદથી ભણજે. શરૂઆતમાં તો મામી પણ સારી રીતે રાખે છે. તેને માતાપિતાનું ઓછું આવવા દેતા નથી. ચંદ્રકાંત પણ કહેતા મામા મામી ! તમે મારા મા-બાપ છે. નાના બાળક પ્રેમના ભૂખ્યા હોય છે. એમને પ્રેમ મળે એટલે રાજી રાજી થઈ જાય.
ભાણેજ ઉપર જુલમ ગુજારતી મામી : આ રીતે મામાની અમી દષ્ટિથી ચંદ્રકાંત આનંદથી રહેતે પણ બે ત્રણ મહિના થયા એટલે મામીની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. મામી હવે વારંવાર ચંદ્રકાંતના છિદ્રો જેવા લાગી. તેને મિજાસ જવા લાગે. વધતાં વધતાં તેનું કામ એટલું વધી ગયું કે બિચારા નિર્દોષ ચંદ્રકાંતને વગર વાંકે ઠપકે આપે ને માર મારે. હવે તે તેને ચંદુડિયે કહીને બોલાવતી. તને ખાવું ગમે છે પણ કામ કરવું ગમતું નથી. એ રીતે જ મહેણું મારે. રેજ સવારે જા વાગે ઉઠાડી તેની પાસે બધું કામ કરાવે. મામી તે ચંદ્રકાંતને દુઃખી કરવા થાય એટલું કરે છે. ચંદ્રકાંત તે એક જ વિચાર કરે છે કે આમાં દેષ મામીને નથી પણ મારા કર્મનો છે. જે મારા ભાગ્યમાં સુખ હોત તો નાનપણમાં મારા મા-બાપ ચાલ્યા જાત શા માટે ? મેં પૂર્વભવમાં કર્મો કરવામાં બાકી રાખ્યું નથી, તે હવે મારે ભોગવી લેવા જોઈએ. મામી આટલું કામ કરાવે પણ પૂરું ખાવા પણ આપે નહિ. એક ઘાટી ન કરે એટલું કામ ચંદ્રકાંત કરે છે. ૧૦ વાગે કામ કરીને સ્કૂલમાં જાય. કેઈ વાર તેનું હૈયું ભરાઈ જાય. મારા મા-બાપ જતા રહ્યા ત્યારે મારી આ સ્થિતિ આવી ને?.
એ પંખીડા... (૨) જાને માતાને દેશ, મારી માતાને કહેજે, તું જઈને તારા લાલને લઈ આવ, તારે દીક દુઃખ વેઠે અપાર.
ચંદ્રકાંતનું હૈયું ભરાઈ જાય ત્યારે પિકાર કરે કે ઓ પંખીડા ! ઓ પંખીડા ! તું જઈને મારી માતાને એટલો સંદેશે આપી આવ કે તારે દીકરો ખૂબ દુઃખી છે. ભોજનને બદલે પ્રહાર મળે છે. તે સ્વર્ગમાં સુખ ભોગવે છે. તને તારા દીકરાની દયા નથી આવતી ? તું કેમ કાંઈ બોલતી નથી ? એક વાર તે તું નીચે આવ ને જે કે તારે દીકરો કે દુઃખી છે. આ રીતે કરૂણ સ્વરે પિકાર કરતે. આ દુઃખમાં ભણવામાં તેનું ચિત્ત રહેતું નહિ. ભણીને ઘેર આવે ત્યારે મામી કટુ શબ્દોને અને મારનો વરસાદ વરસાવે, છતાં એટલું સારું હતું કે તેના મામા તેના હતા, એટલે મામા પાસે