________________
૯૧૬ ]
[ શારદા શિરમણિ પાંચ માસની હોય છે. તેમાં પાંચ વાતનું ખાસ પાલન કરવાનું હોય છે. પાંચ માસ સુધી નાન નહિ કરવાનું, રાત્રીજનને સંપૂર્ણ ત્યાગ, ધતીને કાછડી ન વાળે, દિવસે બ્રહ્મચર્ય વ્રત પાળે અને રાત્રીની મર્યાદા કરે. પગરખાને ત્યાગ કરે, ગમે તેવા પ્રસંગમાં પણ આ પાંચ બેલનું દઢતાપૂર્વક પાલન કરે. આ પડિમા વહન કરનાર પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. પ્રમાદ તથા ઊંઘને સ્થાન આપતા નથી. શરીર પ્રત્યેની મમતા ઉતરે તો આવી કઠીન પડિમા વહન કરી શકે. આગળની પડિમાઓને આ પઢિમામાં સમાવેશ થઈ જાય છે.
છી બ્રહ્મચર્ય પહિમા.” આ પઢિમામાં પૂર્વોક્ત બધા વ્રતનું સમ્યક રૂપથી પાલન કરે છે અને બ્રહ્મચર્ય વ્રતનું સર્વથા પાલન કરે છે. સ્ત્રીઓના શૃંગાર, ચેષ્ટાઓ જેવા તથા બિનજરૂરી વાર્તાલાપ કરવા એ બધું સર્વથા વર્જિત છે. “સાતમી સચિત્તાવાર વજિત પડિમા.” આ પડિમાને ધારણ કરે તે પહેલી પડિમાથી લઈને આગળની બધી પડિમાઓનું નિરતિચાર પાલન કરે છે. આ પડિમા ધારણ કરનાર સચેત આહારને અને સચેત પાણીને સર્વથા ત્યાગ કરે છે. તેમનાથી સચેત કોઈ વસ્તુ ખવાય નહિ. સચેત પાણી પણ પીવાય નહિ. આનંદ શ્રાવકના દિલમાં એ જ ભાવના છે કે હું પાપથી કેમ મુક્ત બનું. સાધુપણું તે લઈ શકતા નથી પણ એટલી કક્ષાએ પહોંચાય એટલી તૈયારી તે કરું. કેલેજમાં જનાર વિદ્યાથીને પહેલા પ્રાયમરી કુલમાં ભણવું પડે. મેટ્રીક સુધી પહોંચે પછી કેલેજમાં જઈ શકે તેમ આનંદ શ્રાવકને પણ સાધનાની કેલેજમાં આગળ જવું છે એટલે આ અભ્યાસ કરે છે. સૈનિકમાં ભરતી કરવી હોય તો તેને પહેલા તાલીમ લેવી પડે છે. તેમાં પાસ થાય તો સનિકમાં ભરતી કરે છે. આનંદ શ્રાવક તાલીમ લઈ રહ્યા છે. તમે પણ અભ્યાસ કરશે તે દેહાધ્યાસ છૂટશે. જે આ તાલીમ મેળવી હશે તે ઉપસર્ગ પરિષહ આવશે તે સમભાવમાં સ્થિર રહી શકશે.
આનંદ શ્રાવકે સાતમી પડિયામાં સચેત આહાર પાણીને સર્વથા ત્યાગ કર્યો. આજે કંઈક ને કાચી લીલેરી જેવી કે મેગરી, કાકડી, આદિ વસ્તુઓ ખાવાની ટેવ હોય છે. તેના કકડા કરીને તેમાં મીઠું, મસાલે નાંખીને ટેસ્ટથી ખાતા હોય છે પણ ખાનારાઓને બબર નથી કે આ ટેસ્ટ અવળા નીકળી જશે. શ્રાવક કુળમાં જન્મ્યા છે, પુણ્ય-પાપનું ભાન છે તે આટલું તો કરે કે મારે સચેત વનસ્પતિ ન ખાવી. આનંદ શ્રાવકનું જીવન સાંભળીને એટલે તે નિર્ણય કરે કે હું આનંદ શ્રાવકની જેમ પડિમા તો ધારણ કરી શકું તેમ નથી પણ હવે મારે જીવનમાં સચેત વસ્તુઓ, કાચી વનસ્પતિ ન ખાવી, તે પણ પાપથી અટકશો. આનંદ શ્રાવકે સાત પડિમા અંગીકાર કરી. સાતમી ડિમાં સાત માસની હોય છે. હવે આઠમી ડિમા અંગીકાર કરશે તેના ભાવ અવસરે. આસો વદ ૧૩ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૨ : તા. ૧૦-૧૧-૮૫
આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવક પડિમા વહન કરી રહ્યા છે. તેમણે સાત