________________
૯૦૮ ]
[ શારદા શિરેમણિ કરવું પડે તે તેની છૂટ રાખી હતી પણ હવે પડિમા ધારણ કરી એટલે કેઈ જાતના આગાર રહિત સમ્યકત્વનું પાલન કરે છે. એ રીતે સમ્યક્ત્વનું પાલન કરતાં દેવ, માનવ કે તિર્યંચના ઉપસર્ગો આવે તે શ્રદ્ધાથી જરા પણ ચલિત ન થાય અને તેમના માર્ગમાં આગળ પ્રગતિ કરતા રહે. તે કિયાવાદી, અકિયાવાદી નાસ્તિક મતે તેમજ બધા દર્શનના તેને સારી રીતે જાણીને વિધિપૂર્વક સમ્યકત્વનું પાલન કરે. દુનિયામાં બે જાતના છે છે. આસ્તિક અને નાસ્તિક છવાદિ પદાર્થોમાં અસ્તિત્વની મતિ રાખે છે એટલે તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે તે આસ્તિક કહેવાય છે. તેને આત્મા ધર્મના રંગે રંગાઈ જાય છે. તે સમકિતના પાંચ લક્ષણોથી યુક્ત હોય છે. - નાસ્તિક મત એટલે ચાર્વાક મતવાળા જેવો પુણ્ય-પાપ, સ્વર્ગ, મોક્ષ, પરલેક, અરિહંત, તીર્થકર આદિ કોઈને માનતા નથી. સારા ખોટા કર્મોનું ફળ પણ માનતા નથી. તે તે કહે છે કે પંચભૂતથી આત્મા ઉત્પન્ન થયે છે અને એના નાશે આત્માનો નાશ થવાનો છે, પછી ધર્મ આદિ કરવાની જરૂર શી ? આ ભવમાં જે સુખો મળ્યા છે તેને આનંદથી ભેગવી લે. કદાચ પૈસા ન હોય તો કરજ કરીને પણ જલસા કરે. પરદેશી રાજા કેવા નાસ્તિક હતા. તે દેહ અને આત્માને એક માનતા હતા. તે સાબિત કરવા માટે કેટલા જીની હત્યા કરતા હતા પણ એક વાર કેશીસ્વામીને સમાગમ થ. કેશીસ્વામીએ તેમને ખૂબ સુંદર ન્યાય આપીને શરીર અને આત્માની ભિન્નતા સમજાવી. પરિણામે પરદેશી રાજા નાસ્તિકમાંથી આસ્તિક બન્યા. પરદેશી મટીને સ્વદેશી બની ગયા અને વીતરાગ માર્ગની યથાર્થ શ્રદ્ધા થઈ. જે આસ્તિક છે તે નવતત્વ, વર્ગ, મોક્ષ, આત્મા બધું માને છે કર્મના ફળને પણ માને છે. આનંદ શ્રાવક આ બધાનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે. તેમને લાગ્યું કે ઘરમાં રહીને પડિમા વહન ન થાય, તેથી પૌષધશાળામાં આવીને પહેલી દર્શન ડિમા વહન કરી. તેમના મનમાં એ ભાવે રમી રહ્યા છે કે હું મુનિ બની શક્યું નહિ. સંયમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. તેના વિના સિદ્ધિ નથી પણ હું લઈ શક્યો નહિ તે મારી કાયરતા છે. શ્રાવકના દિલમાં સતત આ ભાવના રમતી હોય. તમે પણ આવું માને છે કે નહિ ? એક કાલ્પનિક વાતથી સમજીએ.
ધર્મને આવકારશે કે ધનને આવકારશે ? : માને કે તમારે બે દીકરા છે. તે બે દીકરાને બહારગામ કમાવા માટે મોકલ્યા. તેમને ગયા પાંચ વર્ષ થઈ ગયા પછી દીકરાનો પત્ર આવ્યું. પિતાજી ! આપની મીઠી અમી દષ્ટિથી અને આશીર્વાદથી પાંચ વર્ષમાં મેં કાંઈક પ્રાપ્ત કર્યું છે અને હવે હું દેશમાં આવું છું. આ પત્ર વાંચતા તમારા રૂંવાડા ઊભા થઈ જશે. તમને ખૂબ આનંદ થશે. દીકરાએ મેળવીને મેળવ્યું શું? ખનખનીય જ ને ? દીકરે આવ્યા ત્યારે ખબર પડી કે તે ૧૦ લાખ રૂપિયા કમાઈને આવ્યો છે, પછી તે તમારા આનંદનું પૂછવાનું જ શું? આ એક દીકરાની વાત કરી. બીજો દીકરો છે તેને પત્ર આવ્યો કે પિતાજી ! હું કંઈક લેવા માટે આવું છું. ત્યાં