________________
૯૦૦ ]
[ શારદા શિરામણ
હાથે પાછા ન મેાકલ્યા પણ બધાને ભેટ આપી.
ત્યાર પછી તે બધાની વચ્ચે પેાતાના જ્યેષ્ઠ સૌથી મેાટા પુત્રને મેલાવીને કહ્યુંબેટા ! આ વાણિજ્ય ગામમાં હું રાજા, તલવર, શેઠ, સેનાપતિ તથા કુટુ'બીજનેાને માટે આધારભૂત છું. તે બધા દરેક કાર્યોંમાં મને પૂછવા માટે મારી સલાહ લેવા માટે આવે છે તેથી જે રીતે ધનુ પાલન કરવું જોઇએ તે રીતે થઇ શકતું નથી. હવે તું મેટા થયા છે. દુકાનના તથા ઘરના બધા ભાર ઉપાડે તેવા તૈયાર થયા છે, એટલે હવે કુટુંબના પાલન પાષણની જવાબદારીનો ભાર તને સેાપુ છું અને હું આ સંસારના આર'ભ સમાર'ભથી નિવૃત્ત થવા માગું છું. આનંદ શ્રાવકની બધી વાત સાંભળીને જ્યેષ્ઠ પુત્રે વિનયપૂર્ણાંક તેને ‘તહત્તિ' કહીને વધાવી લીધી. આપ કહેા છે. તે પ્રમાણે તમારુ કામ સારી રીતે કરીશ. આપની જેમ ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવીશ. સદાય સત્ય માનું આચરણ કરીશ. આપના આપેલા સંસ્કારોને હું જીવનમાં બરાબર ટકાવી રાખીશ. જેના માતાપિતા સંસ્કારી હાય, ધર્મના ર'ગે રંગાયેલા હાય તેના સંતાનોમાં એ વારસેા આવ્યા વિના રહે નહિ. આનંદ શ્રાવકના પુત્ર પણ સંસ્કારી છે. તેણે પિતાની આજ્ઞાને માથે ચઢાવી અને વિનયપૂર્વક શિરોમાન્ય કરી.
ત્યાર પછી તે આનંદ શ્રાવકે મિત્ર, જ્ઞાતિબંધુ આદિની સમક્ષમાં જયેષ્ઠ પુત્રને કુટુંબ વિષે સ્થાપિત કર્યાં અને કહ્યુ -હે દેવાનુપ્રિયે ! આજથી ગૃહવ્યવસ્થા સંબંધી, ઘરના કામકાજ સબંધી, વ્યવહાર સંબંધી, કોઈ વાતમાં મને પૂછવા કે મારી સલાહ લેવા આવશે। નહિ. રાય સંબંધી, જ્ઞાતિ સબંધી કોઇ પણ કામમાં મને પૂછશે નહિ. સારા કે ખાટા કામમાં હું હવે માથું' મારીશ નહિ. હું સંસારના પાપેાથી સ`થા છૂટવા માંગુ છું. સારા કામેામાં હું હ મનાવીશ નહિ અને ખાટા કામેામાં શેક કરીશ નહિ. કેટલી બધી મમતા છૂટી હોય ત્યારે આટલા ઊંચા ભાવ આવે અને કરી પણ શકે. બાકી મમતા છેડવી સહેલી નથી.
આ પ`ખી રે....બાંધે શું મમતાના માળા (ર) ઉડી જનાર છું માળા મૂકીને
જ્યાં જીવ ગયા ત્યાં એણે મમતાના માળા ઉભા કર્યાં છે. એક સુખી કુટુંબ હતું. બધા સારી રીતે ધર્માંધ્યાન કરતા હતા. માતાપિતાને ત્યાં સંપત્તિ અઢળક હતી. એકના એક લાડકવાયા, વહાલસાયા દીકરા હતા એટલે માતાપિતાએ એને સુખી કરવા પાછળ પેાતાનું સમગ્ર જીવન ખચી નાંખ્યું હતું. માતાપિતાના મનમાં મેટી આશા હતી કે એક દીકરા છે તે તે અમારા ધનના અને ધર્માંને! વારસા સાચવશે. માનવીની ઈચ્છાએ આકાશ જેટલી હેાય છે અને જિં દગી તણખલા જેવી નાની છે. સ`સારમાં બધા દિવસે કોઈના સરખા જતા નથી. માનવ જાત અજપા, અશાંતિ, અને દુઃખના ત્રિભેટે હમેશ માટે આથડતી રહી છે. એના જીવનમાં શાંતિ, સુખ તેા અલ્પ હાય છે. દુ:ખ, અશાંતિ પ્રાય: એના કર્મીમાં લખાયેલા હોય છે.