________________
૯૦૪]
[ શારદા શિરમણિ સદા માટે રહી શકીશ ખરે? સુખની માનેલી ઈમારતે કકડભૂસ થતાં વાર લાગતી નથી માનવી લેભામણું સુખ તરફ આંખ ફાડીને બેઠો છે પણ એ સુએ તેને દગો દઈને ચાલ્યા જાય છે. એ વાતને નિખિલ તું કેમ ભૂલી જાય છે? તને લાગે છે કે મામાએ મને દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો છે તેથી મામાને જેલ અપાવું છું પણ નિખિલ ! આ બધું તને શોભે છે?
વેરના સ્થાને વૈરાગ્ય : નિખિલ કહે, ગુરૂદેવ ! તો હું શું કરું? તું સમજી જા. એક જ શબ્દમાં કહું તો ક્ષમા એ તારો ધર્મ છે. તું આ સંપત્તિ મેળવીશ પણ તારા અંતરમાં અજંપિ ચિરસ્થાયી બનશે. તે તને સુખેથી જીવવા નહિ દે. તું સ્વાર્થના માર્ગથી પાછા ફરે એ જ મારી મોટી હિતશીક્ષા છે. આ રીતે કરવાથી બંને વચ્ચે વેરની પરંપરા ચાલુ થશે. આ ખાસ કામ માટે મેં તને બેલા હતે. તારી વાત હું જાણતો હતે. ગુરૂદેવના આત્મસ્પશી ઉગારો સાંભળતા નિખિલના મનમાં એક જબ્બર આંચકો લાગ્યો. એને સમજાઈ ગયું કે જે સંપત્તિને મેળવવા હું તલસી રહ્યો છું વેરની આગ વધારી રહ્યો છું તેનાથી મને લાભને બદલે નુકશાન થવાનું છે. તેણે કહ્યું-ગુરૂદેવ ! આપે કહ્યું તે બધું સાચું છે પણ આ બધું સંસારમાં રહીને બની શકે તેમ નથી. આ માટે તે બધી સંપત્તિને ત્યાગ કરી સંયમ લઉં તે જ બની શકે. હવે હું મારો કેસ પાછા ખેંચી લઉં છું. સંતની વાણીની નિખિલ ઉપર જાદુઈ અસર થઈ. તે ત્યાંથી ઉઠીને મામાને ઘેર જઈ મામા મામીના પગમાં પડે. મામા મામી તમે મારા મહાન ઉપકારી છે. હું આપને ખમાવું છું. મારે પૈસા જોઈતા નથી. મારો કેસ પાછો ખેંચી લઉં છું એકાએક નિખિલના જીવન પટાથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. બીજે દિવસે કેસ પાછા ખેંચાઈ ગયા હતા. બંને વચ્ચે સમાધાન થઈ ગયું. વેરની આગ ભભૂકી ઉઠી હતી ત્યાં શાંતિના ઝરણા વહેવા લાગ્યા. નિખિલે લગ્ન કર્યા નથી. તેણે એ બધે મોહ છોડી દીધો. તેનું મન સંસાર પ્રત્યે ઉદ્િવગ્ન બન્યું. સંસારના ભાવે પ્રત્યે પૂરી નફરત જાગી. મામાને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
નિખિલે ગુરૂ પાસે જઈને સંસારના બંધનો છેડીને સંયમનો માર્ગ સ્વીકાર્યો. સંસારની સ્વાર્થ જાળને તેડી નાંખી. એને જીવનપલ્ટો જોઈને બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા. નિખાલસ દિલને નિખિલ સાચે ત્યાગી બની ગયે. પિતાની મિલક્ત દગો કરીને પચાવી પાડી હતી તેથી નિખિલે મામા સામે કેસ કર્યો. કેસ તેની ફેવરમાં આવ્યા. બીજે દિવસે પિતાની બધી મિલકત મળી જવાની હતી અને મામાને જેલ મળવાની હતી છતાં ગુરૂદેવના એક શબ્દ એણે કેટલું છેડયું? તમામ સંપત્તિને આ રીતે મેહ છોડ સહેલું નથી. સંપત્તિ છેડી સાથે કષાય પણ છેડી. વેરની વણઝારને વધતી અટકાવી. આજે જે જરા પણ જતુ કરવા તૈયાર નથી, જ્યારે નિખિલે કેટલું જતુ કર્યું ? અપરાધીના અપરાધની સામે પણ આંખ ઉંચી કરવાની ઈચ્છા ન જાગે ત્યારે જીવનમાં સાચી કાતિ સધાય છે. તેનું જીવન ધન્ય બની જાય છે.