________________
શારદા શિરેમણિ ]
(૯૦૩ ગૌચરી કરીને આવ્યા હતા. સંતને થયું નિખિલ અત્યારે આવ્યા છે તો ગૌચરી ભલે
ડી વાર પડી રહે, પહેલા એની સાથે વાત કરી લેવા દે. નિખિલના મનમાં થયું કે એટલું બધું ખાસ કામ શું હશે કે ગૌચરી મૂકી રાખીને વાત કરવા માટે બેઠા. મહારાજે કહ્યું-નિખિલ! હું તને એક વાત કહું? તને છેટું તે નહિ લાગે ને? નિખિલે કહ્યુંના. ગુરૂદેવ ! આપ તો લાગણી અને પરોપકારથી મને કહે છે. સંતો માયાકપટ ન કરે. જે કરે તે સંત નહિ. સંતો જે કાંઈ કહે તે નિખાલસ ભાવે કહે- ગુરૂદેવ! આપને જે કહેવું હોય તે કહે. સંતે કહ્યું-તારા માતાપિતા ગુજરી ગયા પછી તેને મોટો કોણે કર્યો ? મામા મામીએ. તેમને ત્યાં કેટલા વર્ષ રહ્યો? ૧૩ વર્ષ. અત્યારે કયાં રહે છે? મારા મકાનમાં. મારા મામા અને મામીએ મને કાઢી મૂકો. સંતે કહ્યુંતને શું થયું? ગુરૂદેવ ! તમને સંસારની વાત શી કરું? તમારે ખાસ કામ હોય તે મને કહે ને. નિખિલ ! મારે તને એક વાર બધી વાત પૂછવી છે. નિખિલે કહ્યું – ગુરૂદેવ! મારા મામા મામીએ મારી બધી સંપત્તિ પચાવી પાડી છે તેથી મેં તેમની સામે કેસ કર્યો છે. તેને ચુકાદે જ્યારે આવવાનું છે ? આવતી કાલે. તેનું પરિણામ તને કેવું દેખાય છે? મામાને જેલના સળિયા ગણવા પડશે એવું લાગે છે. મારી બધી મિલકત પાછી આવશે. મારા મામા હવે ફફડી ઉઠયા છે.
આ કેટ અને કર્મની કેર્ટના ચૂકાદા કેઈ જુદા જ હોયઃ સંતે કહ્યુંનિખિલ ! પૈસે કોઈ દિવસ કેઈને B નથી, થવાનો નથી અને થશે પણ નહિ. યાદ રાખજે. લક્ષ્મી તો અનર્થનું મૂળ છે. આજે દુનિયામાં વેરઝેર, ઝઘડા, કલેશ જે બધું થાય છે તે પૈસાને આભારી છે. તારા મિત્ર પરેશનું શું થયું એ તે તને ખબર છે ને ? હા. પરમ દિવસે ગુજરી ગયે. તેને શું થયું હતું ? મારા જેવું થયું હતું. તેની બધી સંપત્તિ કાકાના દીકરાઓએ પચાવી લીધી હતી. કોર્ટમાં કેસ ગ. પરેશ જીતી ગયે. તેની બધી મિલ્કત તેને મળી ગઈ અને બીજે દિવસે મરણ પામ્યા. નિખિલ! મળેલી સંપત્તિને પણ તે ભોગવી ન શક્યા અને પલકમાં રવાના થઈ ગયે, આ કોર્ટમાં ચુકાદો આવશે પણ કમની કેર્ટના ચુકાદા તે કઈ જુદા જ હશે. તારા મામાએ અન્યાય, અનીતિ કર્યો હશે એ કબૂલ કરું છું. અમે જોયું નથી. સમાજ કહે તે સાંભળ્યું છે, પણ આ રીતે કરવાથી વેર વધશે કે ઘટશે? અત્યારે તું એને શત્રુની દષ્ટિથી દેખે છે અને તારા મામા તને શત્રુની દૃષ્ટિથી જુએ છે. કેસ લડીને તારી મિલકત પાછી મેળવીશ અને મામાને જેલ અપાવીશ એમાં તારું વેર વધવાનું છે. તે માનતો હોઈશ કે હું મામાને બરાબર બોધપાઠ આપી રહ્યો છું પણ અનેકેની “આહ ઉપર ઊભી કરાયેલી સુખની ઇમારત કેટલે ટાઈમ ટકી શકશે? વેરની વસૂલાત કદી વેરથી થતી નથી પણ ક્ષમાથી થાય છે. તે જે ક્ષમા રાખી હૈયાને વિશાળ બનાવ્યું હોત તો તારા જીવનમાં શાંતિના દીવડા ઝગમગતા હેત. કદાચ તને સંપત્તિ મળી જાય તે તું લખાણું કરી આપે છે કે એ મિલક્ત ભગવ્યા પછી હું મરીશ. એ સંપત્તિ સાથે તું