________________
૮૯૮ ].
[ શારદા શિરમણિ સમજાવ્યું કે કયા કર્મના કેવા ફળ જીવને ભેગવવા પડે છે, આપે કર્મનું જે સ્વરૂપ સમજાવ્યું તે સાંભળતા મારો આત્મા કકળી ઉઠયો છે. હવે મારું શું થશે ? મારે ઉદ્ધાર કેવી રીતે થશે ?
મને જ્યાં જવાનું મન ત્યાં મુજને જવા દે નહિ
મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહિ.મને મારા કર્મો એવા કઠીન છે કે મારી મુક્તિ થવા દેતા નથી. તમે કેટલા વ્યાખ્યાન સાંભળ્યા. કયારે એવું થયું કે વ્યાખ્યાન સાંભળ્યા પછી ખાવાનું ન ભાળ્યું હોય કે નિરાતે ઊંઘ આવી ન હોય માની લે કે તમે ડોકટર પાસે ગયા. ડોકટરે કેન્સરના
સ્પેશ્યાલીસ્ટને બતાવવાનું કહ્યું. હજુ ચોક્કસ ખબર નથી કે કેન્સર છે છતાં ભૂખ અને ઊંઘ ઊડી જાય. પાપ રૂપી કેન્સરના રોગોએ ચારે બાજુથી હુમલો કર્યો છે એવું વ્યાખ્યાનમાં સાંભળ્યા પછી ઊંઘ અને ભૂખ ઊડી જાય છે ખરી ?
સંતે દારૂ ત્યાગ માટે બતાવેલી ‘ગંઠસી”ની પ્રતિજ્ઞા : આ સાળવીએ એક વાર વ્યાખ્યાન સાંભળ્યું ને હીબકા ભરીને રડવા લાગ્યું. તેણે કહ્યું –ભગવાન ! મારા બધા પાપ મારી આંખ સામે દેખાય છે. તેના કટુ ફળ હું કેવી રીતે ભોગવી શકીશ?
એના વિચારો મગજમાં રમ્યા કરે છે. હવે હું આપની પાસે કરાર કરું છું કે દગા, - પ્રપંચ, ઝઘડા, અન્યાય, અનીતિ આદી પાપ જીવનમાં કયારે પણ કરીશ નહિ. આ ર બધું તે છેડી શકીશ પણ મને દારૂનું વ્યસન છે તે છેડી શકું તેમ નથી. આપે
સમજાવ્યું તે પ્રમાણે જે વ્યસન નહિ છોડું તે દુર્ગતિ છે અને છેડવા જાઉં તે એ વ્યસન કઈ હિસાબે છૂટે તેમ નથી. મને તે આંખ સામે નરક દેખાય છે. નરકની વેદનાને હું કેવી રીતે ભેળવીશ ? મારું શું થશે? આ પાપ મને કયાં લઈ જશે ? ગુરૂદેવ કહે-ભાઈ ! તું દારૂ કેવી રીતે પીવે છે? ગુરૂદેવ ! દારૂને તો મારી સાથે લઈને ફરું છું. તરસ લાગે ને પાણી પીએ તે રીતે હું થોડી વાર થાય એટલે પી લઉં છું. જે દારૂ પીવામાં થોડી વાર લાગે તે મારી નસે નસો તૂટી જાય ને હું મરી જઈશ એવું થાય છે. કેઈ સંગમાં હું છોડી શકું તેમ નથી. મારા પાપ મને ડંખે છે. મેં આપની પાસે મારું પાપ ખુલ્લુ કરી દીધું છે. સંત કહે-ભાઈ ! તું એમ કર. તું ગંઠસી ' ની પ્રતિજ્ઞા લે. એક સૂતરની દોરી રાખવાની. તારે કંઈ પણ મુખમાં નાંખવું હોય ત્યારે ગાંઠ છોડીને નાંખવાનું, પછી ગાંઠ વાળી દેવાની. આટલો નિયમ હશે તે તું પળે પળે મુખમાં કાંઈ નહિ નાખે. સાળવીને થયું. આ નિયમ લેવામાં શું વધે છે ? ગમે તેટલી વાર ખાવાપીવાનો વાંધો નથી. માત્ર દેરીની ગાંડ મારવાની અને છેડવાની. તેણે કહ્યું-ગુરૂદેવ ! આ નિયમ મને આપે. હું તેને બરાબર પાળીશ. સાળવીએ નિયમ લીધે. નિયમનું બરાબર પાલન કરે છે. દારૂ પીને ગાંડ મારે અને પીવાનું મન થાય ત્યારે છોડે છે.