________________
[ ૮૫
શારદા શિરેમણિ ] સંપર્કમાં આવવાવાળા જીવનબાગના માળી એવા આત્માની પ્રશંસા કરે છે પણ જે બીજા માળીની જેમ જીવન રૂપી બગીચાની સંભાળ રાખતા નથી, રાગ-દ્વેષ, કષાયેના કાંટાને દૂર કરતા નથી, સત્સંગનું પાણી સી ચતા નથી, સત્ય, અહિંસાના વૃક્ષને રેપતા નથી. હિંસા આદિના ઝેરીલા વૃક્ષો જે દેખાવમાં સુંદર હોય પણ ખાવામાં ઉપયોગી ન હોય એવા વૃક્ષો વાવે છે તેને જીવન બગીચે ઉજજડ વન જે બની જાય છે. આવા જીવન બગીચાની પ્રશંસા કોણ કરે? જે આ માનવજીવન રૂપી બગીચે મેળવીને બેપરવાડ રહે છે તેનું જીવન વન જેવું વેરાન બની જાય છે.
આનંદ શ્રાવકે પોતાના જીવન બગીચાને ખૂબ સુંદર રીતે ખીલવ્યો છે. તેમના જીવન બગીચામાં ભગવાનની વાણીનું સિંચન મળ્યું તે મિથ્યાત્વના કાંટા ઉખાડીને ફગાવી દીધા અને સમ્યકત્વ વૃક્ષની રેપણી કરી. તેમાં બાર વ્રતો રૂપી સુંદર પુપો ખીલ્યા. તેમનું જીવન સદ્દગુણની સૌરભથી મોંકી ઉઠયું. દેશવિરતિ ધર્મને અપનાવવાથી પણ જે જીવન આટલું સૌરભવંતુ બની શકે છે તે પછી જે પાપના, અવિરતિના કાંટાને સર્વથા દૂર કરી સર્વવિરતિ ધર્મને અપનાવે છે તેના જીવનની સુંદરતા માટે તો કહેવું જ શું ? આનંદ શ્રાવકે હવે સંસારના બંધનથી છૂટવા માટે પિતાના દીકરાને બધી જવાબદારી સોંપવાને વિચાર કર્યો. હવે કેવી રીતે પુત્રને ભલામણ કરશે અને તેઓ શું કરશે તેના ભાવ અવસરે. આ વદ ૬ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૩-૧૧-૮૫
અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે जमाह ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं । નવી વિના વિલંબrઉં, તુદોડેવિ શ્રીયં અનુસંવતિ સૂયઅ.૧૨ગાથા૧૪
આ સંસાર સાગરને તરવે એ સ્વયંભૂરમણ સમુદ્રને તરવા સમાન સ્તર છે. કઈ જળચર કે સ્થળચર આ સમુદ્રને ઓળંગી શકે નહિ એવી રીતે સમ્યગુદર્શન વિના ૮૪ લાખ છવાયેનિના સ્થાન રૂપ સંસારને પાર કરે મુશ્કેલ છે. સ્ત્રી રૂપ કીચડમાં અને કામગ રૂપી વિષયમાં ફસાયેલા આસક્ત છ ચાર ગતિઓ અને ચૌદ રાજકમાં વારંવાર જન્મ મરણ કર્યા કરે છે.
બંધુઓ ! આ માનવ જીવનને શ્રેષ્ઠતમ પુરૂષાર્થ હોય તે પોતે સંસાર સાગર તરે અને બીજા જીવને તારવા ગંગા-જમના આદિ નદીઓને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની જરૂર છે. નદીને તરવાની કળા શીખ્યા હોય તો પુરૂષાર્થ દ્વારા તરી શકાય પણ તરવાની કળા જાણતા ન હોય તો ડૂબી જવાય. આ સંસાર સાગર તા. ખૂબ ભયંકર, તોફાની અને ભીષણ છે. એને તરવા માટે જ્ઞાન અને ક્રિયાની અવશ્ય જરૂર છે. જ્યાં સુધી આ ભવસાગર ખૂબ શાંત, સુખદાયી અને સારા લાગે ત્યાં સુધી