________________
૮૯૪ ]
[ શારદા શિરોમણિ ત્યારે તે પહેલા ચાર જાતના આહાર બનાવી કુટુંબીજનેને તથા પરિવારને બધાને જમવા બેલાવે અને પછી જે કાર્ય કરવું હોય તે કરે. સિદ્ધાંતમાં ઘણાં દાખલાઓ મળે છે. આનંદ શ્રાવકે પણ તેમ કરવાનો સંકલ્પ કર્યો. હવે સંસારના કેઈ કામમાં તેમને રસ કે આનંદ નથી. હવે તે એક જ લગની, એક જ ધૂન છે કે હું સંસારથી જલ્દી નિવૃત્ત થાઉં.
શાસ્ત્રમાં કહ્યું છે કે પૂરણની જેમ આનંદ શ્રાવકે કર્યું એટલે પૂરણે જેમ પોતાના ઘરને તમામ ભાર પિતાના જયેષ્ઠ પુત્રને સેંપીને તાપસપણું લીધું હતું તેમ આનંદ શ્રાવકે પણ એ વિચાર કર્યો. આનંદ શ્રાવકને હવે જડ અને ચેતન પરિગ્રહ પ્રત્યેથી સંપૂર્ણ મમતા ઉતરી ગઈ તો જ આ વિચાર આવે ને ? સરોવરની પાળ તૂટતાં સરોવરનું પાણી ચાલ્યું જાય છે તેમ આત્મ સરોવરમાં ભરાયેલા પાપ રૂપ પાણીને નિકાલ કરવા માટે પરિગ્રહની પાળ તેડવી પડશે. તો પાપ રૂપી પાણી ચાલ્યું જશે. જ્યારે એ પાળ તૂટી જશે, પાપનું પાણી ચાલ્યું જશે ત્યારે સ્વાનુભૂતિને કંઈ જુદે અનુભવ થશે, જ્યારે આત્મા પિતાના સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે તેનું જીવન કેવું બને છે ?
બે પાડોશી રાજાએ પોતાના નગરમાં બગીચા બનાવવાનો વિચાર કર્યો બંને રાજાએ પોતાના બગીચા માટે એક એક સારો માળી નિયુક્ત કર્યો. બંને માળીઓએ એક સાથે બગીચાનું કામ શરૂ કર્યું. એક માળીને સેપેલે બગીચે થોડા સમયમાં ફળફૂલથી હર્યોભર્યો થઈ ગયે. આખો બગીચે સુગંધથી અને સુંદરતાથી ખીલી ઉઠશે. જે આ બગીચામાં આવે તેનું મન શાંત થઈ જાય, હદય પ્રફુલ્લિત બને અને બગીચાની સુંદરતા જોતાં આંખ તૃપ્ત થઈ જાય. બગીચો જેનારને એમ થાય કે કેટલે સુંદર બગીચ છે ! તેને માળી કેટલે કુશળ હશે ? બગીચે આટલે સુંદર થવાનું શું કારણ? માળીએ તન મનથી અને ખૂબ ખંતથી આ કામ કર્યું હતું. બગીચાની ખૂબ સંભાળ રાખી હતી. રાજા પણ આ બગીચે જોઈને ખૂબ પ્રસન્ન થયા. બીજા રાજાના માળીએ બગીચાની સંભાળ ન રાખી. તેણે કયારીઓ બરાબર ન કરી, મૂળિયાને પોષણ ન આપ્યું તેથી બગીચે ઉજજડ વન જે સાવ શુષ્ક દેખાતું હતું. આ બગીચે ન કોઈના મનને આનંદ આપે, ન કેઈને પ્રસન્ન કરે કે ન કેઈને સુગધ આપે, તેને જોઈને કોઈને એમ થાય કે આ બગીચો છે કે વન છે ? રાજા પિતાના બગીચાની આ સ્થિતિ જોઈને ગુસ્સે થયા.
જીવનને વન બનાવશે કે નંદનવન બનાવશે ? આ વાત આપણે સમજવાની છે. પહેલા માળી સમાન આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં રમણતા કરે છે ત્યારે તે જીવન રૂપી બગીચાને સારી રીતે સંભાળી શકે છે. તે કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ આદિ કાંટાના ઝાડ ઉગેલા હોય તેને ઉખાડીને ફેકી દે છે અને અહિંસા, સત્ય, અચૌર્ય સમતા, ક્ષમા આદિના સુંદર વૃક્ષોની રોપણી કરે છે. જેમાં સદ્દગુણોના પુપો ખીલે છે, સત્કાર્યો રૂપી ફળ આવે છે. આવા જીવન રૂપી બગીચાને જોઈને તેમના