________________
૮૫૦]
[ શારદા શિમણિ તું જે હોય તે મારી પાસે વ્યક્ત કર ગુણસુંદર તે પુયસારે પહેરેલી વીંટી અને નવસેરા હાર તરફ ધારી ધારીને જુવે છે. મિત્ર ! તું મારા સામું શું જોઈ રહ્યો છે ? તું તે ગાંડો થઈ ગયો છે કે શું. તારું ચસ્કી ગયું છે? હું તને અજાણ્યે લાગું છું ? હું મારા મિત્રના લગ્નમાં ગયે હતું તેથી આ દાગીના પહેરી ગયે હતે. તારા આ સમાચાર સાંભળતા ઘેર ન જતાં સાધે અહીં આવ્યું છું. ત્યારે ગુણસુંદરે કહ્યું- મિત્ર ! મારું ચરકી ગયું નથી. હું ગાંડો થયો નથી, પણ તારી સામે એ જોઉં છું કે છ છ મહિનાથી જેના માટે તપ કરું છું તે તમે નથી ને? મિત્ર ! તારી આવી ગોળ ગોળ ભાષા હું સમજી શક્તા નથી. મને સમજ પડે એવું બેલ. તું કયા દુઃખથી આપઘાત કરવા ઉઠે છે તે મને જલદી કહે, મારે તે જીવ અદ્ધર થઈ ગયા છે, તું જે હોય તે કહે તે વાતને ફેંસલે થાય.
મારા પતિ છે એ ચક્કસ કરવા ગુણસુંદરે પૂછેલા પ્રશ્નો ઃ ગુણસુંદરે કહ્યું- મિત્ર! આ વીંટી, નવસેરો હાર તારા પહેર્યા છે કે બીજા કેઈને પહેર્યા છે ? તું એમ શા માટે પૂછે છે ? મેં પહેર્યા છે એટલે મારા જ હેય ને! તને વીંટી અને હારનો મેહ લાગ્યો છે તે તે હું તને ઉતારી આપું. તું મારા જે શ્રીમંત છે મારાથી ઉતરે એ નથી ને તારો જીવ એમાં ભરાઈ ગયે ! શું હું ભિખારી છું કે કેઈની પાસેથી ઉછીના લઈ આવું. આ હાર અને વીંટી મારી છે. તે બાબતમાં તારે શું કહેવું છે? મિત્ર ! તારા પિતાજીએ બનાવેલ છે કે તને કેઈએ ભેટ આપ્યા છે ! પુણ્યસાર કહે- આ દાગીના મારા પિતાએ બનાવેલ નથી. જે તારા પિતાએ ઘડાવ્યા નથી તે કયાંથી લાવ્યા છે ? નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે ભેગે થાય છે ! પુણ્યસારે આ દાગીના
અને આ પિશાક તેના લગ્ન પછી પહેર્યા ન હતા. આજે જ પહેર્યા. આ તે તેના મિત્રના લગ્નમાં ગયો હતે એટલે આ પિશાક અને દાગીના પહેરી ગયે હતે. ગુણસુંદરની આપઘાતની વાત જાણી એટલે તે ઘેર ન ગયે. એ પિશાકે સીધે અહીં આવ્યું છે. આ પિશાક અને દાગીના જોતાં ગુણસુંદરને શંકા પડી કે આ પુણ્યસાર છે પણ વાત ચોક્કસ કરવા માટે આ બધા પ્રશ્નો પૂછી રહ્યો છે. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે.
આસો સુદ ૧૦ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯૪ : તા. ૨૩-૧૦-૮૫
આપણે આનંદ શ્રાવકને અધિકાર ચાલે છે. તેમણે ભગવાન પાસે ૧૨ વ્રત આદર્યા ને તેને અતિચાર પણ જાણ્યા. હવે સંથારાની વાત આવે છે. મરણ બે પ્રકારના છે. સકામ મરણ અથત પંડિત મરણ અને અકામ મરણ અર્થાત્ બાલમરણ આપણે કયા મરણે મરવું છે? બાલમરણે તે જીવ અનંતી વાર મર્યો છે. કૂવામાં રેટ ફરે ત્યારે પાણીથી ડોલ ભરાય અને ઠલવાય તેમ ચારે ગતિમાં જીવ અનંતી વાર અકામ મરણે મર્યો છે. પંડિત મરણ માત્ર સાધુઓને થાય છે એવું નથી પણ વ્રતનું પાલન કરવાવાળા