________________
શારદા શિરેમણિ ]
[ ૮૯૧ મારવા લાગી. અહાહા-આ ભોજનને ખાનાર કેટલે ભાગ્યશાળી ! એ બિરંજને સ્વાદ તો કોણ જાણે કે અદ્દભૂત હશે ! એનું મન તે એ ખાવા તલપાપડ બની ગયું. તેણે ભાઈને કહ્યું-મિત્ર ! ભંડારીના ભાણામાં રહેલે બિરંજ ખાવાનું મન થયું છે. અરે, તારું ખસી ગયું તો નથી ને! એવું મન કરે શું વળે ? તેને એક દાણે પણ કોઈને ન મળે. આ તે એ કંજુસીય છે કે પ્રદર્શન કરે પણ કેઈને આપે નહિ. મિત્ર ! ગમે તેમ કરીને મને લાવી આપ. મને તો એવું મન થયું છે કે જે મને ચાખવા નહિ મળે તે કદાચ મારા પ્રાણ ચાલ્યા જશે. આ રસેન્દ્રિયને જીતવી સહેલી નથી. ખૂબ કઠીન છે. આ ભાઈ રસેન્દ્રિય પર કંટ્રોલ ન રાખી શકો ત્યારે આ દશા થઈ ને ! પેલા ભાઈએ ભંડારીને કહ્યું મારી સાથે બહારનો જે માણસ આવ્યો છે તેને આપના બિરંજનો સ્વાદ લેવાનું મન થયું છે. આપ કૃપા કરીને એક કોળિયો તે આપો. તે કહે છે કે મને ચાખવા નહિ મળે તે મારા પ્રાણ ઉડી જશે ભંડારી કહે-આ બિરંજના એક કેળિયાનું મૂલ્ય સે રૂપિયાનું થાય છે. તેનું તને ભાન છે? જેટલા માંગે તેટલાને આપું તે મારે ખાવા શું રહે ? પણ સ્વામી ! આ તે પ્રાણ બચાવવાની વાત છે.
સ્વાદની પાછળ સ્વીકારેલી ગુલામી : ભાઈની વાત સાંભળતા ભંડારીનું મન ડું પીગળ્યું. તેણે કહ્યું–જે બિરંજના સ્વાદ વિના એના પ્રાણ જાય એવો ભય હોય તે મારી એક શરત સ્વીકારે તે તેને તે ખાવા મળશે. ત્રણ વર્ષ મારે ત્યાં એને નોકરી કરવી પડશે. રાત્રે-દિવસે જ્યારે હું કામ બતાવું ત્યારે કરવું પડશે. તેના કામમાં કાંઈ ખામી નહિ આવે ને મને સંતોષ થશે તે મારે આખે ભજનનો થાળ એને આપી દઈશ. આ ભાઈ તે ઘરબાર, માતા-પિતા, પત્ની, પરિવાર બધાને છોડીને અહી રહ્યા. ત્રણ વર્ષ સુધી ઘરમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે ગમે તે કામ લેંગ્યું તો તેણે એક નિષ્ઠાથી કર્યું. જરા પણ ખામી આવે એવે પ્રસંગ આવવા દીધું નહિ. આ રીતે તનતોડ મહેનત કરતા તેને ત્રણ વર્ષ પૂરા થયા. ત્રણ વર્ષ આવી રીતે દાસપણામાં વિતાવવા એ ઘણું મુશ્કેલ છે.
મહામહેનતે મેળવેલા ભોજનને ઉમદા ભાવે દેવાની વૃત્તિ ત્રણ વર્ષ પૂરા થયા એટલે ભંડારીએ તેને સ્નાન કરવા સુગંધી જળ આપ્યું. સારા કપડા આપ્યા અને તે દિવસ માટે નોકર ચાકરો આપ્યા. સવાર સાંજના નાસ્તા માટે બે હજાર સોના મહોરનો ખર્ચો કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે સેવકે ત્રણ વર્ષ સુધી ઘણી મહેનત કરી ભંડારીને ભજન વૈભવ મેળવ્યા છે તે જેને જોવા આવવું હોય તે આવજે. આ ઘેષણ સાંભળતા હજારે લેકે જોવા આવ્યા. સારા વસ્ત્રલંકારોથી સજ્જ થઈને તે રત્નજડિત આસન ઉપર બેઠો. તેને ભાણામાં સેવકોએ બિરંજ પીર કે જેના માટે ત્રણ વર્ષ કાળી મહેનત કરી જાત નિચોવી નાંખી છે. બિરંજન કેળિયો હાથમાં લીધે ત્યાં તેને વિચાર આવ્યું કે બહાર આટલા બધા માણસો ઉભા છે તેમાં મારી જેમ કેઈને ખાવાની ઈચ્છા નહિ થઈ હેય ને ? તે હું બહાર જાઉં. કેઈને ઈચ્છા થઈ હોય તે