________________
શારદા શિરોમણિ ]
[ ૮૬૭ કટ આપી શકે પણ આત્માના આનંદને, પ્રસન્નતાને જરા પણ ખંડિત કરી શકે નહિ. કર્મના કાંટાને મૂળમાંથી કાઢીને કેવળજ્ઞાન રૂપી અમૂલ્ય રત્ન મેળવવું છે તે તે મેળવવા માટે તેના મૂલ્ય પણ ઘણાં ચૂકવવા પડે. મહાન પુરૂને ઉપસર્ગો આવ્યા. તે અત્યંત ઉલ્લાસથી પ્રસન્ન ચિત્ત સહન કર્યા તે કર્મના કાંટાને દૂર કરી શકયા.
આનંદ શ્રાવકને તે અંગીકાર કરતાં અધિક ઉલ્લાસ આવ્યા. તેમણે પ્રભુને કહ્યું, મને આપના વચનોમાં યથાર્થ શ્રદ્ધા જાગી છે. હવે દેવ મારા અરિહંત, ગુરૂ નિગ્રંથ મુનિ અને ધર્મ કેવળી પ્રરૂપિત આ ત્રણ તત્ત્વ સિવાય હવે મને કેઈની શ્રદ્ધા નથી. હવે આગળ તે ભગવાનને શું કહેશે તેને ભાવ અવસરે.
ચરિક : પુણ્યસારનો પિશાક અને દાગીના જોતાં ગુણસુંદરને શંકા પડી કે આ પુણ્યસાર છે તેથી વાતને ચોક્કસ કરવા માટે પ્રશ્નો પૂછી રહ્યો છે
ગુણસુંદર મન ચિંતવે, જિમ વચન તિમ આકાર,
દાગીના પોશાક છે એમના, એમાં ન ફેરફાર ગુણસુંદરના મનમાં થયું કે પુણ્યસારની વચન ચાતુરી, દેખાવ બધું મારા પતિ જેવું જ છે. જે હું ભૂલતી ન હોઉં તે મને તે એ જ લાગે છે. વળી આ દાગીના અને પિશાક તેમણે લગ્ન સમયે પહેર્યા હતા તે જ છે. ચકકસ ખાત્રી કરવા માટે પૂછે છે કે આ પોશાક, દાગીના લગ્ન પ્રસંગે ભેટ મળ્યા હતા ને ? આ સાંભળી પુણ્યસાર તે સજજડ થઈ ગયો. મારા લગ્નની વાત તો મેં કોઈને કરી નથી. મારા લગ્ન થયા છે એ કઈ જાણતું નથી. ગુણસુંદર મારા ઘેર આવે છે તેને ખબર છે કે પુયસારની પત્ની તો છે નહિ; તે તે કયાંથી એમ કહે છે કે તેને લગ્નપ્રસંગે ભેટ મળ્યા છે. વળી તે મક્કમતાથી કહેતે હોય એમ કહે છે. તે પુણ્યસાર કહે તને આ વાતની ક્યાંથી ખબર પડી ? તારા લગ્ન વલભીપુરમાં થયા હતા ને? તે આ જાણ્યું કેવી રીતે ? પુણ્યસારના મનમાં થાય છે કે મારા માતપિતાને મારા લગ્ન વલ્લભીપુરમાં થયા એટલી વાતની ખબર છે પણ કઈ છોકરી સાથે એ કાંઈ ખબર નથી. આ મિત્રને બધી વાતની ખબર કયાંથી પડી ? ગુણસુંદર તે પુણ્યસારને જવાબ આપવાને બદલે નવા નવા પ્રશ્નો કરતો જાય છે. તેણે કહ્યું-તું એક નહિ પણ સાત સાત છોકરીઓને પરણ્યો છે ને? લગ્ન કરીને સાતેને રઝળતી-રડતી મૂકીને તે રાત્રે ભાગી ગયેલ હતું તે જ તું કે બીજે ? આટલું બોલે છે છતાં પુણ્યસારને ખબર પડતી નથી કે આ મારી પત્ની છે. ને ખુલ્લો કરતો ગુપ્ત પડદો ? પુણ્યસાર સમજે છે કે તે છોકરીઓના ઘરને કેઈમાણસ હશે અથવા તેને ભાઈ હશે. તે શું શોધ કરવા આવ્યા હશે ? ગુણસુંદર તે તેની વાત ચાલુ રાખે છે. તેણે કહ્યું-પરણ્યા પછી તમે સાતમાંથી કોઈની સાથે બોલ્યા ચાલ્યા નથી. નામ, ઠામ કે જાત બતાવી નથી. પરણીને થોડી વાર થઈ ત્યાં તમે કહ્યું કે મને પિટમાં દુઃખે છે. એવું બહાનું કાઢીને ઊંધા પડી પેટ દબાવીને બેઠા હતા, પછી