________________
શારદા શિરેમણિ ]
[ ૮૮૧ છે કે આ દુઃખ મારા કર્મોથી આવ્યું છે. મેં પૂર્વ જન્મમાં દુઃખને આમંત્રણ આપ્યું હશે તે આ ભવમાં ઉદયમાં આવ્યું છે તે હસતા મુખે તેનું સ્વાગત કરવું જોઈએ. દુઃખમાં પણ ધર્મ આવી ભાવના રખાવશે. જીવનમાં ધર્મ હશે તે સહન કરવાની શક્તિ પણ વધે છે. અહીં એક પ્રસંગ યાદ આવે છે.
શ્રીદેવી નામની એક છોકરી હતી. તેનું રૂપ તે જાણે અપ્સરાને પણ ઘડીભર થંભાવી દે. તેના માતાપિતાએ તેના જીવનનું સુંદર ઘડતર કર્યું. લાકડાના ટુકડાને સુથાર ઘડે તે સુંદર ફનીચર બની જાય. લોખંડના ટુકડાનું લુહાર સુંદર ઘડતર ઘડે તે મશીનરી બની જાય. કઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ઘડતર સુંદર થાય તે એનું જીવન સુંદર બને છે. શ્રીદેવીના જીવનમાં સંસ્કારોનું સિંચન સરસ થયું હતું. જેટલું સુંદર રૂપ હતું તેટલા સદ્દગુણો પણ તેનામાં ભરપૂર ભર્યા હતા. નિગ્રંથ મહાન ત્યાગી સતીજીએનો પરિચય પણ ખૂબ કરેલે, તેથી તેને દીક્ષા લેવાના ભાવ જાગ્યા પણ તેના ચારિત્ર મોહનીય કર્મને ઉદય હશે એટલે માબાપે દીક્ષા લેવાની ના પાડી. તું અમારી એકની એક દીકરી છે માટે દીક્ષા તે નહિ લેવા દઈએ. તું સંસારમાં રહીને શ્રાવક ધર્મનું પાલન કરજે. તેના ભેગાવલી કર્મને ઉદય એટલે માબાપ આડા પડયા. તે કઈ હિસાબે સમજયા નહિ અને એક ભણેલા ગણેલા, રૂપવાન શ્રીમંત છોકરા સાથે શ્રીદેવીના લગ્ન કર્યા. એક જ દીકરી હતી એટલે માતાપિતાએ ઘણે કરિયાવર કર્યો અને રડતા દિલે દીકરીને સાસરે વળાવી.
ક્રોધની જવાળા સામે ટક્કર ઝીલતી શ્રીદેવી શ્રીદેવી પરણીને સાસરે આવી. સાસરું ખૂબ શ્રીમંત છે. તેની સાસુનું નામ નાગીલા હતું. ખરેખર નાગીલા એટલે જાણે નાગણ જોઈ લે. શ્રીદેવીને આવ્યા હજુ અઠવાડિયું ન થયું ત્યાં તે નાગીલા શ્રીદેવીના છિદ્રો જેવા લાગી. વગર વાંકે આખો દિવસ તેને ધમકાવ્યા કરે. આખા દિવસમાં ઝઘડો ન કરે તો તેનું નામ નાગલા નહિ પણ શ્રીદેવી તે એવી શાણી, સંસ્કારી અને સહનશીલ હતી કે સાસુ ગમે તેટલું બોલે તે પણ એક અક્ષર તે બોલતી નહિ. આખો દિવસ મનમાં નવકારમંત્ર ગણ્યા કરતી. તે સમજતી હતી કે જ્ઞાનીઓએ કહ્યું છે કે આ સંસાર એ છે “ઇમિત્ત સુë વદુકાઢ દુરજેમાં ક્ષણમાત્રનું સુખ અને ઘણુ કાળનું દુઃખ રહેલું છે. તેને તો દીક્ષા લેવી હતી પણ માતાપિતા માન્યા નહિ અને સંસારમાં પડવું પડયું. આ રીતે શ્રીદેવીના દિવસે દુઃખમાં પસાર થઈ રહ્યા છે. તે એક શબ્દ પણ બેલે નહિ એટલે સાસુને લડવામાં મઝા આવતી નથી. શ્રીદેવી બોલે નહિ તે એમ કહે કે તારા મેંમાં મગ ભર્યા છે તે ફાટતી નથી, છતાં શ્રીદેવી તે એક અક્ષર ન બોલે. નાગીલા જેવા સ્વભાવની સ્ત્રીઓને સજજન પુરૂ શિખામણ આપે તે પણ સુધરે નહિ.
આયંબીલની ઓળીના મંગલ દિવસો આવ્યા. શ્રીદેવી કહે બા ! આપ રજા આપો તે હું આયંબીલની ઓળી કરું. આ સાંભળતા સાસુજી તે ધડૂકી ઉઠયા. લેકેનું ખાવા