________________
શારદા શિરમણિ ]
[ ૮૭૯ જિનવાણી વિભાવને દૂર કરી સ્વભાવને પ્રગટ કરવામાં સહાયક બને છે. જિનવાણી સિવાયના ત બહારથી ગમે તેવા આકર્ષક અને સારા હોય તે આત્મા માટે નકામા છે. અહિંસા, સત્ય, ક્ષમા, સરળતા, કરૂણા, સમતા, બ્રહ્મચર્ય આદિ ગુણ આત્માને માટે મીઠા પાણી જેવા છે. શરીર રૂપી સ્ટીમર આ ભવસાગરમાં તરતી મૂકી છે. હવે સાચવણી કેની કરવી છે! સ્ટીમરની કે કપ્તાનની ? શરીરની કે આત્માની? અત્યાર સુધી શરીરને સાચવ્યું છે. તેને સાચવવા માટે થાય તેટલા પાપ કર્યા છે. પરિણામે તેના કટુ ફળ ભોગવીએ છીએ. આ સમજણવાળે ભવ મળે છે તે પંથ બદલવાની જરૂર છે. હવે કપ્તાનને સાચવીએ. તેને સાચવતા કદાચ શરીરનો નાશ થાય તે ભલે પણ આત્માને બરાબર સાચવે છે. ગજસુકુમાલ મુનિ, ઝાંઝરીયા મુનિ આદિ મહાપુરૂષોએ ઉપસર્ગોના ઝંઝાવાતે આવ્યા છતાં આત્માને સાચવ્યું. આત્માને સાચવતા શરીર રૂપી સ્ટીમરના ભુક્કા ઉડી ગયા. સ્ટીમર બચવાની શક્યતા ન હોય તો કાન દરિયામાં કૂદી પડે અને તરીને બહાર નીકળી જાય તેમ આ મહાપુરૂષને લાગ્યું કે આ શરીર હવે ટકી શકે એવું નથી એટલે સાધનાના સાગરમાં કૂદી પડ્યા અને સંસાર સાગરને તરીને મેક્ષના કિનારે પહોંચી ગયા.
આનંદ શ્રાવકને ભગવાનની અમૂલ્ય વાણીથી ભાન થઈ ગયું કે સ્ટીમર સમાન આ શરીર મને ભવસાગર તરવા માટે મળ્યું છે તો આ શરીર દ્વારા થાય તેટલી આરાધના કરી લઉ. વ્રત લઈને આનંદ શ્રાવક ઘેર ગયા. તેમના મુખ પર અતિ ઉલાસ જોઈને શિવાદેવીએ પૂછયું-નાથ ! આપ આજે પ્રભુ પાસેથી શું મેળવીને આવ્યા છે ? આનંદ કહે-દેવી ! તને શું વાત કરું ? એ ભગવાનની મારા પર કેટલી કરૂણા ! કે અનંત ઉપકાર ! તેમના કેટલા ગુણ ગાઉં? પ્રભુના ગુણ ગાવાની મારામાં શક્તિ નથી. શબ્દમાં સમાય નહિ એવો તું મહાન, કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન (૨) ગજુ નથી મારું એવું કહે આ જબાન કેમ કરી ગાઉં.....
પ્રભુના ગુણ ગાવાનું મારું ગજું નથી. શિવાનંદાના મનમાં થાય કે મારા પતિ જે બોલી રહ્યા છે તે બેલવામાં પણ તેમને કેટલે આનંદ છે? તે પ્રભુ પાસે ગયા, દર્શન કર્યા ત્યારે તે તેમને આનંદ કેઈ અપૂર્વ હશે ! આનંદ શ્રાવકે તેમની પત્ની શિવાનંદાને કહ્યું
" तं गच्छ जे तुम देवाणुप्पिए । समणं भगव महावीरं वंदाहि जाव पज्जुवासाहि समणस्स भगवओ महावीरस्स --अतिए -पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि ।"
હે દેવાનુપ્રિયા ! મેં ભગવાન પાસેથી જે ધર્મશ્રવણ કર્યું તે મને ખૂબ ગમી ગયું છે માટે તમે પણ ભગવાન પાસે જાવ. ભગવાનને વંદન કરી તેમની પર્યું પાસના કરો અને તેમની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રૂપી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે. આનંદ શ્રાવકની એ ભાવના છે કે હું કંઈક પામ્યો છું તેમ શિવાનંદા