________________
શારદા શિરેમણિ ]
[ ૮૭૭ છેલ્લે દિવસ તે આવી ગયે. જેમણે આરાધના કરી છે તેમણે તે આત્માને આનંદ મેળવ્યો છે. આત્માનો આનંદ મેળવવા માટે આ માનવદેહ એ અણમોલ સાધન છે. ભગવાન ફરમાવે છે કે
सरीरमाहू नावत्ति, जीवो वुच्चइ नाविओ ।
સંસાર છો પુત્ત, વં તાંતિ મણિ | ઉત્ત.અ.૨૩ળા.૭૩ શરીર એક નૌકા છે, જીવ તેને નાવિક છે, સંસાર એ સમુદ્ર છે. મહર્ષિ સાધકો આ નૌકા દ્વારા સંસાર સાગરને તરી જાય છે.
આ ગાથામાં ભગવંતે સુંદર ભાવો રજુ કર્યા છે. દરિયે છે. સ્ટીમર છે અને તેને ચલાવનાર કપ્તાન છે. નાના હોડકા સામાન્ય કામ કરે છે. વિશાળ સમુદ્રને તરવા માટે સ્ટીમરની જરૂર છે. એક વાર દરિયામાં એક સ્ટીમર પાણીને કાપતી કાપતી સડસડાટ આગળ જઈ રહી હતી. યાત્રિકો એકબીજા સાથે વાત કરતા હતા. કપ્તાન તેની કેબીનમાં બેસીને દરિયાના પાણીને અને મેજાને જોઈ રહ્યો હતો. સ્ટીમર તે પાણીમાં સડસડાટ ચાલી રહી છે. કેબીનમાં બેઠેલા કપ્તાનને પાણીની તરસ લાગી તેણે એક માણસની પાસે પીવાનું પાણી મંગાવ્યું. ટીમરમાં પાણીનું માટલું ભરેલું હતું. નોકરે તેમાંથી કપ્તાનને લાસ ભરીને પાણી આપ્યું. કપ્તાને પાણી પીને તૃષા શાંત કરી. અહીં સમજવા જેવી વાત છે. કપ્તાન દરિયામાં મુસાફરી કરી રહ્યો છે. તેને તરસ લાગી તે દરિયાનું પાણી કામ ન આવ્યું પણ માટલાનું પાણી કામ આવ્યું તે પાણી પીધું તે તેની તૃષા શાંત થઈ, તેને શાંતિ વળી. કપ્તાન માટે માટલાનું પાણી બરાબર છે અને સ્ટીમર માટે દરિયે ઉપયોગી છે. માટલાના પાણીથી સ્ટીમર ચાલી શકે નહિ ને દરિયે તરાય નહિ. ટીમર માટે માટલાનું પાણી નકામું છે અને કસ્તાનને પાણી પીવા માટે દરિયે નકામો છે.
આ વાત આપણે આત્મા સાથે ઘટાવવી છે. આપણું શરીર એ સ્ટીમર છે, આત્મા કસ્તાન છે, સંસાર એ દરિયો છે. માટલાના પાણી સમાન જિનવાણી છે. આ ભવસાગરથી બહાર નીકળવા માટે અને ભવને અંત કરવા માટે જિનવાણી સમાન માટલું પડયું છે. રેજ એમાંથી ઘૂંટડે ઘૂંટડો પાણી પીશે તે પણ તૃષા શાંત થશે. સ્ટીમરની અને કપ્તાનની જરૂરિયાત અલગ અલગ છે તેમ આત્મા અને શરીરની જરૂરિયાત અલગ અલગ છે. શરીર માટે બાહ્ય સામગ્રીઓની જરૂર છે અને આત્માનું સૌંદર્ય એ બધી સામગ્રીઓ પ્રત્યેની અનાસક્તિમાં છે. સ્ટીમર અને કપ્તાન એક નથી પણ અલગ છે, તેમ શરીર અને આત્મા અલગ છે. આત્મા તે શરીર નથી અને શરીર તે આત્મા નથી પણ આજે આત્મા ભાન ભૂલી ગયું છે. શરીરને પિતાનું સર્વસ્વ માન્યું છે. શરીરને મનગમતું અનુકૂળ મળે તે રાજી અને મનગમતું ન મળે તે જીવ દુઃખી થાય છે. શરીર પાછળ આત્માને ઈ બેઠો છે. સવારથી ઉડ્યા ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી પૂજા આ શરીરની થાય છે. ૨૪ કલાકમાં આત્માની પૂજા કયારે કરે છે ? ભાગ્યશાળી આત્માઓ રેજ એકાદ સામાયિક કરતા હશે કે જિનવાણી સાંભળતા હશે. મોટા ભાગના જે શરીરને સર્વસવ