________________
૮૮૬ ]
[ શારદા શિરોમણિ ગુણસુંદરીને ! તેણે કેવી વીરતાથી કાર્ય સિદ્ધ કર્યું. શેઠના મનમાં થયું કે હવે આ છે એ દીકરીને સાસરે મોકલવી જોઈએ. છ એ બેનેએ પણ કહ્યું–પિતાજી! અમારા પતિ અને અમારી બેન ગુણસુંદરી ગોપાલપુરમાં રહે છે માટે અમને પણ હવે ત્યાં મેકલે. શેઠ અને છ એ દીકરીઓ બધા સાંઢણી પર બેસીને ગોપાલપુરમાં આવ્યા. પુરંદર શેઠે બધાનું ખૂબ સ્વાગત કર્યું. છ એ બેને પિતાના સાસુ, સસરા અને પતિના ચરણમાં પડી. સાસુએ આશીર્વાદ આપ્યા, પછી છ એ બેને ગુણસુંદરીને ભેટી પડી. બેન! તું અમારા કરતાં ઉંમરમાં નાની છે પણ કામ મોટું કર્યું છે, તારે એટલે આભાર માનીએ તેટલા ઓછો છે. રાતે ભેગા થઈને બધાએ સુખદુઃખની વાત કરી. ધનસાર શેઠને ખૂબ આનંદ થયો. વેવાઈ ખૂબ સંસ્કારી, સદાચારી અને ધમીઠ મળ્યા છે. બધે રૂડો પ્રતાપ ધર્મને છે. થડા દિવસ રોકાઈને ધનસાર શેઠે વિદાય માંગી. પિતાએ પોતાની દીકરીઓને સુંદર શિખામણ આપી. બેટા ! તમે સાત બેને એક થઈને રત્નસુંદરીને ક્યારે પણ જુદી ન પાડશો. તમે સાત નહિ પણ આઠ બેને છે તે રીતે રહેજે. સાસુ સસરાની ખૂબ સેવા કરજે. પતિની આજ્ઞામાં રહેજો. આ રીતે હિતશિખામણ આપીને શેઠે વિદાય લીધી. આ અગીયાર માણસે ખૂબ સુખશાંતિથી આનંદમાં રહે છે. ધર્મધ્યાન કરે છે. તે નગરીના મહાન ભાગ્યેાદયે મહાન વિદ્વાન આચાર્ય સંતનું આગમન થયું. ગામજન, નરેશ, પુરંદર શેઠ, પુણ્યશ્રી શેઠાણી, પુસાર, તેની આઠ પત્ની બધા સંતના દર્શન કરવા ગયા. સંતે વ્યાખ્યાનની અમી વર્ષા વરસાવી, પુરંદર શેઠ અને પુણ્યશ્રીએ પુણ્યસારને ઘરનો બધો કારભાર સેંપીને દીક્ષા લીધી. સમય જતાં પુયસારને ત્યાં દીકરે થયે. તેને ખૂબ સારા સંસ્કાર આપી ભણાવ્ય, ગણાવ્યું અને પરણાવ્યું. હવે તે તે ઘરનું, દુકાનનું કામકાજ બરાબર સંભાળે તે થે એટલે પુણ્યસાર અને તેની આઠે પત્નીએાએ દીક્ષા લીધી. દીક્ષા લઈને સુંદર તપજપની આરાધના કરતા વિશુદ્ધ સંયમનું પાલન કરી આયુષ્ય પૂર્ણ થતાં કાળધર્મ પામી દેવકમાં ગયા, પછી અલ્પ ભ કરી જશે. (પૂ. મહાસતીજીએ અનંત ઉપકારી સ્વ. ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જ્ઞાન, દર્શન, ચારિત્રની સુવાસથી ઝગમગતા જીવન પર સુંદર પ્રકાશ પાડે હતો. જે સાંભળતા શ્રેતાઓની આંખો અશ્રુભીની બની હતી.) આ વદ ૨ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯૮ : તા. ૩૦-૧૦-૮૫
આપણે ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકની વાત ચાલે છે. આનંદ શ્રાવકની વાત સાંભળીને શિવાનંદા ભગવાનના દર્શને જવા ઉત્સુક બની. શિવાનંદાની આજ્ઞા થતાં કૌટુંબિક પુરૂએ રથ તૈયાર કરી દીધું. ચાર ઘંટા વાગવા લાગ્યા શિવાનંદા રથમાં બેસીને પ્રભુના વંદને જાય છે. તેમના દિલમાં એ અપૂર્વ આનંદ અને ઉલ્લાસ છે કે આજે મને ભગવાનના દર્શન થશે. તેમની વાણીનું શ્રવણ કરવાને લાભ મળશે. એવા ઉલ્લાસથી જઈ રહ્યા છે. પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુનું મુખ જોતાં એનું દિલ ઠરી