________________
૮૮૪]
[ શારદા શિરેમણિ સહનશીલતાનો સાચે શણગાર છે. ક્ષમાની મૂર્તિ છે. હું અભાગણી આવી દેવી જેવી વહુને ઓળખી શકી નહિ. આટલું કરવા છતાં મેં તને કઈ દિવસ સારી તે કહી નથી પણ તારા છિદ્રો જોઈને રોજ ઝઘડો કર્યો છે. હવે ચાલે આપણુ ઘેર. હું મારા બધા અપરાધોની વારંવાર માફી માંગું છું. શ્રીદેવીની બા કહે, તેણે તે આજે મૌન પૌષધ કર્યો છે એટલે તમારી સાથે કોઈ વાત કરશે નહિ સાસુ તે ચાલ્યા ગયા. બીજે દિવસે પૌષધ પાળીને શ્રીદેવી માબાપને સમજાવી તેમની આજ્ઞા લઈ સાસરે ગઈ. જઈને સાસુ સસરાના ચરણમાં પડી. બા! આમાં તમારો દોષ નથી. દોષ મારા કર્મોને છે. મારા કારણે આપને વગર પ્રજને કર્મો બાંધવા પડ્યા. હું આપને ખમાવું છું. પતિના ચરણમાં પડી તેમની માફી માંગી. પતિ કહે છે દેવી ! માફી તે મારે માંગવાની છે. કેણ જાણે હું કે નિષ્ફર બની ગયે કે તને મારતાં પાછું વાળીને જોયું નથી. એ તે પુણ્યને ઉદય કે તને બીજું કાંઈ થયું નહિ. નહિતર હું આવી દેવી જેવી પની ગુમાવી બેસત. બધાના દિલ પલટાઈ ગયા. જ્યાં કલેશમય વાતાવરણ હતું ત્યાં પ્રેમના ઝરણું વહેવા લાગ્યા. કહેવાનો આશય એ છે કે શ્રીદેવીના જીવનમાં ધર્મ હતો. તે આવા દુઃખમાં પણ ધીરજ રાખી શકી અને સમતાથી જીવન ટકાવી શકી. ધમને પ્રભાવ અલૌકિક છે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર : અરે ગુણસુંદર કયાં? : પુણ્યસાર સાથે ગુણસુંદરને બદલે સ્ત્રીને જેતા બધા નવાઈ પામી ગયા. આ સ્ત્રી કેણ છે? ગુણસુંદર કયાં ગયે ? પુયસારે પોતાની બધી વાત કરી. આ જ ગુણસુંદર છે. જ્યારે મને મારા પિતાએ કાઢી મૂક્યો ત્યારે હું ઝાડની બખોલમાં બેઠો. તે ઝાડ ઉડયું. વલ્લભીપુર પહોંચ્યું ત્યાં એકાએક હું સાત કન્યાને પર, પછી મને થયું કે મારા મા-બાપનું શું થશે? એટલે તે સાતેને છોડીને ચાલ્યો આવ્યો. મેં તેમને મારું નામ-ઠામ સ્થળ કાંઈ કહ્યું નહીં. માબાપ પાસે આવ્યો. તેમણે લગ્નનો પોશાક જોયે. એટલે મને પૂછ્યું તું લગ્ન કરીને આવ્યો છે? મેં કહ્યું હતું. મારી શોધ કરવા ગુણસુંદરી વેશ બદલીને અહીં આવી. મારો પત્તો પડે નહિ એટલે તે અગ્નિસ્નાન કરવા તૈયાર થઈ. પુણ્યસારે બધી વાત કરી. બધાને આશ્ચર્ય થયું. અહો ! એક સ્ત્રી પણ કેટલી બહાદૂર! ચેરે ને ચૌટે બધે આ વાત ફેલાઈ ગઈ. બધા કહેવા લાગ્યા ગુણસુંદરી કેટલી હોંશિયાર ! તેણે પિતાની બુદ્ધિથી, ગુણોથી આખા ગામને પિતાનું બનાવ્યું. પણ કેઈને ખબર પડી નહિ કે આ સ્ત્રી છે. બધા ગુણસુંદરીના આ સાહસની પ્રશંસા કરવા લાગ્યા.
રત્નસાર શેઠની ચિંતાને દૂર કરતા નગરનરેશ : માણેકચંદ શેઠને તો આનંદનો પાર નથી. રત્નસાર શેઠ ચિંતામાં પડી ગયા કે મારી રત્નસુંદરીનું હવે શું થશે ? સ્ત્રીને સ્ત્રી સાથે સંસાર થોડો ચાલે? હવે તેની જિંદગીનું શું ? રાજાએ કહ્યું-હવે એ પુણ્યસારની પડની થઈ ચૂકી. જ્યાં ગુણસુંદરી ત્યાં રત્નસુંદરી. રત્નસુંદરી તરત પુણ્યસારના ચરણમાં પડી. પુણ્યસારને તે વિશેષ આનંદ થયે. કેમ કે એક તે પિતાની